નવી ફ્લાઈટ શરૂ થશે:સમર શિડ્યુલમાં ગોવા, હૈદરાબાદ સહિત 16 નવી ફ્લાઈટ શરૂ થશે, ફ્લાઈટની સંખ્યા વધીને 300ને પાર કરી જશે
પેસેન્જર ટ્રાફિક 40 હજાર થવા અંદાજ, અમદાવાદ-ભુજ વચ્ચે ડેઈલી ફ્લાઈટ ભાવિન પટેલ માર્ચથી શરૂ થતાં ઉનાળુ વેકેશનમાં ટૂરિસ્ટોની સંખ્યા બમણી થવાનો અંદાજ હોવાથી સમર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી વિવિધ ડોમેસ્ટિક એરલાઇન 16 નવી ફલાઈટ ઓપેરટ કરશે.
- પેસેન્જર ટ્રાફિક 40 હજાર થવા અંદાજ, અમદાવાદ-ભુજ વચ્ચે ડેઈલી ફ્લાઈટ
ભાવિન પટેલ માર્ચથી શરૂ થતાં ઉનાળુ વેકેશનમાં ટૂરિસ્ટોની સંખ્યા બમણી થવાનો અંદાજ હોવાથી સમર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી વિવિધ ડોમેસ્ટિક એરલાઇન 16 નવી ફલાઈટ ઓપેરટ કરશે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર હાલમાં પ્રતિદિન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી ફ્લાઈટની સંખ્યા 267થી વધીને 300ને પાર થઇ જશે. પ્રતિદિન પેસેન્જર ટ્રાફિક 40 હજારને વટાવી જશે. 12 ફેબ્રુઆરીએ એક દિવસમાં ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક 37,696ને પાર કરી ગયો હતો.
સમર શિડ્યુલમાં 1 માર્ચથી ગો ફર્સ્ટ ગોવા, અકાશા 15 માર્ચથી ગોવા, હૈદરાબાદ, તેમજ 26 માર્ચથી સ્પાઇસ જેટ બાગડોગરા રૂટ પર ફલાઇટો શરૂ કરશે. તમામ એરલાઇને બુકિંગ શરૂ કરી દીધું છે. સ્ટાર એર અમદાવાદ ભુજ ડેઇલી કરી દેવાશે હાલમાં વીકમાં મંગળવાર સિવાય તમામ દિવસો ઓપરેટ કરે છે. જ્યારે ગો ફર્સ્ટે 15 માર્ચથી ચેન્નઇની ફલાઇટની જાહેરાત કર્યા બાદ કોઇ કારણોસર વિડ્રો કરી છે.
આ રૂટ પર નવી ફ્લાઈટ શરૂ થશે
| તારીખ | સેક્ટર | સમય |
| અકાશા | ||
| 15 માર્ચ | અમદાવાદ -હૈદરાબાદ | 6.50 (ડેઇલી) |
| 15 માર્ચ | અમદાવાદ-હૈદરાબાદ | 8.35 (ફક્ત બુધવાર) |
| 16 માર્ચ | અમદાવાદ-ગોવા | 11.20 (બુધવાર સિવાય) |
| 16 માર્ચ | અમદાવાદ-ગોવા | 4.10 (ફક્ત બુધવારે) |
| 16 માર્ચ | અમદાવાદ-હૈદરાબાદ | 8.25 (બુધવાર સિવાય) |
| ગો ફર્સ્ટ | ||
| 15 માર્ચ | અમદાવાદ-ગોવા | 5.45 (ડેઇલી) |
| સ્પાઇસ જેટ | ||
| 26 માર્ચ | અમદાવાદ-બાગડોગરા | 10.00 (ડેઇલી) |
ગોવાનું વનવે ભાડું 6 હજાર થઈ શકે છે
ઉનાળામાં ટુરિસ્ટોની સંખ્યા બમણી થઈ શકે છે. મોટાભાગની ફલાઇટોમાં પેસેન્જર લોડ ફેક્ટર 80 ટકા રહેશે. ગોવા, બાગડોગરા સહિતના રૂટ પર એરલાઇન સામાન્ય દિવસો કરતા વધુ ભાડું વસૂલશે. અમદાવાદથી બાગડોગરાનું વન-વે ભાડું 10 હજાર અને ગોવાનું 6 હજારની આસપાસ રહેશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले