देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

સુરતમાં 2020માં 58 દિવસે એક હજાર કેસ હતા, 2021માં 8 દિવસે અને 2022માં માત્ર 4 દિવસે જ એક હજાર કેસ આવવા લાગ્યા

2020ના 7 મહિનામાં કોરોનાના કેસ કાબૂમાં રહ્યા, પણ મોત વધુ થયાં હતાં2021માં એપ્રિલ અને મે મહિનામાં જ 74,037 કેસ અને 871નાં મોત થયાં હતાં2021માં ડેલ્ટા વેરિયન્ટને કારણે ભયાવહ સ્થિતિનું સર્જન થયું હતું ગુજરાતમાં કોરોનાના કેસ નોંધાવાની શરૂઆત સુરત અને રાજકોટથી 19 માર્ચ 2020થી થઈ હતી.

Abhishek Raghuvanshi5 जनवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 2020ના 7 મહિનામાં કોરોનાના કેસ કાબૂમાં રહ્યા, પણ મોત વધુ થયાં હતાં
  • 2021માં એપ્રિલ અને મે મહિનામાં જ 74,037 કેસ અને 871નાં મોત થયાં હતાં
  • 2021માં ડેલ્ટા વેરિયન્ટને કારણે ભયાવહ સ્થિતિનું સર્જન થયું હતું

ગુજરાતમાં કોરોનાના કેસ નોંધાવાની શરૂઆત સુરત અને રાજકોટથી 19 માર્ચ 2020થી થઈ હતી. ત્યાર બાદ લોકડાઉનને કારણે કોરોનાના કેસ થોડા કાબૂમાં રહ્યા હતા. જોકે અનલોક કરવાની શરૂઆતની સાથે જ કેસમાં ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ ભારતમાંથી જ પ્રસરેલા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે 2021માં એપ્રિલ અને મે મહિનામાં હાહાકાર મચાવ્યો હતો. જ્યારે હવે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 2022ના 4 દિવસમાં કુલ 1 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

2020માં કોરોના સાથે અન્ય બીમારીથી વધુ મોત થયાં
19 માર્ચ 2020ના રોજ સુરતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યાર બાદ 92 દિવસે 100થી વધુ કેસ નોંધાવાનું શરૂ થયું હતું. ત્યાર બાદ 2020માં જ સપ્ટેમ્બર મહિનાની 29 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ 311 કેસ નોંધાયા હતા. કોરોનાની શરૂઆતમાં 2020માં કેસ લોકડાઉનને કારણે કાબૂમાં રહ્યા હતા. જોકે કોરોનાની સાથે અન્ય બીમારીઓને કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં હતાં. 2020માં 1127 લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા.

तस्वीरों में खबर9 फोटो

2020 અને 2021ના સરેરાશ કેસમાં ડબલ વધારો
સુરતમાં કોરોનાથી શરૂઆતથી 2020ના 288 દિવસમાં રોજ સરેરાશ 172 કેસ નોંધાયા હતા, જ્યારે 2021ના 365 દિવસમાં રોજ સરેરાશ 260 કેસ નોંધાયા હતા. 2020 અને 2021ના સરેરાશ કેસને જોતાં દોઢ ગણાથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 2022માં કેસના ઉછાળાને જોતાં આ કેસનો આંકડો ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ડબલ રહે એવી શક્યતા છે.

એપ્રિલ-મે 2021માં જ 77.71 ટકા કેસ નોંધાયા
2021માં ભારતમાં પ્રસરેલા ડેલ્ટા વેરિયન્ટને કારણે મોટા પ્રમાણમાં કેસો નોંધાયા હતા. આ સાથે ભયાવહ સ્થિતિનું સર્જન થયું હતું. પાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરતમાં 2021માં 991 લોકોનાં જ મોત થયાં હતાં જોકે મોતના આંકડમાં ગોલમાલ થઈ હોવાના આક્ષેપો પણ થયા હતા, કેમ કે ડેલ્ટા વેરિયન્ટને કારણે કેસોમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો હતો. આ સાથે સ્મશાનોમાં પણ લાઈનો લાગવાની સાથે મૃતદેહોના ઢગલાઓ પણ થયા હોવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. ડેલ્ટા વેરિયન્ટને કારણે એપ્રિલ અને મે મહિનામાં જ 74037 કેસ નોંધાયા હતા અને 871 મોત નોંધાયાં હતાં.

ઓમિક્રોને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું
આફ્રિકાથી ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વભરમાં ચિતાનું વાતાવરણ સર્જાયું છે. સુરતમાં અત્યારસુધીમાં 17 જેટલા ઓમિક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 7 મહિના બાદ 400થી વધુ કેસ નોંધાવાનું શરૂ થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી કેસમાં ઉછાળો આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધુ ફેલાયું છે.

ઓમિક્રોનના કહેર વચ્ચે વેક્સિનેશનથી રાહત
ડોક્ટરોના અનુમાન પ્રમાણે, ઓમિક્રોનને કારણે કેસમાં ઉછાળો આવી શકે છે. જોકે તેમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓને હોસ્પિટલાઈઝ થવાની જરૂર નહીં રહે છે. આ પ્રમાણે જ સુરતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 743 નોંધાઈ છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 23 નોંધાઈ છે, એટલે કે કોરોનાના કુલ એક્ટિવ 743 દર્દી માંથી માત્ર 23 દર્દી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. ટકાવારીની દૃસ્ટિએ જોઈએ તો શહેરના કુલ 743 એક્ટિવ દર્દી પૈકી માત્ર 4% દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. એ સિવાયના 96% દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં ઘરે સારવાર લઈ રહ્યા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑