કાર્યવાહી:બુટલેગરને પાસાની ધમકી આપી 2 લાખનો તોડ કરનાર કોન્સ્ટેબલ ઝબ્બે
નાના વરાછા તુલસી હોટલ પાસેની ઘટનામાં 3 સામે ગુનો દાખલ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતા સમયે કોન્સ્ટેબલને જોતા ભાંડો ફૂટ્યો ઓનલાઇન સાડીના વેપાર સાથે દારૂની ખેપ મારતા બુટલેગરને નાના વરાછા પાસે 3 લોકોએ પોલીસ તરીકે ઓળખ આપી પાસા કરાવી દેવાની ધમકી આપી 2 લાખનો તોડ કર્યો હતો.

- નાના વરાછા તુલસી હોટલ પાસેની ઘટનામાં 3 સામે ગુનો દાખલ
- કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતા સમયે કોન્સ્ટેબલને જોતા ભાંડો ફૂટ્યો
ઓનલાઇન સાડીના વેપાર સાથે દારૂની ખેપ મારતા બુટલેગરને નાના વરાછા પાસે 3 લોકોએ પોલીસ તરીકે ઓળખ આપી પાસા કરાવી દેવાની ધમકી આપી 2 લાખનો તોડ કર્યો હતો. આ મામલે બુટલેગર કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરવા જતા તેણે ત્યાં તોડ કરનાર કોન્સ્ટેબલને જોતા ભાંડો ફૂટી ગયો હતો. જેમાં બુટલેગરે કાપોદ્રા પોલીસના કોન્સ્ટેબલના સહિત 3 સામે ગુનો નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી.
મુળ ભાવનગરના અને હાલ ઉત્રાણના રિવેરા એપાર્ટમેન્ટમાં રહેતા અજય સવાણી ઓનલાઇન સાડીનો વેપાર કરે છે. જેમાં અજયને વધારે કામ ન મળતા તે દારૂનો ધંધો કરવા લાગ્યો હતો. ગત તા. 23મીના રોજ બપોરે અજાણ્યાએ ફોન કરીને દારૂ મંગાવ્યો હતો. અજયે અજાણ્યાને નાના વરાછા ચોપાટી પાસે બોલાવ્યા હતા. ત્યાં અજય બોટલ આપવા ગયો હતો.
થોડીવારમાં બીજીવાર ફોન આવતા અજય નાના વરાછાની તુલસી હોટેલ પાસે બીજી બોટલ આપવા માટે ગયો હતો. અજય અજાણ્યાને દારૂ આપવા જઇ રહ્યો હતો ત્યારે ત્યાં એક યુવકે તેનો કોલર પકડીને શું છે તારી પાસે..? કહી ગાળો આપી હતી. તેણે અજયને કારમાં બેસાડીને ધમકાવ્યો હતો. અમારી પાસે બીજી 10 બોટલ છે તે તારા નામે કરીને તને પાસા કરાવી દઇશ કહીને 5 લાખ માંગ્યા હતા. 2 લાખમાં સમાધાન થતા અજયે મિત્રો તેમજ ઘરેથી દવાખાનાનું કહીને 2.02 લાખ મંગાવી ત્રણેય અજાણ્યાને આપ્યા હતા. રૂપિયા લઇ ત્રણેયએ અજયને છોડીને ભાગી ગયા હતા.
બે દિવસ પહેલા બુટલેગર અજય સવાણી ફરિયાદ આપવા માટે કાપોદ્રા પોલીસ મથકે ગયો હતો. ત્યાં 12 દિવસની રજા બાદ હાજર થયેલા ચિંતન રાજ્યગુરુને જોઇ ગયો હતો. અજયે જોરથી બુમ પાડી કે, ‘મારી સાથે રૂપિયાનો તોડ કરનાર આ વ્યક્તિ હતો ’તેની સાથે જ ત્યાં પોલીસના અન્ય માણસો પણ ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ કાપોદ્રા પોલીસે ચિંતન રાજ્યગુરુ તેમજ તેના બે મિત્રોની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले