देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 15 बार पढ़ी गई

દગાખોર મિત્રએ ખેલ્યો ખૂની ખેલ:બહેનને હેરાન કરતા મિત્રને સમજાવવા બોલાવ્યો તો તેણે ચપ્પુના ઘા ઝીંકી ભાઇની હત્યા કરી નાંખી

બચાવવા પડેલા યુવકના બનેવી અને મિત્ર પર પણ હુમલો કરી દેવાતા બંનેને લોહીલુહાણ હાલતમાં ખસેડાયા ચલથાણ ગામે દોસ્તીની આડમાં મિત્રની બહેનને પામવાનો કારસો ખુલ્લો પડ્યો તો દગાખોરે ખેલ્યો ખૂની ખેલ ચલથાણના યુવકની પરણિત બહેનને તેનો જ પરણિત મિત્ર હેરાન કરતો હોય, જેથી યુવાને પોતાના મિત્રએ ફોન કરીને સમજાવટ માટે બોલાવ્યો હતો.

Abhishek Raghuvanshi17 मार्च 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • બચાવવા પડેલા યુવકના બનેવી અને મિત્ર પર પણ હુમલો કરી દેવાતા બંનેને લોહીલુહાણ હાલતમાં ખસેડાયા
  • ચલથાણ ગામે દોસ્તીની આડમાં મિત્રની બહેનને પામવાનો કારસો ખુલ્લો પડ્યો તો દગાખોરે ખેલ્યો ખૂની ખેલ

ચલથાણના યુવકની પરણિત બહેનને તેનો જ પરણિત મિત્ર હેરાન કરતો હોય, જેથી યુવાને પોતાના મિત્રએ ફોન કરીને સમજાવટ માટે બોલાવ્યો હતો. જેથી મિત્ર આવીને યુવાન સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો, નજીક રહેતા મિત્રના 4 સબંધીઓ આવી, એકબીજાની મદદગારી કરીને, મિત્રએ જ યુવાનને છાતીના ભાગે બે ચપ્પુના જીવલેણ ઘા મારી લોહીલુહાણ કરી હત્યા કરી હતી. જ્યારે યુવકને ઝગડામાં છોડાવવા આવેલા અન્ય બે યુવકને પણ ઇજા કરી, બાદમાં 5 જણા ભાગી ગયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાત્રે બનેલી ખૂની હુમલાની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. મિત્રને સમજાવવામાં યુવકે જીવ ખોવો પડ્યો છે.

મિત્રએ જ યુવાનને બે ચપ્પુના ઘા મારી હત્યા કરી
મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના ચલથાણ ગામે જલારામ નગરમાં દિપકભાઈની રૂમમાં રહેતા જગદીશ ધર્માભાઈ રાઠોડ (21) પોતાના પરિવારમાં પિતા ધર્માંભાઈ આંનદા રાઠોડ તેમજ માતા સંધ્યા તેમજ નાનો ભાઈ કૃષ્ણ અને ત્રણ બહેન જ્યોતિ, રવીના, અને ડાલી સાથે રહેતો હતો. કડોદરામાં આવેલ અનુસંતોષ મિલમાં ઝાડુ પોતુ મારીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જગદીશની મોટી બહેન જ્યોતિના લગ્ન બાદ સાસરીએથી આવી તેના બાળકો સાથે પિયરમાં જ રહેતી હતી.

तस्वीरों में खबर3 फोटो
જગદીશ

તું મારો મિત્ર રહ્યો હોવા છતાં મિત્રતામાં ગદ્દારી કરી
છેલ્લા કેટલાક દિવસોથી જ્યોતિને જગદીશનો મિત્ર કિરણ જાદવ હેરાન કરતો હતો, જે વાત ભાઈને જણાવી હતી. જેથી 15મી માર્ચના રોજ મોડી રાતે 10:30 વાગ્યાના સમયે જગદીશ રાઠોડે, તાંતીથૈયા ગોકુલધામ સોસાયટીમાં રહેતા તેના મિત્ર કિરણ જાધવને ફોન કરી કહ્યું હતુ કે “તું મારો મિત્ર રહ્યો હોવા છતાં મિત્રતામાં ગદ્દારી કરી, મારી બેન જ્યોતિને કેમ હેરાન કરે છે, તું અહીં આવ સમજાવટથી વાત કરી લઈશુ ” તેમ કહી કિરણને ચલથાણ જલારામ નગરમાં પોતાના ઘર નજીક સમજાવટ માટે બોલાવ્યો હતો.

ઝગડામાં છોડાવવા આવેલા અન્ય બે યુવકને ઇજા
થોડીવારમાં જ મોટરસાઇકલ લઈ કિરણ અને તેનો મિત્ર બળવંત સાથે આવ્યા હતા. કિરણ જાધવ સીધો મોટરસાઇકલ લઈ જગદીશના ઘર નજીક આવ્યો અને જોર જોરથી અને જોર જોરથી નાલાયક ગાળો આપી, જગદીશ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જગદીશના ઘર નજીક જ રહેતા કિરણ જાધવના કાકા અમોલ ઉખાભાઈ જાધવ તેમજ કિરણના પિતા રમેશ જાધવ તેમજ કિરણનો સાળો મુકેશ રાઠોડ અને કિરણના સસરા જગનનાથ ઉર્ફે જગદીશ ઘનસિંગ રાઠોડ ઝગડાનો અવાજ સાંભળી દોડી આવી હતા, અને તમામ એક સંપ થઈ જગદીશને ઢીકમુક્કાનો માર માર્યો હતો.

તમામ 5 ઈસમો જગદીશને મારતા રહ્યા
ઝગડામાં જગદીશને છોડાવવા આવેલા તેના બનેવી ગોપીચંદ ચૌહાણને મુકેશ રાઠોડ અને એના પિતા જગન્નાથએ પકડી રાખ્યો હતો, જ્યારે કિરણ જાધવે તેની પાસે રહેલો ચપ્પુનો ઘા મારવા જતા, ગોપીચંદને ડાબા હાથે વાગ્યો હતો અને ગોપીચંદ જમીન પડ્યો હતો. બીજી તરફ કિરણના કાકા અમોલ જાધવ અને પિતા રમેશ જાધવ બંને મળીને જગદીશ રાઠોડના બન્ને હાથ પકડી રાખતા, કિરણે ઉશ્કેરાય આવીને જગદીશના છાંતીના ભાગે ઉપરાછાપરી બે જીવલેણ ઘા ઝીંકી દીધા દેતા, લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. ત્યાં તમામ 5 ઈસમો જગદીશને મારતા રહ્યા હતા.

ઉપરાછાપરી બે જીવલેણ ઘા ઝીંકી દીધા
જે જોઈ નજીક ઉભેલો જગદીશનો મિત્ર જીતેન્દ્ર રાજપૂત છોડાવવા જતાં કિરણે તેને પણ પીઠના ભાગે તેમજ હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ઝગડામાં બુમાબુમ થઈ જતા જગદીશની માતા પિતા અને ત્રણેય બહેનો દોડી આવતા પાંચેય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જ્યારે લોહીલુહાણ હાલતમાં જગદીશ તેમજ તેના બનેવી ગોપીચંદ અમે તેના મિત્ર જીતેન્દ્રને રિક્ષામાં નાખી સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જગદીશ ધર્મા રાઠોડને મૃત જાહેર કર્યો હતો.

કડોદરા પોલીસને જાણ થતા કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો
જ્યારે જીતેન્દ્ર રાજપૂતને પીઠના ભાગે અને હાથના ભાગે 30 થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. અને ગોપીચંદને પણ ડાબા હાથે ટાંકા લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કડોદરા પોલીસને જાણ થતા કાફલો હોસ્પિટલમાં દોડી આવી ગોપીચંદ પાસે પોલીસ ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુરુવારના રોજ મુખ્ય આરોપી કિરણ જાધવના સસરા જગન્નાથ જાધવ અને સાળો મુકેશ જાધવની ધડપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 3 ભાગી ગયા હતા.

હત્યારો કિરણ અગાઉ સગા ભાઈને મારવા પણ ચપ્પુ લઈ દોડ્યો હતો
કિરણ જાધવ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જે પોતાની પાસે ચપ્પુ રાખતો હતો. અગાઉ કિરણે તેના સગા ભાઈ અવિનાશ પર પ્રેમ પ્રકરણને લઈ ઝગડો કર્યો હતો, અને સગા ભાઈ અવિનાશ પાછળ ચપ્પુ લઈને મારવા દોડ્યો હતો. જોકે આસપાસના લોકોએ છોડાવતા અવિનાશ બચ્યો હતો. કિરણ પહેલાથી જ જનુની સ્વભાવ ધરાવતો હતો.

અમે કરગરતા રહ્યા પણ તે ન અટક્યા

ઝગડાનો અવાજ સાંભળી, હું અને મારા પતિ અને મારી ત્રણેય દીકરી ઘરની બહાર દોડી આવ્યા હતા. મારો દીકરો જગદીશ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. છતાં પણ આ લોકો તેને લાત મારતા રહ્યા હતા. હું તેમને હાથ જોડી છોડાવવા માટે વિનંતી કરતી હતી, છતાં સંભાળતા ન હતા, આખર આસપાસના લોકો દોડી આવતા, તમામ ભાગી છૂટ્યા હતા. સંધ્યા ધર્માભાઈ રાઠોડ, મૃતક જગદીશની માતા

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑