Gujrat
15મીથી નવી જંત્રી ફરજિયાત:મુદત નહીં વધે, જૂના દરે જંત્રી માટે રાજ્યભરની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ધસારો
પ્રતીકાત્મક તસ્વીર 15મી પહેલાં બાનાખત થઈ ગયું હશે અને સ્ટેમ્પ લેવાઈ ગયો હશે તો 4 મહિના સુધી નવો ભાવ લાગુ નહીં પડે રાજ્યમાં એક તરફ નવી જંત્રીનો અમલ હજુ પાછો લઇ જવા રજૂઆત થઇ રહી છે બીજી તરફ દર વધે તે પહેલાં દસ્તાવેજોની નોંધણી માટે સબરજિસ્ટ્રાર કચેરીઓમાં રીતસરની લાઇનો લાગી રહી છે ત્યારે સરકાર હવે મુદતમાં વધારો નહીં કરવા માટે મક્કમ છે.