
- રસ્તે જતા રાહદારીના મોઢા પર સ્પ્રે મારી મોબાઈલ ઝૂંટવી ભાગી જતા હતા
પલસાણા પોલીસ મથક વિસ્તારમાં મોડી સાંજે નોકરી પરથી છૂટી ઘરે જતા રાહદારીને મોઢે સ્પ્રે મારી મોબાઇલની લૂંટ ચલાવતી ટોળકીના બે સાગરીતોને પલસાણા પોલીસે ઝડપી લીધા હતા મળતી માહિતી અનુસાર પલસાણાના ગાયત્રી નગરમાં ઇલ્યાસ ભાઈની બિલ્ડીંગમાં રહેતા વિકેશભાઈ મિહિતસિંગ કશ્યપ (ઉ.વ.23 મૂળ રહે રોહતસ બિહાર )નાઓ સ્તુતિ મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ગત 9 ફેબ્યુઅરીના રોજ વિકેશભાઈ નોકરીએથી છૂટી પોતાના ઘરે પગપાળા જઈ રહ્યા હતા જે દરમિયાન મોડી સાંજે પલસાણાના ભીંડી બજારથી અલ્ટ્રા ડેનિમ મિલ તરફ જતા રસ્તા પર બે અજાણ્યા ઈસમો ચાલતા જ વિકેશભાઈની નજીક આવ્યા અને મોઢે સ્પ્રે છાંટી મોબાઈલ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા
જે ઘટના અંગે વિકેશભાઈએ પલસાણા પોલીસ મથકના 12 હજારની કિંમતની મોબાઈલ લૂંટાઈ જવા અંગે ફરિયાદ કરી હતી ઘટના સંદર્ભે પલસાણા પોલીસ તપાસમાં હતી જે દરમિયાન અ. હે.કો.મેરુભાઈ રમેશભાઈ તથા નિલેશભાઈ જગદીશભાઈ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે રસ્તે જતા રાહદારીના મોબાઈલ લૂંટી લેતી ગેંગના બે સભ્યો મોબાઈલ લૂંટીને વેચવા માટે પલસાણાની રિલીફ હોટલ પાસે ઉભા છે
જે બાતમી આધારે પલસાણા પોલીસની ટીમે ગણેશ ઉર્ફ અભિષેક કુમાર અવધેશ મિશ્રા (ઉ.વ.30 રહે.અનિલભાઈની બિલ્ડીંગમાં રૂમ નંબર 15 ફરહાન પાર્ક બલેશ્વર ગામ )તેમજ સૂર્યા કુમાર ઉર્ફ દિલખુશકુમાર શ્રીમનોજસિંગ ભૂમિયા (ઉ.વ.21 રહે.યુસુફભાઈની બિલ્ડીંગમાં રૂમ. નંબર 16 ફરહાન પાર્ક બલેશ્વર ગામ તાં.પલસાણા )ની અટક્યાત કરી તપાસ કરતા તેઓ પાસેથી કુલ ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા જે તેઓએ પલસાણા પોલીસ મથકના જુદીજુદી જગ્યાએથી રાહદારીઓ પાસેથી ખેંચી લીધા હોવાનું કબુલ્યું હતુ પોલીસે 27 હજારની કિંમતના ત્રણ મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.
