
- સ્મગલર્સની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી હતી, ફ્લાઇટ આવે ત્યારે ટોયલેટમાં સોનું સંતાડી બીજા દિવસે બહાર કાઢતા હતા
- 58માં દિવસે ચાર્જશીટ રજૂ કરાઈ, ડિફોલ્ટ બેઇલની રાહ જોઇ રહેલાં આરોપીઓને લપડાક
- સ્મગલર્સની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી હતી, ફ્લાઇટ આવે ત્યારે ટોયલેટમાં સોનું સંતાડી બીજા દિવસે બહાર કાઢતા હતા
એરપોર્ટ પર પકડાયેલાં રૂપિયા 25 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કસ્ટમ વિભાગ દ્વારા અત્રેની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં 11 આરોપીઓ સામે 3500 પાનાની દળદાર ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં તમામ અગિયાર આરોપીઓના રોલ શુ હતા તેની પર અધિકારીઓએ પ્રકાશ પાડયો હતો.
ખાસ કરીને પીએસઆઇ દવેની ભૂમિકા પર ચાર્જશીટમાં કહેવાયુ હતુ કે તેનો મહત્વનો રોલ હતો, અને ગોલ્ડ એરપોર્ટની બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પીએસાઇના એક્ટિવ રોલ વગર એ શક્ય જ નથી કે ગોલ્ડ બહાર નિકળે. આ કેસના સ્પેશિયલ સરકારી વકીલ ઇમરાન મલેકે કહ્યુ કે 11માંથી પાંચ આરોપીને સમન્સ અપાયા છે પરંતુ તે હાજર થયા નથી.
25 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં 11 આરોપી સામે કસ્ટમની 3500 પાનાની દળદાર ચાર્જશીટ
1. રીઝવાન લીંબાડા | મુખ્ય રોકાણકાર
સ્મગલિંગ પાછળ મુખ્ય રોકાણ રીઝવાન લીંબાડાનું છે. તે પેનવાલા સાથે રહીને 70 થી 75 ટકાના માર્જીને પ્રોફિટ કમાયો છે. તેની ભૂમિકા મુખ્ય રીતે ફાયનાન્સને લગતી હતી. કરોડો રૂપિયા કેસના આધારે ગોલ્ડ ખરીદવામાં આવતુ હતુ અ્ને બાદમાં દેશમાં લાવવામાં આવતું હતંુ.
2. સલમાન રફીક પેનવાલા | માસ્ટરમાઇન્ડ
સ્મગલિંગ માટે જેઓ સુરતથી દુબઇ આવનાર હોય તેઓની ટિકિટથી લઇને રહેવાની અને અન્ય વ્યવસ્થા આરોપી કરતો હતો. ચાર્જશીટમાં તેને માસ્ટરમાઇન્ડ ગણાવાયો છે. રીઝવાન લીંબાડા નામના અન્ય આરોપી સાથે મળીને તે બધી વ્યવસ્થા કમિશન પર કરતો હતો.
3. તૌસિક સિદ્દીક | સોનું ખરીદનાર
સોનુ ખરીદી તેને પેસ્ટમાં કન્વર્ડ કરવાનો તેનો રોલ હતો. દાણચોરીના સોનાના મુંબઇમાં ખરીદાર શોધવાનું કામ પણ તૌસિક કરતો હતો. 25 કરોડના ગોલ્ડના કેસમાં પીએસઆઇ દવેની ગોલ્ડ સોંપવાની જવાબદારી તૌસિકના માથે જ હતી.
4. ફરહાન પટેલ | ડિલિવરીની જવાબદારી
25 કરોડનું ગોલ્ડ ઉતર્યા બાદ તેની ડિલિવરી કરવાનું કામ આરોપીનું હતુ. તેણે ગોલ્ડ અન્ય પાસેથી લઇને નિર્ધારિત સ્થળે પહોંચાડવાનુ હતુ.
5. શબ્બીર હાટિયા | ડિલિવરીની જવાબદારી
આરોપી ઇસ્માઇલ શબ્બીર હાટિયાનું કામ ગોલ્ડને દેશમાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટ મારફત યોગ્ય ચેઇન દ્વારા જે તે સ્થળે લઇ જવાનુ હતુ.
6. મોહસીન શેખ | કેરિયરની ભૂમિકા હતી
આરોપીની મુખ્ય જવાબદારી જે કેરિયરની હતી, તેણે પોતાના ભાઇ, પત્ની અને અન્ય પેસેન્જરોના ડેટા સલમાનને આપ્યા હતા.
7. મોહમ્મદ સત્તાર | કેરિયરની ભૂમિકા હતી
5 જુલાઇ, 2023ના રોજ સલમાન પેનવાલા સાથે દુબઇથી સુરત આવ્યો હતો અને આ સમયે તેની પાસે ગોલ્ડ હતુ. જે સલમાને જ આપ્યુ હતુ.
8. ઉવેશ શેખ | કેરિયરની ભૂમિકા હતી
આરોપી પણ સ્મગલિંગ સિન્ડિકેટનો ભાગ રહ્યો છે અને શારજાહથી ગોલ્ડ લાવ્યો છે. સલમાને જ તેની ટિકિટ અને રહેવાની વ્યવસ્થા કરી હતી.
9. યાસીર શેખ | કેરિયરની ભૂમિકા હતી
શારજાહ ગોલ્ડ સ્મગલિંગ કરવાના ઇરાદે જ તે ગયો હતો આરોપી અને તેના પત્નીની ટિકિટો અને રહેવાની વ્યવસ્થા પણ સલમાને કરી હતી.
10. પરાગ દવે
આરોપી પીએસઆઇએ ગોલ્ડ સ્મગલિંગમાં એકિટવ રોલ નિભાવ્યો છે અને ગોલ્ડ એરપોર્ટની બહાર કાઢવામાં તેની ભૂમિકા મહત્વની રહી છે. ગોલ્ડ સ્મગલિંગ અંગે તેને જાણકારી હતી જ. પીએસઆઇના એક્ટિવ રોલ વગર શક્ય જ નથી કે ગોલ્ડ એરપોર્ટની બહાર જાય.એક સરકારી અધિકારી તરીકે તેની ફરજમાં શું આવે છે અ્ને કયા પ્રકારની ડયૂટૂ કરવાની છે કેટલું જવાબદારી વાળુ કામ છે તેની તેને જાણકારી હતી.
એરપોર્ટ પર જ સોનું સંતાડાતું હોવાનું ભાસ્કરે લખ્યું હતું
ગોલ્ડ સ્મગલિંગ વખતે દિવ્ય ભાસ્કરે જે રિપોર્ટ જાહેર કર્યો હતો. આરોપીઓ ગોલ્ડ એરપોર્ટ પરથી બીજા દિવસે બહાર કાઢતા હતા. ચાર્જશીટમાં કહેવાયુ હતુ કે જેમાં ફરહાન પટેલનો અ્ને શબ્બીર હાટિયાનો રોલ મહત્વનો હતો. ગોલ્ડ આવ્યા બાદ તેને બીજા દિવસે ફરહાન તેનો કબજો શબ્બીર હાટિયાને આપતો હતો. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ ફલાઇટ હોય ત્યારે સ્કેનિંગ થતુ હોય છે અ્ને બાદમાં બીજા દિવસે જ્યારે ફ્લાઇટ ન હોય ત્યારે સ્મગલરો તેને એરપોર્ટથી બહાર કાઢતા હતા.

