વડોદરામાં લવ-જેહાદ:યુવતીએ ચોધાર આંસુ સાથે કહ્યું, ‘નિકાહ બાદ સમીર કુરેશીએ મને ટોણો માર્યો કે દલિતની છોકરીઓ તો મુસલમાન બનવા માટે જ બનેલી છે’
તસવીર: આરોપી સમીર અબ્દુલ કુરેશી ઉર્ફે સેમ માર્ટિન.
- લવ-જેહાદનો ભોગ બનેલી યુવતીએ ચોધાર આંસુ સાથે ભાસ્કર સમક્ષ દર્દ વ્યક્ત કર્યું
- સમીરની માતા કહેતી હતી કે તું હવે મુસલમાન થઈ ચૂકી છે
- ઝૂંપડપટ્ટીમાં નિકાહનામું કરનાર સમીર મારા પિતા પાસે 40 લાખની ફોર્ચ્યુનર કાર માગતો હતો
- ગર્ભપાત વખતે ભાંડો ફૂટ્યો કે સેમ માર્ટિન નહીં, સમીર છે: પીડિતા
શહેરની યુવતીને તરસાલીના મુસ્લિમ યુવકે પોતે ખ્રિસ્તી હોવાનું કહીને પ્રેમજાળમાં ફસાવી હતી. શરૂઆતમાં મીઠી ભાષા બોલતો સેમ માર્ટિન અસલમાં સમીર કુરેશી હોવાનું જાણતાં યુવતી અને તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. અનેકવાર શારીરિક શોષણ કર્યા બાદ બળજબરીથી ધર્માંતરણ કરાવી નિકાહ પઢાવી લેનાર સમીર અને તેના પરિવારે યુવતીને તું હવે મુસ્લિમ બની ગઈ છે એમ કહી મંદિરે જવા પર અને કપાળમાં ચાંદલો લગાવવા સહિતની પાબંદીઓ લગાવી અત્યાચાર ગુજારવારનું શરૂ કર્યું હતું. લવ-જેહાદનો ભોગ બન્યા બાદ પાંચ મહિના સુધી અત્યાચાર અને છેતરપિંડી સહન કરનારી યુવતીએ આખરે ચોધાર આંસુ સાથે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
ભોગ બનનારી યુવતીએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં મારો સંપર્ક સોશિયલ મીડિયા મારફત સેમ માર્ટિન સાથે થયો હતો. તે પોતે ખ્રિસ્તી હોવાનું જણાવતાં મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો. સતત બે વર્ષ સંબંધ રહ્યો. તેણે જાણ બહાર મારા અંગત પળોના ફોટા પાડ્યા હતા અને એને વાઇરલ કરવાની ધમકી આપી મારી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. એને કારણે બે વાર એબોર્શન કરાવ્યું હતું. જે વખતે મારું એબોર્શન કરાવ્યું એ સમયે મને શંકા ગઈ હતી અને મને પહેલીવાર જાણ થઈ હતી કે તે સેમ માર્ટિન નહીં, પણ સમીર અબ્દુલ કુરેશી છે. મેં એ સમયે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મને અને મારા પરિવારને ગોરવા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં લઈ ગયા હતા. ત્યાં નિકાહનામું કરવામાં આવ્યું હતું. મને ત્યાં જબરદસ્તી સુહાના નામ આપવામાં આવ્યું હતું. જોકે નિકાહનામા બાદ તેઓ તેમના ઘરે ગયા હતા અને અમે પણ અમારા ઘરે ગયાં હતાં.
પીડિતાએ વધુમાં કહ્યું કે હું જ્યારે તેના ઘરે હતી એ વખતે સમીરે મને કહ્યું હતું કે હું મુસલમાન છું, તારે પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. તેની માતાએ પણ મને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. હું ઘરની બહાર જાઉં તો મને બુરખો પહેરવાનું કહેવામાં આવતું હતું. તદુપરાંત તેની માતા મને કહેતી હતી કે તું હવે મુસલમાન થઈ ચૂકી છે, તેથી ચાંદલો નહીં લગાવવાનો અને મંદિરે નહીં જવાનું. જો તું આ બધું કરીશ તો તને મારી નાખીશું. લગ્ન પહેલાં સમીર અમારા ઘરે આવતો જતો હતો, પરંતુ લગ્ન બાદ તે મને જાતિવિષયક અભદ્ર ભાષા બોલતો હતો. તેણે મને ટોણો માર્યો હતો કે તમારી દલિત જાતિની છોકરીઓ મુસલમાન બનવા માટે જ બનેલી છે. હદ તો ત્યાં થઈ કે મારાં માતા-પિતાને જાતિ અપમાનિત શબ્દો કહી તેમના ઘરમાં જ પ્રવેશ આપ્યો નહોતો. લગ્ન બાદ સમીરના પરિવારે બીજા સંબંધીઓ મારફત મારા પરિવાર પાસે રૂ. 40 લાખની ફોર્ચ્યુનરની માગણી કરી હતી. હું હિન્દુ છોકરીઓને એક વાત કહું છું કે તમે મુસ્લિમ છોકરાઓ પર કોઈ દિવસ વિશ્વાસ ન કરશો. તે છેલ્લે તેમના ધર્મ પર જ આવી જાય છે.
એડવોકેટ હિતેશ ગુપ્તાના જણાવ્યા મુજબ, આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ
| IPC | ડિસ્ક્રિપ્શન | સજાની જોગવાઈ |
| 498 ક | દહેજની માગ સાથે ત્રાસ | 3 વર્ષ |
| 376(2)(N) | વારંવાર દુષ્કર્મ | 10 વર્ષની આજીવન કેદ |
| 377 | સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | 10 વર્ષની આજીવન કેદ |
| 312 | ગર્ભપાત | 3 વર્ષ |
| 313 | સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત | આજીવન કેદ અથવા 10 વર્ષ |
| 504 | અપશબ્દોનો ઉચ્ચાર | 2 વર્ષ |
| 506(2) | જાનથી મારી નાખવાની ધમકી | 7 વર્ષ |
| 120(B) | ગુનાહિત કાવતરું | કેસની મુખ્ય કલમ જેટલી સજા |
| ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ કલમ 4 | બળજબરીપૂર્વક અથવા તો ખોટું પ્રલોભન આપી ધર્મપરિવર્તન કરાવવું | 10 વર્ષની સજા, 5 લાખ દંડ |
| એટ્રોસિટી એક્ટ 3(1)(w)(1)(2) | અનુ. જાતિ-જનજાતિનું હોવાનું જાણી શારીરિક શોષણ કરવાના ઇરાદે અડવું | ઓછામાં ઓછી 6 મહિના વધુમાં વધુ 5 વર્ષ |
| 3(2)(5) | અનુ. જાતિના હોવાનું જાણવા છતાં મિલકતના સંદર્ભે ગુનાને લાગતો ગુનો | આજીવન કેદ |
5 મહિના અમે કેવી યાતનાઓ ભોગવી છે એ અમે જ જાણીએ છીએ
પીડિતાનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે પહેલાં સમીર મીઠું મીઠું બોલતો હતો. ત્યાર બાદ મારા ઘરના લોકોને વારંવાર ધમકાવતો અને મારી જાતિ વિરુદ્ધ બોલી ગંદી ગાળો ભાંડતો હતો. પાંચ મહિનામાં અમે જે યાતનાઓ ભોગવી છે એ અમે જ જાણીએ છીએ. મારી છોકરી જે રીતે ફસાઈ એ રીતે બીજી હિન્દુ છોકરીઓ મુસ્લિમ છોકરાઓની માયાજાળમાં ના ફસાય એ ધ્યાન રાખજો. લગ્ન બાદ 20 દિવસ સુધી મારી પુત્રીને ગોંધી રાખી હતી.
હવે નવા કાયદાના અમલીકરણથી બહેન-દીકરીઓને રક્ષણ મળશે
નીરજ જૈન, પ્રાંત વિધિ પ્રમુખ, ગુજરાત હિન્દુ જાગરણ મંચે કહ્યું કે ગુજરાત સરકારે નવા કાયદાનું જલદીથી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, જેનાથી બહેન-દીકરીઓને રક્ષણ મળશે. ગુજરાતમાં કોઈની પણ દીકરી હોઈ તેની સાથે અન્યાય થયો હોય, ધર્મપરિવર્તન કરાવી છેતરપિંડી કરાઇ હોઈ તેને મદદ કરીને રક્ષણ આપીશું.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 2 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 3 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 4 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहले
Indoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 6 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 7 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 8 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 8 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 9 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 11 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 12 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 20 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 20 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 21 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 21 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहले
India NewsReligious and Scientific Significance of Shradh Paksha 25 दिन पहले
India Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 26 दिन पहले
Indoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 27 दिन पहले