લોકોએ બરાબરનો લમધાર્યો:સુરતમાં ખટોદરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચર લોકોના હાથે ઝડપાતા માર માર્યો, ગુસ્સામાં લોકોએ બાઈક સળગાવી નાખી
શહેરમાં મોબાઇલ સ્નેચરો બેફામ રીતે મોબાઈલ ઝુંટવી ભાગી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ સ્નેચરો સક્રિય છે. જેને લઈને લોકોમાં રોષ વધી રહ્યો છે.
શહેરમાં મોબાઇલ સ્નેચરો બેફામ રીતે મોબાઈલ ઝુંટવી ભાગી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ સ્નેચરો સક્રિય છે. જેને લઈને લોકોમાં રોષ વધી રહ્યો છે. ખટોદરા વિસ્તારમાં લોકોના હાથે મોબાઈલ સ્નેચર ચડી જતા માર માર્યો હતો. બાદમાં લોકોએ તેની બાઈક સળગાવી નાખી હતી.
એક સ્નેચર ભાગવામાં સફળ રહ્યો
ખટોદરામાં બાઈક પર બે મોબાઈલ સ્નેચર આવીને હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક સ્નેચર ગાડી પરથી નીચે પડી જતા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને બરાબરનો માર માર્યો હતો. એક ગાડી પરથી પડતાની સાથે જ નાસી જવામાં સફળ થયો હતો. બીજો છટકવામાં અસફળ રહેતા તેને લોકોએ ને માર માર્યો હતો. પરંતુ તેની ગાડી ત્યાં જ છોડી દેતા લોકોએ રોષમાં આવીને તેની બાઈક સળગાવી નાખી હતી.
પોલીસે સક્રિય થવાની જરૂર
સુરતમાં મોટાભાગે મોબાઈલ સ્નેચરો ઓવરસ્પીડમાં બાઈક ચલાવતા પણ જોવા મળતા હોય છે. કોઈ વ્યક્તિ હાથમાં મોબાઈલ લઈને ઊભા ઊભા ફોન પર વાત કરતા હોય અથવા તો ઘણી વખત ચાલુ ગાડીએ પણ ફોન પર વાત કરનારના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હોય છે. આવા કિસ્સાઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. મોબાઈલ લઈને ફિલ્મી ઢબે એટલી ઝડપથી ફરાર થઈ જાય છે કે, તેઓ કોઈના હાથમાં પણ આવતા નથી. પોલીસે આવા ઓવર સ્પીડથી ગાડી હંકારનારા ઉપર પણ નજર રાખવી જોઈએ અને યુવકોને ઊભા રાખીને સતત પૂછરછ પણ કરતા રહેવાની જરૂર છે. તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले