કોર્પોરેશનનું ટ્રાન્સપોર્ટેશન ખાડે ગયું:સતત BRTS અને સિટી બસ ખોટકાવવાને કારણે ટ્રાફિક જામ, અમરોલી બ્રિજ પર બસમાંથી ધુમાડો નીકળતા મુસાફરો નીચે ઉતરી ગયા
સુરત કોર્પોરેશન દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવે છે. પરંતુ આ વિભાગ સતત ભ્રષ્ટાચારની શંકા હેઠળ રહ્યું છે. વર્ષો જૂની ખટારા બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે.
સુરત કોર્પોરેશન દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવે છે. પરંતુ આ વિભાગ સતત ભ્રષ્ટાચારની શંકા હેઠળ રહ્યું છે. વર્ષો જૂની ખટારા બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે. દરરોજ અલગ અલગ બસો જુદા જુદા વિસ્તારમાં ખોટકાઈ જવાથી ટ્રાફિક ઊપર અસર થઈ રહી છે.
બસ બંધ થતા ટ્રાફિકની લાંબી કતારો
અમરોલી વિસ્તારમાં આજે સવારે બ્રિજ ઉપર જ બીઆરટીએસ બસ બંધ પડી હતી. બસ ઉભી રહેતાની સાથે જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. ગભરાયેલા મુસાફરો તાત્કાલિક અસરથી બસની બહાર નીખળવાનું શરૂ કરી દીધું હતું. બ્રિજ ઉપર બસ બંધ થતા ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. સદનસીબે બસમાંથી ધુમાડો નીકળ્યો હતો પરંતુ આગ લાગી ન હતી.
બસ દોડે ઓછીને બંધ વધારે થાય
સુરત કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવતી બસો ખખડધજ થઈ ગઈ છે. શહેરમાં દરરોજની અનેક બસો અલગ અલગ માર્ગો પર બંધ થતી દેખાય છે. અતિ વ્યસ્ત એવા રસ્તા ઉપર બસ ખોટકાઈ જવાને કારણે એક બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન વ્યવહારને ખૂબ અસર જોવા મળે છે. આ સમસ્યા રોજની થઈ ગઈ છે. ખાસ કરીને બ્રિજ ઉપર જ્યારે બસ બંધ થાય ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. પરંતુ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. ટ્રાફિક જામની આ સમસ્યાથી લોકોને રાહત ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન છે. સુરતમાં એવી સ્થિતિ છે કે, સિટી બસ અને બીઆરટીએસ બસ દોડે ઓછી અને બંધ વધારે થાય છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले