देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

શાળાઓમાં RO પ્લાન્ટ કૌભાંડ:86 શાળામાં આરઓ પ્લાન્ટ ફિટ કર્યા વગર જ રૂ. 86 લાખનું ચુકવણું

ગોધરા તાલુકાની શાળાઓ માં આરો મશીન ફિટ કર્યા વગર ના ધૂળ ખાય છે.બાળકોને ટાકી નું પાણી પીવા મજબૂર બન્યા.

Abhishek Raghuvanshi17 मार्च 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગોધરા તાલુકાનું કૌભાંડ; 6 કર્મચારીઓ સામે તપાસનો આદેશ
  • આર.ઓની ખરીદીમાં ગેરરિતી જણાતા તપાસ કમિટી બનાવવામાં આવી હતી

ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રુપિયાના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. જે આરો મશીનના કામોમાં ગેરરીતીની આંશકા થતાં નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા તાલુકાની શાળાઓમાં આરો મશીનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ ટીમે ગોધરા તાલુકાની ગોલ્લાવ, ઓરવાડા, બગીડોળ, મહેલોલ, ગદુકપુર, ધાણીત્રા, વેલવડ સહિતની શાળાઓમાં આરો મશીનની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું
શાળાઓમાં તપાસ દરમ્યાન આરો પ્લાન્ટ મશીન અને ટાંકી ફીટ કર્યા વગર શાળામાં કોન્ટ્રાકટર મુકી જતા રહ્યા હતા. તેમજ કેટલીક શાળાઓમાં આચાર્યો દ્વારા બાળકોને શુધ્ધ પાણી મળે તેથી જાતે ફીટ કર્યા હતા. ખાનગી કોન્ટ્રાકટર દ્વારા શાળામાં આર ઓ પ્લાન્ટ, પાણીની ટાંકી, સીસી સ્ટેન્ડ તેમન તકતી મળીને એક લાખ રૂપીયા લેખે 86 શાળાના 86 લાખ રૂપિયાના આરો મશીનનું કામ પૂર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા હતા. તપાસમાં આરો મશીનની ખરીદી કરતી ખરીદી કમીટીનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

तस्वीरों में खबर3 फोटो
ગોધરા તાલુકાની શાળાઓ માં આરો મશીન ફિટ કર્યા વગર ના ધૂળ  ખાય છે.બાળકોને ટાકી નું પાણી પીવા મજબૂર બન્યા. - Divya Bhaskar

આરો પ્લાન્ટ મશીનનું કામ પૂર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા ​​​​​​​
જેથી કમીટીના અધ્યક્ષ તત્કાલીન ગોધરા તાલુકા વિકાસ અધીકારી તથા આંતરીક કમીટીના સભ્યો આંતરીક અન્વેષણ અધીકારી જિલ્લા પંચાયત, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેશ તાલુકા પંચાયત, નાયબ હિસાબધિશ અધિકારી તા.પે, તાલુકા પંચાયત અધીકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મળીને 6 અધીકારીઓની ટીમ એકબીજાની મિલીભગત તથા મેળાપીપણાથી સરકારના નાણાકીય હેતુને નુકસાન કરીને ખાનગી એજન્સીને ફાયદો કરાવ્યા હોવાનું તપાસથી ફલિત થયા છે.

શાળાઓમાં આરો મશીનની તપાસ હાથ ધરવામાં આવી
તત્કાલિન ટીડીઓ તેઓને સોપેલ કાર્યોથી વિપરીત જઇને ખરીદી પ્રક્રીયા કરવામાં આવી હોવાનું પ્રથામીક તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે કસુરવાર તત્કાલીન ગોધરા TDO સહિતનાં જવાબદારો સામે ખાતાકીય કાર્યવાહી અને ચુકવણી કરવામાં આવેલ રકમની રિકવરી કરવામાં આવશે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું.

મશીન ફિટ કર્યા વગર જતા રહ્યા હતા
અમારી શાળામાં 6 માસ પહેલા એજન્સી દ્વારા આરો મશીન, પાણીનો ટાંકી લઇને આવ્યા હતા. અમને આરો મશીનની મોટર ચાલુ કરીને બતાવ્યા બાદ એજન્સીના માણસો મશીન ફીટ કર્યા વગર જતા રહ્યા હતા. હાલમાં પણ શાળામાં આરો મશીન ફીટ થયા વગરના પડી રહ્યા છે. શાળાના બાળકોને આરોના શુધ્ધ પાણીથી વંચીત રહ્યા છે: – ભાવેશ પટેલ, આચાર્ય વાવડી બુઝર્ગ પ્રા. શાળા

ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યા
ગોધરા તાલુકાની 86 શાળાઓને આપેલા આરો મશીનની તપાસ કરતાં તાલુકાની શાળાઓમાં આરો મશીન ફીટ કર્યા વગરના અને હલકી ગુણવતાં ના હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું. તત્કાલીન ગોધરા તાલુકાના ટીડીઓ સહીત 6 જવાબદાર કર્મચારીઓએ મીલીભગત કરીને ખાનગી એજન્સીને ફાયદો પહોચાડવા બાળકોના સ્વાસ્થ સાથે ચેડાં કર્યા છે. જવાબદાર અધીકારીોઓએ ગંભીર નાણાંકીય ગેરરીતી બાબતે જવાબદાર ઠેરવીને તેઓની સામે ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે: – એચ.ટી.મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધીકારી

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑