देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

હીરાસર એરપોર્ટની સાથે સાથે:રાજકોટમાં PM મોદી શહેરની સૌથી મોટી લાયબ્રેરી, રોજ 15 મિલિયન ગંદા પાણીનો નિકાલ કરનાર પ્લાન્ટ સહિત રૂ. 234 કરોડનાં કામોનું લોકાર્પણ કરશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હીરાસર એરપોર્ટ લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન રેસકોર્સ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે.

Abhishek Raghuvanshi26 जुलाई 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હીરાસર એરપોર્ટ લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન રેસકોર્સ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે. જેમાં PM મોદીનાં હસ્તે ફ્લાય ઓવરબ્રિજ સહિત શહેરની સૌથી મોટી લાયબ્રેરી અને સૌની યોજના-3ની પાઈપલાઈન સહિત મનપાનાં કુલ રૂ. 234 કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ માટે મનપા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

જાહેર સભામાં આ કામોનું લોકાર્પણ કરાશે
મનપા દ્વારા વોર્ડ નં.6નાં 1596.63 ચો.મી.માં શહેરની સૌથી મોટી લાયબ્રેરીનું રૂ. 8.39 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ કેકેવી ચોક ખાતે મલ્ટીલેવલ ફ્લાય ઓવરબ્રિજ રૂ. 129.53 કરોડના ખર્ચે તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેમજ કોઠારિયામાં રૂ. 24.72 કરોડ રૂપિયાનાં ખર્ચે 15 MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન ઉપરાંત રૈયાધાર ખાતે રૂ. 29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન સહિત ન્યારી ડેમથી રૂ. 41.71 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. આ તમામ મળી કુલ રૂ. 234 કરોડનાં વિકાસકામોનું પણ વડાપ્રધાન મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ લોકાર્પણ રેસકોર્સ ખાતેની જાહેરસભા દરમિયાન કરવામાં આવશે.

तस्वीरों में खबर3 फोटो

શહેરની સૌથી મોટી લાયબ્રેરીની સુવિધા
વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 6માં ગોવિંદબાગ પાસે 1596 ચોરસ મીટર વિશાળ જગ્યામાં 3 માળની લાયબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યુ છે. આ લાયબ્રેરીમાં UPSC, GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની સુવિધા ઉપલબ્ધ છે. આ લાયબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો જેવા કે સાહિત્ય ફિલોસોફી, ધર્મ, સામાજિક શાસ્ત્રો, વિવિધ ભાષાઓ, ટેક્નોલોજી, વિજ્ઞાન વગેરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો, દિવ્યાંગોના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો મળીને 33 હજાર જેટલા પુસ્તકો છે.

1900થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો
સાથે લાયબ્રેરીમાં ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા ઊભી કરાઈ છે. બાળકોની કલ્પનાશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય તે માટે વિવિધ બાળસાહિત્ય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાળકો માટે બોર્ડ, લર્નિંગ ગેમ્સ, વુડન તેમજ સોલ્યુશન વગેરે પઝલ, વિવિધ રમતો, મ્યુઝિકલ બેટરી ઓપરેટેડ રમકડાં વગેરે જેવા 1900થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો પણ અહીં છે.

લાયબ્રેરીમાં આ પણ સુવિધાઓ હશે
લાયબ્રેરીમાં મિનિ થિયેટર નિર્માણ પણ કરાયું છે. તો બાળફિલ્મ શો, ડોક્યુમેન્ટરી શો, વર્કશોપ, બુક રીવ્યૂ, બુક ટોક, ક્વિઝ કોમ્પિટિશન, સેમિનાર, કાઉન્સેલિંગ, કાવ્ય પઠન, ફિલ્મ રીવ્યૂ, પ્રસિદ્ધ ફિલ્મોના શો તેમજ વિવિધ સ્પર્ધાના આયોજન સાથે લોકોને મનોરંજનની સાથે-સાથે જ્ઞાન આ લાયબ્રેરીમાં પીરસવામાં આવશે. આ ઉપરાંત સરકારની અમૃત-1 યોજના અંતર્ગત રૂ. 20.74 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોનના, વોર્ડ નં.18 કોઠારિયા ખાતે, એનિમલ હોસ્ટેલની બાજુમાં 13,887 ચો.મી. જગ્યામાં 15 મીલીયન લીટર પ્રતિ દિન ટ્રીટમેન્ટ ક્ષમતા સાથે, સિક્વેંસિયલ બેચ રીએક્ટર ટેકનોલોજી ધરાવતો SCADA સંચાલિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા TSPS બનાવવામાં આવેલ છે.

પ્લાન્ટથી રોજ 15 મિલિયન ગંદા પાણીનો નિકાલ થશે
આ પ્લાન્ટથી વોર્ડ નં.18 અને વોર્ડ નં.12ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના 2 લાખ જેટલા લોકોની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થવાની સાથે આજી નદીમાં ભળતા 15 મિલિયન લીટર પ્રતિદિન ગંદા પાણીનું શુદ્ધિકરણ થશે. તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑