ATSની તપાસમાં ઘટસ્ફોટ:સાંકરદામાં મીઠાઈ બનાવવાની ફેક્ટરીની આડમાં MD ડ્રગ્સ બનતું, ગોડાઉનમાંથી 12 હજાર લિટર રો-મટીરીયલ ઝડપાયું
ગોડાઉનમાંથી એસીટોન સહિત પાંચથી છ કેમિકલનો જથ્થો જપ્ત વડોદરા નજીક મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું MD ડ્રગ્સ કબજે કરવાના બનાવમાં ઝડપાયેલા આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે રાખી ATSએ સાંકરદા એસ્ટેટના ગોડાઉન પર છાપો માર્યો હતો અને ત્યાંથી MD ડ્રગ્સ બનવામાં વપરાતું 12 હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું.
- ગોડાઉનમાંથી એસીટોન સહિત પાંચથી છ કેમિકલનો જથ્થો જપ્ત
વડોદરા નજીક મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું MD ડ્રગ્સ કબજે કરવાના બનાવમાં ઝડપાયેલા આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે રાખી ATSએ સાંકરદા એસ્ટેટના ગોડાઉન પર છાપો માર્યો હતો અને ત્યાંથી MD ડ્રગ્સ બનવામાં વપરાતું 12 હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું. તપાસમાં સાંકરદાના આ ગોડાઉનમાં જ ડ્રગ્સને આખરી ઓપ અપાતો હોવાનું સપાટી પર આવતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. પિયુષ પટેલે પોતાના ગોરખધંધાને છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યા બાદ લોકોની આંખમાં ધૂળ નાખવા મીઠાઈ બનાવવાની આડ લીધી હતી અને પ્લેટો અને પાવડર પણ રાખી મૂકયા હતા.
ATSએ 60 બેરલ કેમિકલ જપ્ત કર્યું
ATSના સૂત્રો અનુસાર પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને લઈ ટીમ સાંકરદા ખાતે સ્વસ્તીક સીરામીક એસ્ટેટમાં પ્લોટ નં-13, શેડનં-2ના ગોડાઉનમાં દરોડો પાડી 200 લીટરના 60 બેરલમાં 12000 લીટર કેમિકલ જપ્ત કર્યું હતું. પિયુષે 2016માં વડોદરાના મનોજ જગદીશ પટેલ પાસેથી કેમિકલ પ્રોસેસ કરવાનું કહીને ગોડાઉન ભાડે રાખ્યું હતું. એસીટોન સહિત પાંચથી છ કેમિકલનો જથ્થો મળ્યો છે. જોકે, એકેયમાં ડ્રગ્સના અંશ નથી. પણ તેનાથી ડ્રગ્સ બનાવી શકાય અથવા પ્રોસેસમાં મદદ મળે તે ઇરાદે જથ્થો રખાયો હોવાનું અનુમાન છે.
આસપાસના લોકોને કંઇ ખબર નહોતી
તાજેતરમાં ATSએ વડોદરાના મોક્સીની કંપનીમાં દરોડો પાડીને 1125 કરોડનું 225 કિલો MD ડ્રગ્સ પકડ્યું હતું. જેમાં કંપની સંચાલક સહિત 6 આરોપીને 9 દિવસના રિમાન્ડ અપાયા હતા. તપાસમાં રો મટીરીયલ સાકરદા ખાતે GIDCના ગોડાઉનમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કરી હતી. ATS અને વડોદરા SOGએ ગઈકાલે સવારથી સાંકરદાના ગોડાઉનમાં દરોડા પાડતાં જાણવા મળ્યું હતું કે, આસપાસના લોકોને કોઈ જ ખબર ન હતી કે, ગોડાઉમમાં શું ચાલી રહ્યું હતું અને શું બની રહ્યું હતું.
FSLની ટીમે સેમ્પલ લીધા
ગુજરાત એટીએસની ટીમે વડોદરા SOGની ટીમની પણ મદદ લીધી હતી, જેથી વડોદરા SOG ટીમના સભ્યો પણ દરોડામાં જોડાયા હતા. વડોદરા SOG દ્વારા FSLની વ્યવસ્થા કરવામાં આવી હતી. FSLની ટીમે સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ બે દિવસમાં આવવાની સંભાવના છે.
એક હજાર લિટરથી વધુ કેમિકલ મળ્યું
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગોદામમાંથી જે જથ્થો મળી આવ્યો છે તેમાં એસીટોન કેમિકલનો જથ્થો એક હજાર લીટર કરતાં વધુ છે. લિક્વિડ ફોર્મમાં બનેલું MD ડ્રગ્સ સુકવવામાં આ કેમિકલનો ઉપયોગ થાય છે, જે પ્રક્રિયામાં અંદાજે બેથી ત્રણ કલાકનો સમય લાગે છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 2 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 2 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 4 दिन पहले
Indoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 4 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहले
Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 5 दिन पहले
Indoreबढ़ते इंदौर को पानी की चिंता से राहत देने की बड़ी तैयारी, 2055 तक के पानी की समस्या होगी दूर 5 दिन पहले
Indoreबिना सूचना फुटबॉल कोच को पद से हटाया, ₹51,100 बकाया वेतन मांगने पर स्कूल में प्रवेश पर लगाई रोक 5 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 6 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 8 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 8 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 8 दिन पहले
Indoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 9 दिन पहले
Indoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहले
Indoreइंदौर जिले के 74 ग्रामों में 30 करोड़ 19 लाख रुपये से होंगे विभिन्न विकास कार्य 11 दिन पहले
Indoreखाद्य सुरक्षा प्रशासन की बड़ी कार्रवाई: बिना वैध खाद्य पंजीयन गुलाब जामुन इंस्टेंट मिक्स का निर्माण पाए जाने पर अन्नपूर्णा इंडस्ट्रीज में निर्माण कार्य बंद कराया 11 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 20 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 20 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 20 दिन पहले
India Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 20 दिन पहले
Indoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 21 दिन पहले
India NewsReligious and Scientific Significance of Shradh Paksha 25 दिन पहले
India Newsश्राद्ध पक्ष का है धार्मिक व वैज्ञानिक महत्व 25 दिन पहले
Indoreसांवेर विधानसभा के वार्ड 35 और 36 को मिली विकास कार्यों की सौगात, मंत्री श्री सिलावट ने 19.50 करोड़ रुपये के कार्यों का किया भूमिपूजन-लोकार्पण 26 दिन पहले


