અમદાવાદમાં પવન વધુ હોવાથી હાથમાં પતંગ રહેતો નથી, રાજકોટ, સુરત અને વડોદરામાં લોકોને મોજ, ચારેબાજુ ‘માટલા ઉપર માટલું’ની ધૂમ
સવારથી જ ધાબે પતંગ ચગાવવા માટે પહોંચી ગયાં હતાં પતંગરસીયાઓ ઠંડીની સાથે કોરોનાની ત્રીજી લહેરે પણ ફરી ઉત્તરાયણના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે આજે ઉત્તરાયણ છે.
- ઠંડીની સાથે કોરોનાની ત્રીજી લહેરે પણ ફરી ઉત્તરાયણના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે
આજે ઉત્તરાયણ છે. ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાને કારણે ઉત્તરાયણની મજા ફિક્કી પડી ગઈ હતી. જોકે થોડા મહિનાની શાંતિ બાદ ત્રીજી લહેરમાં સંક્રમણ ફરી વિસ્ફોટક બન્યું છે. સાથે જ બે દિવસ કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા હતા.રાજ્યમાં અનેક વિસ્તારોમાં પવન સારો થતા હવે ધીરે-ધીરે ધાબા પર લોકો ચઢી રહ્યા છે અને નાના સ્પીકરો પર ગીરો વગાડી પતંગોત્સવની મજા માણી રહ્યા છે. અમદાવાદમાં 17 કિ.મીની ઝડપે પવન ફૂંકાતો હોવાથી પવન ચગાવવો મુશ્કેલ બન્યો છે. બીજીતરફ ઉત્તરાયણના દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ઊંધિયા જલેબીના સ્ટોર લાગેલા જોવા મળ્યા છે. જોકે આ વખતે દર વર્ષની જેમ સ્ટોલો પર લોકોની કતાર જોવા ન મળી.
રાજકોટ, વડોદરા અને સુરતમાં પવનની ગતિ સારી
રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં અમદાવાદમાં પવનની ગતિ સૌથી વધુ છે. અમદાવાદમાં હાલમાં 17 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી અમદાવાદીઓને પતંગ ચગાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પવની સાથે ઠંડી હોવાથી ધાબા પર લોકો મજા કરી રહયાં છે. રાજકોટમાં હાલમાં 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાતો હોવાથી પતંગ રસિયાઓને મજા પડી ગઈ છે. શહેરમાં સાંજના સમય પવનનું ઝોર વધવાની પણ હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે આગાહી કરી છે. વડોદરામાં હાલમાં 15 કિ.મીની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. સામાન્ય પવન હોવાના કારણે સવારથી ધાબા પતંગરસીયાઓથી ઉભરાઇ ગયા હતા. રંગબેરંગી પતંગો,બલુનોથી આકાશ છવાઇ ગયું હતું. જ્યારે સુરતની વાત કરીએ તો આજે અગાશી ઉપર પણ માહોલ જામતો દેખાઈ રહ્યો છે. હાલમાં સુરતમાં 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરતીઓ પતંગ ચગાવવાની જબરદસ્ત મજા લઈ રહ્યાં છે.
અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સાહ
અમદાવાદમાં આજે સવારે લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે. પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે.2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું.
વડોદરામાં ઉત્તરાયણનો ઉત્સાહ
વડોદરામાં નાના બાળકોથી સૌકોઇના પ્રિય મકરસંક્રાંતના પર્વની સવારથી ધાબા પતંગરસીયાઓથી ઉભરાઇ ગયા હતા. રંગબેરંગી પતંગો, બલુનોથી આકાશ છવાઇ ગયું હતું. કેટલાક લોકો દ્વારા ડી.જે. સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નિતનવા ગીતો સાથે પર્વની ઉજવણી કરી હતી. આ વખતે દેવ પગલી અને જીગર રાઠોડના ચાદ વાલા મુખડા લેકે ચલોના બજાર મેં….. માટલા ઉપર મોટલુ ને મોટલામા પોણી…ઢગલો પ્રેમ કરીશ તોયે નહીં મલે રોણી…રોણી…તેમજ પુષ્પા ફિલ્મનું સુપર હિટ થયેલું સામી..સામી…તેમજ ગરબા સહિત ગીતોની ધૂમ રહી છે.
સુરતમાં ઉત્તરાયણનો ઉત્સાહ
સુરતીઓને ઉત્સવ પ્રેમી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે દરેક તહેવારને સુરતીઓ ખૂબ જ પોતાના અલગ અંદાજથી ઉજવતા હોય છે અને દરેક ક્ષણને માણી લેતા હોય છે. ઉતરાયણના પર્વની ઉજવણી પણ સુરતીઓએ જબરજસ્ત તૈયારી કરી છે અને તેના કારણે આજે અગાશી ઉપર પણ માહોલ જામતો દેખાઈ રહ્યો છે. નાના મોટા સૌ કોઈ આજે સવારે અગાસી ઉપર ચઢીને પતંગ ઉડાવવાનું શરુ કર્યું છે. સુરતીલાલા અગાસી ઉપર પતંગ ઉડાવવા જતા અને માહોલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના મોટા સૌ કોઈ પતંગ ચગાવવામાં મજબૂર છે અને કાય પો છે કાઈપો છે નો નાથ સંભળાઈ રહ્યો છે. આકાશમાં રંગબેરંગી પતંગોથી જાણે આખેઆખો આકાશ રંગીન થઈ ગયું છે.
રાજકોટમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે મિત્રો અને પરિવાર સાથે પતંગ ઉડાવી
રાજકોટ ખાતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી રહ્યા છે જેઓએ જણાવ્યું હતું કે આજના દિવસે બાળપણની એક યાદ આવે છે બાળપણમાં તેઓ ગામડામાં રહેતા અને બપોર સુધી પતંગ લૂંટતા અને સાંજે પતંગ ઉડાવતા હતા. રાજકોટમાં આજે લોકસાહિત્ય કાર દેવાયત ખવડે પણ મિત્રો અને પરિવાર સાથે પતંગ ઉડાવી આ પર્વની ઉજવણી કરી હતી. દેવાયત ખવડે જણાવ્યું હતું કે આજનો આ એવો દિવસ છે કે આજના આ દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂરિયાત રહેતી નથી. આજના દિવસે દાનપુન કરવું પણ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. ખાસ કોવિડ સંક્ર્મણ વધતા આવતા દિવસોમાં લોકો ગાઇડલાઇન નું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આ સાથે તેઓએ પોતાની બાળપણની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે , બાળપણ માં ગામડે રહેતા હતા , નળીયા વાળા મકાન હતા તો બપોર સુધી પતંગ લૂંટી સાંજના કોઈ બીજાની અગાસી પર જઈ પતંગ ચગાવવા જતા હતા.
મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથમંદિરે દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરના દર્શન કર્યાં
ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરતમંદ લોકોને દાનનું મહાત્મ્ય છે.આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિભાવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને ગૌ માતા પૂજન કરીને ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તાર માં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.
રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડીની આગાહી
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અને કાલે ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓને સવારના સમયમાં થોડી અગવડ પડી શકે છે. જોકે આજે પવનની ગતિ સારી રહેવાથી પતંગરસિયાઓની મજા બગડશે નહીં. આજે 11 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
લાઉડ-સ્પીકર પર પ્રતિબંધ, લોકોમાં ભારે રોષ
કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી વધી રહી છે. દરરોજ 11 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેને કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા પર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર-પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 3 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 4 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहले
Indoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 6 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 8 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 9 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 9 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 10 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 12 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 12 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 21 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 21 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 21 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 21 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहले
India NewsReligious and Scientific Significance of Shradh Paksha 26 दिन पहले
India Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 26 दिन पहले
Indoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 27 दिन पहले

