देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

માતમ:રાત્રે એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું, મેલડી માતાનાં દર્શને જતી વખતે અકસ્માત થયો હતો

સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું હતું.

Abhishek Raghuvanshi21 अक्टूबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાયો

સંતરામપુરના ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં મંદિર દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા.એ દરમિયાન મહુધા પંથકના મંગળપુર પાટિયા પાસે અજાણ્યા ટ્રેલર ચાલકે ઇક્કો ગાડીને ટક્કર મારતાં એ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. મંગળવારે રાત્રે સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું હતું અને એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાઇ ગયો છે.

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં
અકસ્માતમાં ભોઇ સમાજના અને એક જ પરિવારના 3 યુવાનો મોત થતાં ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમનાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. આ કાળનો કેવો સંયોગ કહેવાય કે, મંગળવારના દિવસે મેલડી માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં 4 મૃતક યુવાનોની કારને મંગળપુર પાટિયા પાસે જ અકસ્માત સર્જાયો હતો. જ્યારે મોડી સાંજે મૃતક ચાર યુવકોના મૃતદેહ લવાતા વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. એક સાથે 4 યુવકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું. તથા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં.

तस्वीरों में खबर3 फोटो
એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાયો.મૃતદેહો ગામમાં લવાતાં પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા

એક મૃતક યુવાન પહેલી વખત દર્શન કરવા ગયો હતો
સંતરામપુરના રાજુભાઈ સનાભાઇ ભોઇ મંગળવારે મેલડી માતાના દર્શન જતાં હતા. ત્યાર છેલ્લા 6 મહિનાથી સુરેશભાઈ અંબાલાલ ભોઈ અને સંજયભાઈ દીપાભાઇ ભાઇ પણ દર મંગળવારે મેલડી માતાના દર્શન માટે મહિનામાં ચારથી પાંચ વાર દર્શન કરવા જતા હતા. ઇક્કો કારમાં રાજુભાઇ, સંજયભાઇ તથા સુરેશભાઇ મંગળવારે દર્શન કરવા જતાં હતા. તેમની સાથે પ્રથમવાર તેમનો મિત્ર સંજયભાઈ બારીયા ગયો હતો. આમ પ્રથમવાર ગયેલા સંજય બારીયા સહિત એક જ પરીવારના 3 ભોઇ સમાજના સભ્યોના અકસ્માતમાં મોતથી સંતરામપુરમાં માતમ છવાઇ ગયો હતો.

બે યુવાન સારવાર હેઠળ
અકસ્માતમાં કારચાલક અને અન્ય એક ઇજાગ્રસ્ત આકાશ અશોકભાઇ દેવડા નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલક જિતુભાઇ ભૂલાભાઇ ભોઈની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ
મૃતક સુરેશભાઈ અને સંજયભાઈ પર કુટુંબ પરિવારની જવાબદારી હતી. તથા રાજુભાઈ સનાભાઇ ભોઈ ઘરના મુખ્ય વ્યક્તિ તરીકે ઘણી જવાબદારી નિભાવતા હતા. હાલ, સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. ટ્રેલર ચાલક ફરાર છે. જેની શોધખોળ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 796 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 800 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 800 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 801 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 801 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 802 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 802 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 815 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 821 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहले
↑