
મોરબીમાં નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા હતા. બીજા બનાવમાં ટીંબડી ગામે ટ્રાન્સપોર્ટની ઓફીસના પાર્કિંગમાં જુગાર રમતા 4 શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.
નાગડાવાસ ગામે જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા
બનાવની મળતી વિગત મુજબ મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે તેમને બાતમી મળી હતી કે, આરોપી ઘનશ્યામ રાણાભાઇ સનુરા નાગડાવાસ ગામે હાઇસ્કુલની બાજુમાં આવેલા તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારનો રમાડી રહ્યો છે. જેથી એલ.સી.બી. પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપીઓ ઘનશ્યામ સનુરા, સુંદરમ સાંતોલા, રૂપા ચાવડા, રાજ ખાંભરા, નારણ ડાંગર, રોહિત રાઠોડ, આનંદ ડાંગર, મયુર મિયાત્રા અને પ્રેમજી ચાવડા જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે રોકડા રૂપિયા 72,500ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટીંબડી ગામે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપ્યા
બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. તાલુકાના ટીંબડી ગામની સીમ, મોનીકા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાછળ પાર્કીંગની જગ્યામાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીઓ સતવિરસિંહ ગોદારા, સુનિલ ચૌધરી, વિરેન્દ્રસિંહ શેખાવત અને મુકેશ ચૌધરી જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેથી પોલીસે રોકડા રૂપિયા 10,100 સહિતના મુદામાલ સાથે ચારેયની ધરપકડ કરીને હતી.

