PMને જન્મ દિવસે એન્જિનિયરની અનોખી ભેટ:ડાયમંડ સિટીના આર્કિટેકે નરેન્દ્ર મોદીનું આકર્ષક પોર્ટ્રેટ બનાવ્યું, ત્રણ પ્રકારના 7200 ડાયમંડનો ઉપયોગ કર્યો
17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 73મો જન્મ દિવસ ઉજવાશે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દેશની શાખા વિશ્વમાં વધવાને કારણે અનેક લોકો પ્રધાનમંત્રીના ફેન્સ બન્યા છે.
17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 73મો જન્મ દિવસ ઉજવાશે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દેશની શાખા વિશ્વમાં વધવાને કારણે અનેક લોકો પ્રધાનમંત્રીના ફેન્સ બન્યા છે. ત્યારે સુરતમાં પ્રધાનમંત્રીના એક ચાહકે 7200 જેટલા હીરાથી તેમનું પોર્ટ્રેટ બનાવ્યું છે. આ પોર્ટ્રેટ તેઓ પ્રધાનમંત્રીને ભેટ આપવા ઈચ્છે છે.
આર્કિટેકની મોદીને વિશેષ ભેટ આપવાની ઈચ્છા
સુરતના વિપુલ જેપીવાલા વ્યવસાયે આર્કિટેક એન્જિનિયર છે, પરંતુ થોડા સમયથી તેમને કંઈક અલગ કરવાની ઉત્કંઠા મનમાં જાગી અને તેમણે અલગ પ્રકારના પોર્ટ્રેટ બનાવવાના શરૂ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઝરીમાંથી વિવિધ પ્રકારના પોર્ટ્રેટ તેમણે બનાવ્યા. આમ તો સુરતનો જરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત છે અને એ જરીથી તેમણે પ્રધાનમંત્રીના 9થી વધુ પોટ્રેટ તૈયાર કર્યા હતા. પ્રધાનમંત્રીના પોર્ટ્રેટ તૈયાર કરીને તેમને ભેટ આપવાની તેમની ઈચ્છા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસમાં જન્મદિવસ આવે છે. 17મી સપ્ટેમ્બરે દેશમાં અને વિશ્વમાં વસતા ભારતીય દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીની જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરતના આ કલાકારને પણ કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ હતી.
ત્રણ પ્રકારના 7200 ડાયમંડનો ઉપયોગ
આમ તો સુરત વિશ્વમાં ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત બન્યું છે. ત્યારે વિપુલભાઈને પણ ડાયમંડથી પ્રધાનમંત્રીની પોર્ટ્રેટ તૈયાર કરવાની ઈચ્છા થઈ હતી. વિપુલ જેપી વાલા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પોર્ટ્રેટ બનાવતા આશરે સાડા ત્રણ મહિનાનો સમય થયો. આને બનાવવા માટે વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળ માટે સફેદ કલર, ચહેરા માટે સ્કીન કલર અને સૂટ માટે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી
આ ડાયમંડને ચોટાડવા માટે ખાસ પ્રકારના ગમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયમંડ લાંબો સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેથી આ પોર્ટ્રેટમાં 7200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિપુલ જેપીવાલા દ્વારા બનાવવામાં આવેલા આ પોર્ટ્રેટને તેઓ જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ કરવા ઈચ્છી રહ્યા છે. જો તેઓ જાતે ન પહોંચી શકે તો આ પોર્ટ્રેટ તેમને પહોંચાડવાની ઈચ્છા છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले



