देश की बात, आपके शहर से
TimeNewsGujrat
इंदौर 1 बार पढ़ी गई

ગુજરાતના ટીનએજર્સ-યુવાનો ભયંકર સ્થિતિ તરફ:છોકરીને ડ્રગ્સ ના મળે તો કાંડાની નસો કાપતી, ટીનએજર્સમાં 30થી 40% ડ્રગ્સનું પ્રમાણ વધ્યું

બાળકો પર માતા-પિતા વધુ વોચ રાખે છે અથવા તો ફ્રી કરી દે છે તો તે કયા કારણથી ડ્રગ્સ તરફ વળે છે ધીમે ધીમે મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં પણ આ દૂષણ વધવા લાગ્યું છેએકાદવાર ડ્રગ્સ ચાખવાનું શરૂ કરે તો બે-ત્રણવારમાં તો એડિક્શન થઈ જાય છે અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે.

Abhishek Raghuvanshi3 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ધીમે ધીમે મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં પણ આ દૂષણ વધવા લાગ્યું છે
  • એકાદવાર ડ્રગ્સ ચાખવાનું શરૂ કરે તો બે-ત્રણવારમાં તો એડિક્શન થઈ જાય છે

અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. આમ છતાં પોલીસ દ્વારા માત્ર નામની જ કાર્યવાહી કરવામાં આવતી હતી, પરંતુ ગત ઓક્ટોબરમાં મુંબઈમાં ક્રૂઝ પર થયેલી ડ્રગ્સ પાર્ટીમાં રેડ બાદ બોલિવૂડ બાદશાહ શાહરુખના દીકરા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાતમાં પણ ડ્રગ્સ મામલે પોલીસ અલર્ટ થઈ ગઈ છે. તાજેતરમાં ડ્રગ્સકાંડ મામલે બોપલના વંદિત પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હવે ડ્રગ્સ લઈ રહેલા માલેતુજાર પરિવારના નબીરાઓની પોલીસે યાદી પણ તૈયાર કરી લીધી છે.

ડ્રગ્સ આર્થિકની સાથે સાથે માનસિક રીતે પણ માણસને ખલાસ કરી દે છે, જેથી માતા-પિતા શહેરના ડ્રગ્સ એડિક્ટ સંતાનને ડ્રગ્સમાંથી ઉગારવા માટે જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી પાસે લઈ જાય છે. આ અંગે DivyaBhaskarએ પ્રશાંત ભીમાણી સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે ડ્રગ્સની જાળમાં ફસાયેલા પરિવારની વ્યથા સાથે કેટલાક કિસ્સાઓ પણ શેર કર્યા હતા.

तस्वीरों में खबर2 फोटो

દિવ્યભાસ્કરઃ શહેરમાં વધી રહેલા ડ્રગ્સના પ્રમાણ અંગે શું કહેશો

પ્રશાંત ભીમાણીઃ વાત સાચી છે, પ્રમાણ વધી રહ્યું છે. ટીનએજર્સ અને કોલેજીયનોમાં આ પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. પહેલા ડિપ્રેશન જેવી કોઈ ફરિયાદ સાથે આવે છે, પણ હિસ્ટ્રી પૂછીએ ત્યારે આવી કોઈ આદત સામે આવે છે.

પ્રશાંત ભીમાણીઃ જે બાળકો પર માતા-પિતા સતત ટોર્ચર, ઓવર પ્રોટેક્શન કે કચકચ કરતાં હોય એવાં બાળકો કંટાળીને ભાગે છે અથવા જે વધુપડતા લિબરલ બની જાય છે. બિલકુલ ધ્યાન આપતાં નથી. પેરન્ટિંગની આ સ્ટાઈલ યોગ્ય નથી. બાળકો સાથે સંવાદ હોવો જોઇએ. સંવાદ ન થાય અથવા તૂટે તો બાળક હૂંફ મેળવી શકતાં નથી. ઘણીવાર માતા-પિતા બાળક પર હિંસા કરે અથવા તો તેમના ઝગડા જુએ છે. આવા સંજોગો બાળક હિંસાને જ જુએ છે. આવાં બાળકો સંગત કે શોખથી એકાદવાર ડ્રગ્સ ચાખવાનું શરૂ કરે છે અને બે-ત્રણવારમાં તો એડિક્ટ થઈ જાય છે. કેમિકલયુક્ત ડ્રગ્સ ખૂબ સરળતાથી મળે છે અને જૂના ડ્રગ્સ કરતાં ઓછા પૈસામાં મળે છે.

જો માતા-પિતા પાસેથી પૈસા ના મળે તો બાળક ચોરી પણ કરતું થઈ જાય છે. માતા-પિતા બોન્ડિંગ જાળવી રાખે તો આ મુશ્કેલી ઘટી શકે છે. બાળકો પણ દેખાદેખીમાં કે તેમના સહઅધ્યાયીઓના પ્રેશરને કારણે અથવા તો માત્ર ચાખવા પૂરતું ડ્રગ્સ લે છે અને ચુંગાલમાં ફસાય જાય છે. ક્યારેક એવું પણ જોયું છે કે કેટલીક યુવતીઓ બ્લેકમેઈલિંગનો શિકાર બને છે અને આમાં ફસાતી હોય છે. બીજા નશાની ટેવ હોય તો તે આમાં વળી જાય છે. ખાસ અવેલિબિલિટી પણ મોટો પ્રશ્ન છે.

પ્રશાંત ભીમાણીઃ હાલ ધનાઢ્યોમાં આ પ્રમાણ ખૂબ ફેલાયેલું છે પણ ધીમે ધીમે મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં પણ આ દૂષણ વધવા લાગ્યું છે. ડ્રગ્સ મોંઘું હોવાથી પૈસાદાર લોકોને સરળતાથી પૈસા મળે છે, ક્યારેક માતા-પિતા ધ્યાન આપતાં નથી, એટલે તેમનાં સંતાનો આ નશા તરફ વળે છે.

એક સાવ સામાન્ય પરિવારના 22 વર્ષના છોકરા પાસે અચાનક જમીન વેચ્યાના પૈસા આવ્યા હતા, આ એટલા બધા કેશ પૈસા હતા કે તેને એવું થયું કે આ પૈસા ખૂબ છે, તેથી હું વાપરી શકું છું. તેના પિતા નહોતા. તે માતાને ગમે તેમ કહીને જતો રહેતો અને મિત્રો સાથે પાર્ટી કરતો. તેને ડ્રગ્સની એટલી બધી ટેવ પડી ગઈ હતી કે પછી તે કોઈની સાથે સંબંધ નહોતો રાખતો અને ગુસ્સો કરતો. તેનાં મમ્મી માત્ર ગુસ્સાની ટ્રીટમેન્ટ માટે અહીં લાવ્યાં હતાં.

બીજો કિસ્સો એવો છે કે એક છોકરીને ડ્રગ્સની એવી ટેવ પડી હતી કે જો તેને ડ્રગ્સ ન મળે તો તેનાં માતા-પિતા જ ડ્રગ્સ લાવી આપતા હતા. ડ્રગ્સ ના મળે તો તે નસ કાપી નાખીને આત્મહત્યાનો પ્રયાસ કરતી હતી. યુવાનો ભયંકર સ્થિતિ તરફ જઈ રહ્યા છે એ ચિંતાજનક છે.

દિવ્યભાસ્કરઃ એમ.ડી.ડ્રગ્સ સેક્સ્યૂઅલને કારણે લે છે, એવા કોઈ કેસ આવે છે?

પ્રશાંત ભીમાણીઃ આ એક મિથ છે, કારણ કે તેઓ એ સમયે વાસ્તવિકતાથી જ દૂર હોય છે. માનસિકતા બદલાયેલી હોય છે, જેમાં સામાજિક નિષેધો તૂટી જાય છે એટલે એમ લાગે છે કે તેઓ સારી રીતે સેક્સ એન્જોય કરી શકે છે, પણ એ એક ગેરમાન્યતા છે.

દિવ્યભાસ્કરઃ અત્યારે ડ્રગ્સ સંબંધિત ટીનેજરના કેસ કેટલા પ્રમાણમાં આવે છે?
પ્રશાંત ભીમાણીઃ હાલ 40થી 60 ટકા કેસ વધ્યા છે, આ મારી પાસે આવતા કેસની વાત છે. બાકીના અલગ અલગ ચિકિત્સકો પાસે અલગ અલગ કેસો આવતા હોય છે.

દિવ્યભાસ્કરઃ રેવ પાર્ટીમાં ગ્રુપ બનાવીને ડ્રગ્સ લેતા હોય છે એવો કોઈ કેસ આવ્યો છે?

પ્રશાંત ભીમાણીઃ મેં પહેલા વાત કરી છે, એ છોકરો આવી જ પાર્ટીઓ આપતો હતો અને એમાં અજાણી વ્યક્તિઓ પણ આવે છે. આ પાર્ટીમાં ડ્રિંક્સની સાથે ડ્રગ્સ સહિત બધું જ અવેલેબલ હોય છે. ટ્રીટમેન્ટ બાદ ઘણીવાર નામ પણ ખોટા આપતા હોય એટલે તેમની ઓળખાણ થઈ શકતી નથી.

દિવ્યભાસ્કરઃ ટીનેજર છોકરીઓને કેવી રીતે બ્લેકમેઈલ કરવામાં આવે છે અને હોટસ્પોટ છે કોઈ?

પ્રશાંત ભીમાણીઃ હોટસ્પોટનો ખ્યાલ નથી, પણ તેમને ઘરે જ ડિલિવરી મળી જતી હોય છે. આ યુવતીઓ શારીરિક શોષણનો પણ ભોગ બને છે. તેમને ડ્રગ્સની આદત પડી ગઈ હોય છે, પણ પૈસા હોતા નથી એટલે તે બાર્ટરિંગ સિસ્ટમથી ચાલે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
मुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पणIndoreमुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पण 1 दिन पहलेवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजितIndoreवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजित 1 दिन पहलेअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजितIndoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 2 दिन पहलेइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कारIndoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 2 दिन पहलेइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटरIndoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 2 दिन पहलेनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजनIndoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 6 दिन पहले“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब..Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 6 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 8 दिन पहले
मध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेशIndoreमध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेश 9 दिन पहलेभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्राIndoreभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्रा 9 दिन पहलेइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजितIndoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 10 दिन पहलेछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए  एक और बड़ा एक्शनIndoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 10 दिन पहलेकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेजBhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 10 दिन पहलेकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिलIndia Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 10 दिन पहलेमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादवIndoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 12 दिन पहलेकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाईIndoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 12 दिन पहले
26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथाIndia News26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथा 16 दिन पहलेविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौरIndoreविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौर 20 दिन पहलेविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आजIndoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 22 दिन पहलेगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रमIndoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 22 दिन पहलेड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाईIndoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 22 दिन पहलेसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियानIndoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 24 दिन पहलेआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भरIndoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 24 दिन पहलेअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षणIndoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 24 दिन पहले
↑