બંગ્લો એટલો આલિશાન કે ચેક કરતાં ITને દોઢ દિવસ લાગ્યો:ગોરાટના ઉદ્યોગપતિના બંગલાના 22 રૂમ ચેક કરતાં ITને દોઢ દિવસ લાગ્યો
મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં બીજા દિવસે તપાસમાં રોકડના કરોડોના વ્યવહાર મળ્યાં 12 લકઝુરિયસ કાર મુદ્દે તપાસ, એક્સપોર્ટના ડેટાની ખણખોદ કરતા અધિકારીઓ, સ્ટેટમેન્ટની પ્રોસેસ શરૂ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ગોરાટ રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં હાથ ધરેલાં દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા હતા.
- મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં બીજા દિવસે તપાસમાં રોકડના કરોડોના વ્યવહાર મળ્યાં
- 12 લકઝુરિયસ કાર મુદ્દે તપાસ, એક્સપોર્ટના ડેટાની ખણખોદ કરતા અધિકારીઓ, સ્ટેટમેન્ટની પ્રોસેસ શરૂ
આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ગોરાટ રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં હાથ ધરેલાં દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. તપાસમાં અત્યાર સુધી કરોડોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે ઉપરાંત રોકડમાં થયેલાં વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યાં છે. હવાલા એન્ગલની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. બંગ્લો એટલો આલિશાન હોય તપાસ ટીમને 22થી વધુ રૂમ ચેક કરવામાં જ દોઢ દિવસ લાગ્યા હતા. બંગ્લાનો ખુણેખુણો અધિકારીઓ ચકાસી રહ્યા છે.
રવિવારની સાંજથી દરોડાનો બંદોબસ્ત કરી દેવાયો હતો
ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ફરી એકવાર સોમવારના રોજ દરોડા પાડયા હતા. રવિવારની સાંજથી દરોડાનો બંદોબસ્ત કરી દેવાયો હતો એટલે અનેક લોકો ઉંઘતા ઝડપાયા હતા. સવારે ટીમ ગોરાટ રોડ પરના ઉમર જનરલના બંગલે પહોંચી હતી. જનરલ ગ્રુપની રીંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેકટરી, ઉપરાંત સ્ટાફના કેટલાંક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.
રોકડમાં થયેલાં વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યાં
તપાસ સાથે સંકળાયેલાં અધિકારીઓએ કહ્યુ કે રૂપિયા 300 કરોડના ગ્રુપના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે. જેમાં નિકાસ મુખ્ય છે તથા લોકલ માર્કેટમાં પણ માલ સપ્યાલ કરવામાં આવે છે. કેટલીક બ્રાન્ડના કપડાં પણ મેન્યુફેકચરિંગ થાય છે. ઉપરાંત નિકાસ કરાયેલાં ડેટા પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે. કેટલાંક વ્યવહારો ખાસ કરીને સેલ અને પરચેઝ રોકડમાં થઈ હોવાનું પણ ધ્યાને આવ્યુ છે.
ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યું નહીં
અધિકારીઓ કહે છે કે ઓફિસ અને બેન્કના લોકર ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યુ નથી. રોકડ પણ પહેલાં દિવસે કબજે લેવાઈ નથી. વધુ રોકડ ન હોવાનુ અધિકારીઓ જણાવી રહ્યા છે.
કારો જોઇ અધિકારીઓ પણ ચોંક્યા
મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલનો લકઝુરિયસ કારનો કાફલો બંગ્લાની અંદર જોઇને આઇટી અધિકારીઓ પણ ચોંકયા હતા. 12 જેટલી ગાડીઓ લાઇનમાં ઉભી હતી. ચાર બંગ્લાને એક જ સાથે જોઇન્ટ કરવામાં આવતા તપાસનો એરિયા લંબાઇ ગયો હતો. 12 ગાડીઓની ખરીદીની વિગતો પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले