રાજકોટમાં ‘ક્રાઇમ પેટ્રોલ’ જોઈ નાનો ભાઈ હત્યા કરવાનું શીખ્યો, ઉગ્ર બોલાચાલીમાં મોટાભાઇને માથામાં બેટ ફટકારી પતાવી દીધો
મૃતક મોટોભાઇ પરિણીત હતો.
- પોલીસે આરોપી નાનાભાઈની અટકાયત કરી, મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
- ક્લાસિક પોલિમસ નામની ચંપલની ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના બે સગા ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નાનાભાઇએ જ મોટાભાઈની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે હત્યારા નાનાભાઇને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા નાનાભાઇએ ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જોઇ હત્યા કરવાનું શીખી મોટાભાઇના માથાના ભાગે બેટ મારી પતાવી દીધો હોવાનું ખુલ્યું છે. બંને સગા ભાઇ ચંપલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા અને કામ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બંને ભાઇ મૂળ આગ્રાના વતની
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા GIDC પાછળ ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના રહેવાસી બે સગા ભાઇઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો. જેમા હત્યારા સાવન શ્રીનિવાસે તેના જ મોટાભાઇ પવન શ્રીનિવાસને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હતી. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાનાભાઈએ જ મોટાભાઈની હત્યા કરી હોવાનું માલુમ થતા પોલીસે હત્યારા સાવનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક પરિણીત અને આરોપી ભાઇ અપરિણીત
પોલીસના જણાવ્યા મુજબ મૃતક પવન અને સાવન બન્ને સગા ભાઈઓ છે. બંને મૂળ આગ્રાના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરે છે. બંને ભાઈઓમાં પવન મોટો ભાઈ છે જે પરિણીત છે અને સાવન નાનો ભાઈ છે જે અપરિણીત છે. બંને વચ્ચે બોલાચાલી થતા નાના ભાઈએ મોટાભાઈને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હત. હાલ હત્યારા સાવનને સકંજામાં લઇ તેની પૂછપરછ ચાલુ છે અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ક્રાઇમ પેટ્રોલ સિરીયલથી હત્યા કરવાનું શીખ્યો
ફરી એક વખત ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલમાંથી હત્યા કરવાનું શીખી ગુનો કર્યાની ઘટના રાજકોટમાં સામે આવી છે. આજે થયેલી હત્યાના બનાવમાં પણ આરોપીએ ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઈ તેમાંથી હત્યા કરવાની શીખ મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અગાઉ પણ રાજકોટના બેથી ત્રણ બનાવમાં આરોપી ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઈ તેમાંથી ગુનો કરવા શીખ મેળવી હોવાનું સામે આવ્યું હતું.
એક મહિના પહેલા ચારિત્ર્ય પર શંકા કરી પતિએ પત્નીની હત્યા કરી હતી
એક મહિના પહેલા મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.’ શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે દારૂના નશામાં કોઈ શખસ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે. પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યું. શૈલેષે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ તે પોલીસની સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર લઈ જઈ તેની પત્ની નેહા (ઉં.વ.22)નો મૃતદેહ પોલીસને બતાવ્યો હતો. બાદમાં પોલીસે શૈલેષની ધરપકડ કરી હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 3 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 3 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहले
Indoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 6 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 7 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 9 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 9 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 10 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहले
Indoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 12 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 12 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 21 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 21 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 21 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 21 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहले
India NewsReligious and Scientific Significance of Shradh Paksha 26 दिन पहले
India Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 26 दिन पहले
Indoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 27 दिन पहले