
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે ગ્રીન ફિલ્ડ (કોઈ પણ અવરોધ વગર)માં પિલર અને વાયડક્ટની કામગીરી શરૂ કર્યા બાદ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ કામગીરી શરૂ કરી છે.
વટવા સ્ટેશન નજીક પિલર તૈયાર થઈ જતાં પહેલી વાયડક્ટ લોન્ચ કરાઈ
અમદાવાદમાં સાબરમતીથી વટવા સુધીના 18 કિલોમીટરના રૂટ પર સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે પિલર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે પિલર પર વાયડક્ટ લગાવવા માટે વટવાના કાસ્ટિંગ યાર્ડમાં વાયડક્ટ તૈયાર કરાઈ રહી છે. પિલર તૈયાર થતા તેની પર વાયડક્ટ લોન્ચ કરી દેવામાં આવશે. વટવા સ્ટેશન નજીક પિલર તૈયાર થઈ જતાં પહેલી વાયડક્ટ લોન્ચ કરાઈ હતી.
