અમદાવાદમાં બેફામ બનેલા ટપોરીઓ:મણિનગરના ભરચક વિસ્તારમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી, જાગ્રત યુવતીએ વીડિયો ઉતાર્યો, પોલીસ તપાસના આદેશ
બિનધાસ્ત હુક્કા પાર્ટી કરતા લોકોને કારણે અન્ય નાગરિકો ગાર્ડનમાં જતાં ફફડે છે ગુજરાતમાં ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સની વધી રહેલી બદી સામે આવી રહી છે.
- બિનધાસ્ત હુક્કા પાર્ટી કરતા લોકોને કારણે અન્ય નાગરિકો ગાર્ડનમાં જતાં ફફડે છે
ગુજરાતમાં ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સની વધી રહેલી બદી સામે આવી રહી છે. ત્યારે બેફામપણે જાહેર સ્થળો પર પણ નશો કરતા લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અમદાવાદના મણિનગરમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા ટપોરીઓ રીતસર હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. આ પાર્કમાં અનેક મહિલાઓ બાળકો સાથે સવાર-સાંજ આવે છે. ત્યારે આવા ટપોરીઓને કારણે તેમને અનેક વખત હેરાનગતીનો સામનો કરવો પડે છે. આ ગાર્ડનમાં એક મહિલાએ હિંમતભેર હુક્કા પાર્ટી કરતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. હવે આ ઘટનામાં પોલીસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ગાર્ડનમાં જાહેરમાં બેસીને ટપોરીઓ હુક્કાપાર્ટી કરતા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે, જેને કારણે સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. થોડા સમય અગાઉ ઇસનપુર વિસ્તારમાં દારૂના વેચાણ દરમિયાન લાઈનો લાગી હોય એવા વીડિયો વાઇરલ થયા હતા. ત્યારે હવે પબ્લિક પ્લેસ એટલે કે ગાર્ડનની અંદર લોકો બેફામ બનીને હુક્કા પાર્ટી કરી રહ્યા છે. મણિનગરમાં આવકાર હોલ ઘોડાસર ચોકડી પાસે આવેલા અમૂલ ગાર્ડનમાં કેટલાક ટપોરીઓએ ઘૂસી ગયા હતા. આ સમયે ગાર્ડનની અંદર મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હાજર હતા. તેઓ બેફામ બનીને બિનધાસ્ત કોઈનો ડર ન હોય એમ હુક્કાની પાર્ટી કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને કારણે હાલ શહેરમાં સવાલો ઊભા થયા છે.
મહિલાએ હિંમતભેર ટપોરીઓનો વીડિયો ઉતાર્યો
આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ હિંમત કરીને ગાર્ડનમાં હુક્કાપાર્ટી કરતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં ચાર-પાંચ છોકરા હાથમાં હક્કો લઈને ગાર્ડનમાં ઘૂસે છે અને જાહેરમાં બેસીને બેસીને હુક્કાની મજા માણે છે. આ સમગ્ર ઘટનાથી કેટલાક લોકો ગાર્ડન છોડીને જતા રહે છે. વીડિયો ઉતારનાર મહિલાએ જણાવ્યું હતું કે આ ગાર્ડનમાં હું નિયમિત આવું છું અને અન્ય લોકો પણ મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે. ગાર્ડનમાં આવા લોકો ઘૂસી ગયા બાદ લોકો ત્યાં જતાં હવે ફફડે છે. આ બનાવ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના PI ડીડી ગોહિલે જણાવ્યું હતું કે હું આ પ્રકરણમાં તપાસ કરાવું છું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Indoreलोकतांत्रिक मूल्यों का सम्मान और जिम्मेदार नागरिकता का संदेश देंगे इंदौर के विद्यार्थी 4 घंटे पहले
Indoreआबकारी विभाग की कार्रवाई में 27 बल्क लीटर अवैध विदेशी मदिरा जब्त, एक आरोपी गिरफ्तार 5 घंटे पहले
Indoreखजराना गणेश मंदिर में कार्तिक पूर्णिमा पर भगवान श्री गणेश को अर्पित किया गया 56 व्यंजनों का भोग 1 दिन पहले
Indoreइन्दौर में मानवता की मिसाल: एक ही दिन में हुए दो देहदान, चिकित्सा शिक्षा और शोध को मिला संबल 1 दिन पहले
Indoreइंदौर के वृत्त सांवेर क्षेत्र में अवैध मदिरा के परिवहन के विरुद्ध आबकारी विभाग द्वारा बड़ी कार्रवाई 1 दिन पहले
Indoreइंदौर-अहमदाबाद रोड पर यात्री बस दुर्घटनाग्रस्त, डायल-112 ने 08 घायलों को पहुंचाया अस्पताल 1 दिन पहले
India News10-10 हजार में बैंक खाते खरीदकर देशभर में साइबर ठगी:रतलाम का मुख्य आरोपी गिरफ्तार, तमिलनाडु-तेलंगाना में भी दर्ज हैं केस 1 दिन पहले
Indoreइंदौर में बिल्डर से मारपीट, ICU में भर्ती:दुकान कम कीमत में खरीदने का दबाव, बिल्डर को 8-10 लोगों ने पीटा 1 दिन पहले
Indoreनगरीय निकायों के साथ ही ग्रामीण क्षेत्रों में जलापूर्ति पर दें विशेष ध्यान : मुख्यमंत्री डॉ. यादव 1 दिन पहले
Indoreसिंचाई परियोजनाओं को निर्धारित समय-सीमा में करें पूर्ण : जल संसाधन मंत्री श्री सिलावट 1 दिन पहले
Indoreमंत्री श्री तुलसीराम सिलावट के प्रयासों से सांवेर विधानसभा के 15 स्कूलों को मिली 28 करोड़ रुपये की सौगात 2 दिन पहले
Indoreजनजातीय उत्पादों को राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय पहचान दिलाने का प्रभावी माध्यम बनेगा “आदि बाजार” : केन्द्रीय राज्यमंत्री श्री दुर्गादास उईके 2 दिन पहले
Indoreअधिकारियों को फोन लगाती रही नेता प्रतिपक्ष:दुकान लगाने वाले बोले –एरिया अच्छा नहीं, जहां जगह दी वहां कई परेशानियां, कांग्रेस ने दी चेतावनी 3 दिन पहले
Indoreइंदौर बायपास पर मौत बनकर दौड़ी कार, दो बाइकों को मारी टक्कर, इलेक्ट्रिक ठेकेदार की मौत; बेटा गंभीर 3 दिन पहले
Indoreसड़क निर्माण में बाधक 09 भवनों पर रिमूवल कार्रवाई 3 दिन पहले
Indoreआयुक्त के निरीक्षण में सफाई व्यवस्था में लापरवाही, अधिकारियों-कर्मचारियों पर कार्रवाई 3 दिन पहले
Indoreआयुक्त द्वारा निगम मुख्यालय में जनसुनवाई 42 आवेदनों पर तत्काल निराकरण के दिए निर्देश 8 दिन पहले
Indoreनिजी कंपनी के जनरल मैनेजर की संदिग्ध परिस्थितियों में मौत:25 दिन पहले ही केरल से इंदौर आए थे; पैर में दर्द के बाद बिगड़ी तबीयत 8 दिन पहले
Indoreइंदौर में नशेड़ी कार सवारों का उत्पात, सिग्नल पर कार को मारी टक्कर, महिला से बदसलूकी व युवकों को पीटा 8 दिन पहले
Indoreकलेक्टर श्री वर्मा ने सीएम हेल्पलाइन के प्रकरणों में लापरवाही बरतने पर सेक्शन प्रभारी को किया निलंबित, बीएमओ और प्रोफेसर के पांच-पांच दिन के वेतन कटौती के दिये निर्देश 8 दिन पहले
Indoreकलेक्टर श्री शिवम वर्मा के निर्देश पर नियम विरुद्ध बाइक टैक्सी संचालन के विरुद्ध बड़ी कार्रवाई 8 दिन पहले
Indoreकलारिया से झलारिया तक 10 ई-बसों का शुभारंभ, केंद्र सरकार के सहयोग से इंदौर को मिली 150 आधुनिक लोक परिवहन बसों की सौगात, ग्रामीण क्षेत्रों की शहरों से कनेक्टिविटी होगी मजबूत 8 दिन पहले
Indoreइंदौर में जलप्रदाय व्यवस्था की समीक्षा, लंबित पाइपलाइन कार्य समय-सीमा में पूर्ण करने के निर्देश 8 दिन पहले
Indoreदिलजीत : अमेरिकी नागरिक हमें नबताए कि हिन्दुस्तान किसके बाप का है ! 9 दिन पहले
