સફાઈનો અભાવ:નડિયાદ વોર્ડ નં-6માં 15-15 દિવસ સુધી સફાઈ ન થતાં મ્યુ.કાઉન્સીલર રોષે ભરાયા, ઠેર ઠેર ગંદકી કચરાના ઢગલાથી સ્થાનિકો ત્રાહિમામ
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં શહેરમાં ગંદકી કચરાના ઢગલા જોવા મળતા હોય છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં શહેરમાં ગંદકી કચરાના ઢગલા જોવા મળતા હોય છે. ત્યારે નડિયાદ વોર્ડ નં-6માં 15-15 દિવસ સુધી સફાઈ કરવામાં ન આવતી હોવાનો મ્યુ કાઉન્સીલરે આક્ષેપ કર્યો છે.
સફાઈ કામગીરી કરવામાં ભારે બેદરકારી
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ સુંદર રાખવા માટે ડોર ટુ ડોર સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. જરૂરી સફાઈ કામદારોની ભરતી કરવા તેમજ લાખો રૂપિયાના ખર્ચે નવી ડસ્ટબીન ખરીદવામાં આવી છે. પરંતુ પૂરતા પ્રમાણમાં સફાઈ કામદારોનો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી કરવામાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાની રોજ બરોજ નગરજનોમાં ગણગણાટ થઈ રહ્યો છે.

રોગચાળો ફાટી નીકળવાની દહેશત
ઘણા વિસ્તારોમાં આઠ દસ દિવસ સુધી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા કે સફાઈ કરવા કર્મચારીઓ ફરકતા કરતા ન હોવાની ચૂંટાયેલા સભ્યો બૂમરાણ કરતાં હોવાનું જગજાહેર છે. શહેરના માર્ગો, શેરીઓ ગંદકી કચરાથી ખદબદી રહ્યા છે. ત્યારે નડિયાદ વોર્ડ નંબર છ માં 15-15 દિવસથી સફાઈ કામગીરી થતી ન હોવાનો સભ્ય મ્યુ.માજીદખાન પઠાણે આક્ષેપ કર્યો છે. વોર્ડ નંબર છ માં નિયમિત સફાઈ કામગીરી ન થતી હોય ઠેર ઠેર ગંદકી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકી કચરાના ઢગલાના કારણે ભારે દુર્ગંધની સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. ત્યારે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૬ માં નિયમિત સફાઈ કરાવવા સ્થાનિક રહીશોમાંથી માંગણી ઉઠવા પામી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले