
- હત્યાનો વીડિયો ગ્રીષ્માના કેસમાં મહત્વનો પુરાવો
સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. આ સાથે કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે, ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટમાં જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચે કોઈ પ્રેમ હોય તેવું જણાતું નથી.
વ્યક્તિ ખોટું બોલે પુરાવા નહીં
કોર્ટમાં આજે ફેનિલને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરી જણાવ્યું હતું કે, આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થયાં છે. કોર્ટ માટે પણ આ વીડિયો જોવો મુશ્કેલ નહતો. એટલો હચમચાવી નાખનાર હતો. છતાં ન્યાય માટે વારંવાર જોયો છે. વ્યક્તિ ખોટું બોલે પુરાવા નહીં. આરોપીની માનસિકતા ખુબ ક્રૂર દેખાતી હતી. બચાવ પક્ષે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધની વાત કરી પણ વીડિયોમાં જણાતી નથી.

માત્ર ફોટાથી પ્રેમ સબંધ જ હોય એ માની લેવાય નહીં
વીડિયો ઉતારનાર વ્યક્તિ ગ્રીષ્મા કે ફેનિલને ઓળખતો ન હતો. કુદરતની યોગ્ય ઇન્સાફ ઈચ્છતી હોય તેમ આ વીડિયો અનાયાસે ઉતારી લેવાયો છે. જે આ કેસમાં મહત્વનો પુરાવો બન્યો છે. બચાવપક્ષે ફેનિલને દાઝેલા પ્રેમી તરીકે રજૂ કરાયો. પ્રેમ સબંધના ફોટા કોર્ટે જોયા છે. માત્ર તેના થકી તેમની વચ્ચે પ્રેમ સબંધ જ હોય એ માની લેવાય નહીં.

મોબાઈલના ડેટા 3 દિવસ ચેક કરાયા
ફેનિલ અને ગ્રીષ્માના મોબાઈલના તમામ ડોક્યુમેન્ટમેન્ટ લેવામાં આવ્યા છે. ડેટા 3 દિવસ ચેક કરવામાં આવ્યા છે. ડિલિટ કરેલા ચેટ પણ ફરીથી સ્ટોર કરી ચેક કરવામાં આવ્યા છે. ફેનિલ તેને મળવા માંગતો હતો. ગ્રીષ્માને મળવાની ઈચ્છા ન હતી એ સ્પષ્ટ થાય છે. આતો કેવો પ્રેમ જે ક્રૂર રીતે હત્યા કરી નાંખે.

