ધરપકડ:પોલિટેકનિક કમ્પાઉન્ડમાં દારૂનું કટિંગ પકડાયું, એકની ધરપકડ
રાણીપનો બુટલેગર રાજસ્થાનથી ગાડીમાં દારૂ લાવ્યો હતો પોલીસને જોઈને 7 આરોપી ભાગી ગયા, દારૂ-બીયરની 1400 બોટલ, બે કાર, રિક્ષા સહિત રૂ.13.43 લાખનો મુદ્દામાલ પકડાયો પોલિટેકનિક કમ્પાઉન્ડ વર્ગ 4 કર્મચારી ક્વાર્ટર્સ સામેની ખુલ્લી જગામાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ દરોડો પાડ્યો હતો.
- રાણીપનો બુટલેગર રાજસ્થાનથી ગાડીમાં દારૂ લાવ્યો હતો
- પોલીસને જોઈને 7 આરોપી ભાગી ગયા, દારૂ-બીયરની 1400 બોટલ, બે કાર, રિક્ષા સહિત રૂ.13.43 લાખનો મુદ્દામાલ પકડાયો
પોલિટેકનિક કમ્પાઉન્ડ વર્ગ 4 કર્મચારી ક્વાર્ટર્સ સામેની ખુલ્લી જગામાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ દરોડો પાડ્યો હતો. જોકે પોલીસને જોઈને ત્યાંથી 7 માણસો ભાગી ગયા હતા. જ્યારે સ્થળ પરથી એક બુટલેગર દારૂ-બીયરની 1400 બોટલ તેમજ 5 વાહન મળીને રૂ.13.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાણીપ રામજી મંદિરની બાજુમાં આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાવળ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને પોલિટેકનિક કમ્પાઉન્ડમાં આવ્યો હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચની ટીમને મળી હતી. જેના આધારે પોલીસ ત્યાં પહોંચતા પોલિટેકનિક કમ્પાઉન્ડ વર્ગ 4 કર્મચારી ક્વાર્ટર્સ સામેની ખુલ્લી જગ્યામાં 2થી 3 ગાડી, રિક્ષા સહિતના વાહનો પડ્યા હતા. જ્યારે આ વાહનો લઈને આવેલા માણસો જીતુની ગાડીમાંથી દારૂ-બીયરની બોટલો તેમના વાહનોમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. જેથી પોલીસ તેમને પકડવા દોડી હતી. જોકે પોલીસને જોઈને ત્યાંથી 7 માણસો વાહનો મૂકીને ભાગી ગયા હતા.
જ્યારે પોલીસે સ્થળ પરથી જીતેન્દ્ર રાવળને ઝડપી લીધો હતો. સ્થળ પરથી મળી આવેલા વાહનોની પોલીસે તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 1127 બોટલ (કિંમત રૂ.1.58 લાખ) તેમજ બીયરના 245 ટીન (કિંમત રૂ.24500), બે કાર અને એક રિક્ષા તેમજ બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 13.43 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે જીતેન્દ્રની પૂછપરછ કરતાં તે આ દારૂનો જથ્થો ઇનોવા ગાડીમાં રાજસ્થાનથી અમદાવાદ લઈને આવ્યો હતો. જ્યારે ભાગી ગયેલા માણસો દારૂની ડિલિવરી લેવા માટે આવ્યા હતા.
જે 7 આરોપીઓ ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા તેમાં વાદળસિંહ રામસિંહ વાઘેલા, ગુલાબસિંહ વાઘેલા, લક્ષ્મણરાવ દેવાસી, આનંદપાલસિંહ દેવડા, ચેતન માળી, બબલૂ ક્રિશ્ચિયન તેમજ એક રિક્ષા ચાલકનો સમાવેશ થાય છે.રાજસ્થાનથી આ દારૂનો જથ્થો ભરેલી કાર પાયલોટિંગ સાથે અમદાવાદ લાવવામાં આવી હતી. જેથી રસ્તામાં ક્યાં પોલીસની નાકાબંધી નડી ન હતી. જ્યારે આ દારૂનો જથ્થો અમદાવાદના કયા કયા બુટલેગરે મગાવ્યો હતો તે દિશામાં ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.જ્યારે બીજી બાજુ આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલનારા બુટલેગરોના નામ પણ જિતેન્દ્રએ પોલીસને જણાવ્યા હોવાથી પોલીસે તેમની પણ તપાસ શરૂ કરી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले