देश की बात, आपके शहर से
Indore27°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
इंदौर 6 बार पढ़ी गई

કાર્યવાહી શરૂ:જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌનશોષણ મામલે રાજ્યભરમાં ચકચાર મચાવનારી ઘટનામાં ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

હાલ આ મામલે વધુ તપાસ ચાલુ, હજી ત્રણ નામ ખૂલી શકે છે જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા યૌનશોષણ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા બે શખસોને ગઇરાત્રે ઝડપી લેવામાં આવ્યા હતા. હવે તેમને કોર્ટમાં રજૂ કરાશે.

Abhishek Raghuvanshi23 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • હાલ આ મામલે વધુ તપાસ ચાલુ, હજી ત્રણ નામ ખૂલી શકે છે

જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા યૌનશોષણ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા બે શખસોને ગઇરાત્રે ઝડપી લેવામાં આવ્યા હતા. હવે તેમને કોર્ટમાં રજૂ કરાશે.

આરોપીઓ દ્વારા યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી ફોટા પાડવામાં આવતા
યૌનશોષણ મામલે એચ.આર મેનેજર એલ.બી. પ્રજાપતિ અને અકબર અલી નામના શખસની ધરપકડ કરાઇ છે. ત્યાર બાદ યૌનશોષણમાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી ફોટા પાડવામાં આવતા હતા અને એ ફોટાઓના આધારે મહિલાઓને બ્લેકમેઇલ કરી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરાતી હતી.

તપાસમાં હજુ પણ બે-ત્રણ લોકોનાં નામ સામે આવી શકે છે
જ્યારે આગળની તપાસમાં હજુ પણ બે-ત્રણ લોકોનાં નામ સામે આવી શકે છે. મહિલાઓ શારીરિક સંબંધો બાંધવા રાજી ન થાય તો તેને નોકરી પરથી બરતરફ કરી ફોટાઓ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યાર બાદ આખરે યૌનશોષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને અટક કરવામાં આવી છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?
કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.

પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કમિટી નીમવામાં આવી હતી
સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા અટેન્ડન્ટના યૌનશોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે વાત કરી કડક તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટી દ્વારા મહિલા અટેન્ડન્ટનાં નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને મોકલી આપ્યો હતો.

પુરુષ તબીબ પણ મહિલાઓના સમર્થનમાં આવ્યા હતા
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા અટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર સામે કરેલા ગંભીર આક્ષાપો બાદ એક પુરુષ તબીબ પણ મહિલા અટેન્ડન્ટના સમર્થનમાં સામે આવ્યો હતો. પુરુષ તબીબ દ્વારા કોણ અને કેવી રીતે મહિલા અટેન્ડન્ટનું શોષણ કરતું હતું એનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. તબીબે પોતાનું નામ ગુપ્ત રહે તો સરકાર દ્વારા નિમાયેલી કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવા પણ તૈયાર બતાવી હતી.

રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી રિપોર્ટ માગ્યો હતો
સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા અટેન્ડન્ટના થયેલા શારીરિક શોષણ મામલે રાજ્ય મહિલા આયોગ દ્વારા ડીજીપીને પત્ર લખી સત્વર તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. આ મામલે કુલ કેટલી મહિલાઓ ભોગ બની છે એ અંગે પણ તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપવામા આવી હતી. તો અમદાવાદની ત્રણ મહિલા સંસ્થાઓના મહિલા આગેવાનોએ પણ પીડિત મહિલા અટેન્ડન્ટની મુલાકાત લીધી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

ફરિયાદમાં વિલંબ થતાં મહિલા પંચે આંદોલનની ચીમકી આપી હતી
મહિલા અટેન્ડન્ટને ન્યાય મળે એ માટે જામનગરમાં અગ્રણી મહિલાઓ દ્વારા મહિલા પંચની રચના કરવામાં આવી હતી. મહિલા પંચ દ્વારા જામનગર જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ મંગળવારે લાલ બંગલા સર્કલમાં ધરણાં પણ યોજવામા આવ્યાં હતાં.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
नवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजनIndoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 3 दिन पहले“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब..Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 3 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहलेइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किलIndoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहलेइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!”Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहलेबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूरIndoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 6 दिन पहलेबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोकIndoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 6 दिन पहले
कॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिलIndia Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 7 दिन पहलेमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादवIndoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 9 दिन पहलेकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाईIndoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 9 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहलेजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभIndoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 10 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 10 दिन पहलेइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्यIndoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 12 दिन पहलेखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद करायाIndoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 12 दिन पहले
सेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियानIndoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 21 दिन पहलेआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भरIndoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 21 दिन पहलेअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षणIndoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 21 दिन पहलेइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्नIndia Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 21 दिन पहलेइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ाIndoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहलेReligious and Scientific Significance of Shradh PakshaIndia NewsReligious and Scientific Significance of Shradh Paksha 26 दिन पहलेश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्वIndia Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 26 दिन पहलेसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पणIndoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 27 दिन पहले
↑