હિતેશ મકવાણા ગાંધીનગરના નવા મેયર, શહેરના પાંચમાં મેયરની વરણી
વોર્ડ નંબર-8નાં કોર્પોરેટર હિતેશ મકવાણા નવા મેયર બન્યાં શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે.
- શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો
ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા ચાલુ છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે આજે શહેરના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો. જ્યારે વોર્ડ નંબર – 6 નાં કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી અને વોર્ડ – 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.
ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ
મેયરના નામની ચર્ચાઓનો અંત આવ્યો
ગાંધીનગર મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણી કુલ 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે બે બેઠક પર કોંગ્રેસે અને એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. કોર્પોરેશનની મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરતભાઈ શંકરભાઇ દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પુનમભાઈ મકવાણા રેસમાં હતાં. બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરૂષને તક અપાઇ છે. આજે સવારે મળેલી સામાન્ય સભામાં છેલ્લા 15 દિવસથી ચાલતી કે ‘મેયર પદનો તાજ કોને શીરે’ તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. સવારે ભાજપ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપ્યો હતો.
છેલ્લી ઘડીએ મળેલી પાર્લામેન્ટરી બેઠકમાં મેયરના નામ મુદ્દે ચર્ચા
મનપામાં મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગેની ચર્ચા બુધવારે મોડી સાંજે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંને બહાર હોવાને પગલે બુધવાર સવાર સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું કોઈ આયોજન થયું ન હતું. જોકે બપોર બાદ શોર્ટ નોટિસમાં મોડી સાંજે બેઠક બોલાવી દેવાઈ હતી. જેમાં મનપાના પદાધિકારીઓની નામની ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં થયેલા જૂથવાદના અનુભવોને જોતા આ વખતે ખભે-ખભા મિલાવીને કામ કરે તેવા પદાધિકારીઓ પર ભાર મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले

