અમદાવાદના બિલ્ડરો-ઉદ્યોગપતિઓ એસ્કોર્ટ ગર્લ સાથે ડ્રગ્સ મગાવતા, કોલ-ડિટેઇલ્સમાં શ્રીમંતોનાં નામ જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી
SOGએ ઝડપેલો પેડલર ડ્રગ્સ અને ગર્લ્સ સપ્લાય કરતોનરોડામાં ગર્લ અને ડ્રગ્સની પાર્ટી કરીડ્રગ્સ-સેક્સનું કોમ્બિનેશન પેડલર માટે પૈસા છાપવાનું મશીન બન્યુંSOGએ હિમાચલ પ્રદેશ સુધી તપાસ લંબાવી હતી અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે.
- SOGએ ઝડપેલો પેડલર ડ્રગ્સ અને ગર્લ્સ સપ્લાય કરતો
- નરોડામાં ગર્લ અને ડ્રગ્સની પાર્ટી કરી
- ડ્રગ્સ-સેક્સનું કોમ્બિનેશન પેડલર માટે પૈસા છાપવાનું મશીન બન્યું
- SOGએ હિમાચલ પ્રદેશ સુધી તપાસ લંબાવી હતી
અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. વંદિત પટેલના ડ્રગ્સકાંડ બાદ પોલીસ સતત ડ્રગ્સ-પેડલરો અને નબીરાઓ પર નજર રાખી રહી છે. ટીનેજર્સ જ નહીં, પણ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પણ ડ્રગ્સના રવાડે ચઢીને રેવ પાર્ટી કરતા થઈ ગયા છે. અમદાવાદની SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ પકડેલા પ્રતાપસિંહ નામના ડ્રગ્સ-પેડલરે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ પણ ડ્રગ્સ લઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. SOGના સિનિયર અધિકારીએ કોલ-ડિટેઇલ તપાસતાં સેંકડો નંબર નીકળ્યા હતા, જેમાં કેટલાક નંબર બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના પણ હતા, જે જોઇને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પેડલરની એક ગજબની મોડસ ઓપરેન્ડીથી શ્રીમંતોને ડ્રગ્સના રવાડે ચડાવાતા હતા. સૌ પહેલા ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને એસ્કોર્ટ ગર્લ સપ્લાય કરતો, સાથે સેક્સ પાવર માટે ડ્રગ્સની ઓફર કરતો હતો. એક બિલ્ડરે તો નરોડામાં રેવ પાર્ટી પણ યોજી હતી.
એસ્કોર્ટ ગર્લ સપ્લાય કરતાં કરતાં અમદાવાદના વેપારી કોલગર્લ અને ડ્રગ્સ પણ મગાવતા હતા. આખા રેકેટમાં SOG દ્વારા પેડલર પ્રતાપસિંગની ધરપકડ બાદ ડ્રગ્સ અને યુવતીઓનું રેકેટ સામે આવ્યું હતું. આ સંદર્ભે છેક હિમાચલ પ્રદેશ સુધી SOGએ તપાસ લંબાવી હતી. આરોપીના મોબાઈલ કોલ-ડિટેઇલમાં પણ અમદાવાદના અનેક બિલ્ડર અને વેપારીઓ હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.
રાજસ્થાની અને દિલ્હીના શખસ પાસેથી ડ્રગ્સ મગાવતો
અમદાવાદ SOG ટીમે જુલાઈ મહિનામાં બાતમીના આધારે ચાંદખેડાના આનંદ સ્કવેરમાંથી 85 ગ્રામના એમ.ડી.ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેની પૂછપરછ કરવામાં આવતાં તેનું નામ પ્રતાપસિંહ ઉર્ફે શક્તિ રાણાવત અને ચાંદખેડામાં જ રહી છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું હતું. આ પેડલર પાસેથી SOGની ટીમે તેનો મોબાઈલ, ડ્રગ્સનો જથ્થો સહિત કુલ રૂ. 9.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાર બાદ તેની વધુ પૂછપરછ કરતાં પેડલર પ્રતાપસિંહ રાજસ્થાનના સ્વરૂપ રાઠોડ અને દિલ્હીના નિન્ટો અંગામાલી પાસેથી ડ્રગ્સનો જથ્થો મગાવીને વેચતો હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે SOG ટીમે આ બન્નેની વિરુદ્ધ પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી હતી. બીજી બાજુ પ્રતાપસિંહના મોબાઈલ ફોનની તપાસ પણ શરૂ કરી હતી.
ગોવામાં બાદ અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સેક્સવર્કર સપ્લાય કરવા લાગ્યો
આરોપીની ધરકપડ બાદ SOGના સિનિયર અધિકારીએ તેમની પૂછપરછ શરૂ કરી હતી. જેમની કોલ-ડિટેઇલમાં સેંકડો નંબર નીકળ્યા, જે અંગે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે ગોવામાં હાઈપ્રોફાઈલ સેક્સવર્કર સપ્લાય કરતાં કરતાં અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પણ મોટા ગજાના વેપારી અને બિલ્ડરને એસ્કોર્ટ ગર્લ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં તેને કોર્લગર્લની સાથે પૈસાદાર લોકોને સેક્સ પાવર માટે ડ્રગ્સની ઓફર કરતો હતો, જેથી શ્રીમંતો કોલગર્લની સાથે સાથે સેક્સ પાવર માટે ડ્રગ્સ પણ મગાવતા થઈ ગયા.
ગોવાથી એસ્કોર્ટ ગર્લ્સ અને અન્ય રાજ્યમાંથી ડ્રગ્સ આવતાં
અમદાવાદમાં આ પ્રકારે ગોવાથી હાઇપ્રોફાઈલ એસ્કોર્ટ ગર્લ અને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવેલું ડ્રગ્સ બન્ને સપ્લાય કરવાનું શરૂ થઈ ગયું હતું. આ ડ્રગ્સ અને સેક્સનું કોમ્બિનેશન પેડલર માટે અનેક વેપારીઓ પાસેથી રુપિયા છાપવાનું મશીન થઈ ગયું.
બિલ્ડરની પાર્ટીમાં અનેક પૈસાદારોએ ડ્રગ્સ અને શબાબની મજા માણી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પેડલર પ્રતાપસિંહે અમદાવાદના નરોડા નજીક આવેલા ફાર્મ હાઉસના માલિક અને બિલ્ડરને યુવતી તથા ડ્રગ્સ સપ્લાય કર્યાં હતાં. તેની સાથે આ બિલ્ડરને કેટલાક મિત્રોએ પણ બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું ચર્ચાઈ જાણવા મળી રહ્યું છે. બિલ્ડરની પાર્ટીમાં અનેક લોકોએ શબાબ અને ડ્રગ્સની મજા માણી હતી.
ડ્રગ્સ એંગલથી તમામ પાસા તપસ્યાઃ SOGના ડીસીપી
આ સમગ્ર કેસમાં SOG દ્વારા હાલ ચાર્જશીટ કરી દેવામાં આવી છે. આ અંગે SOGના ડીસીપી મુકેશ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં અમે ડ્રગ્સ એંગલથી તમામ પાસા તપસ્યા છે, જે માટે અમારી ટીમ છેક હિમાચલ પ્રદેશ સુધી જઇ આવી છે. હાલ આ કેસમાં ચાર્જશીટ થઈ ગઈ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 3 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 3 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहले
Indoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 6 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 7 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 9 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 9 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 10 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 12 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 12 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 21 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 21 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 21 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 21 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहले
India NewsReligious and Scientific Significance of Shradh Paksha 26 दिन पहले
India Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 26 दिन पहले
Indoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 27 दिन पहले



