
- 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6% હતું, 2022માં 48.4% થયું
- રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6%નો વધારો નોંધાયો છે
- શહેરી વસતી 3.43 કરોડ, ગ્રામ્ય વસતી 3.66 કરોડ
રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6 ટકાનો વધારો થયો છે. 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6 ટકા હતું જે વધીને 2022 જુલાઇ સુધીમાં 48.4 ટકા પહોંચી ગયું છે. 2001માં શહેરી વસતીનું પ્રમાણ 37.4 ટકા હતું. એટલે કે છેલ્લાં 20 વર્ષમાં શહેરી વસતીના પ્રમાણમાં 11 ટકાનો વધારો થયો છે.
2022માં 3.43 કરોડ શહેરી વસતીની સંખ્યા થઈ
તાજેતરમાં પ્રકાશિત થયેલા રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021-22ની રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. 2011માં રાજ્યમાં શહેરી વસતીની સંખ્યા 2.57 કરોડ હતી જે વધીને 2022માં 3.43 કરોડ થઇ છે જેને કારણે ગ્રામીણ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતની કુલ વસતીનો આંકડો 7 કરોડને પાર થઇ ગયો છે.
ગુજરાતની કુલ વસતી 7 કરોડને પાર, ગ્રામીણ વસ્તીમાં ઘટાડો નોંધાયો
10 વર્ષમાં શહેરી વસતી 86 લાખ વધી
| વર્ષ | 2011 | 2022 | |
| શહેરી | 2.57 કરોડ | 3.43 કરોડ | |
| ટકા | 42.6 ટકા | 48.4 ટકા | |
| ગ્રામ્ય | 3.47 કરોડ | 3.66 કરોેડ | |
| ટકા | 57.4 ટકા | 51.6 ટકા | |
| કુલ | 6.04 કરોડ | 7.03 કરોડ |
(2022ની વસતી જૂલાઇ 2022 સુધી અંદાજિત)
60 વર્ષમાં શહેરી વસતી બમણી થઇ ગઇ
| વર્ષ | શહેરી | ગ્રામ્ય |
| 1961 | 25.80% | 74.20% |
| 1971 | 28.10% | 71.90% |
| 1981 | 31.10% | 68.90% |
| 1991 | 34.50% | 65.50% |
| 2001 | 37.40% | 62.60% |
| 2011 | 42.60% | 57.40% |
| 2022 | 48.40% | 51.60% |
(સામાજિક-આર્થિક સમીક્ષા, 2021-22, ગુજરાતમાંથી)
ગુજરાતમાં દર ચોરસ કિલોમીટરે 4637 વ્યક્તિ
| રાજ્ય | ગ્રામ્ય | શહેરી | કુલ |
| ગુજરાત | 194 | 4637 | 361 |
| મહારાષ્ટ્ર | 217 | 6692 | 409 |
| મધ્યપ્રદેશ | 203 | 3207 | 279 |
| કર્ણાટક | 203 | 4947 | 351 |
| રાજસ્થાન | 176 | 3216 | 235 |
| (દર ચો.કિમી.એ વ્યક્તિઓનું પ્રમાણ) |
રાજ્યની વસતીના 29% આ ત્રણ જિલ્લામાં
{ દેશના રાજ્યોમાં ગુજરાત રાજ્ય વસતીની દૃષ્ટિએ 10મો ક્રમ જ્યારે વસતીગીચતાની દ્રષ્ટિએ 14મો ક્રમ ધરાવે છે. ગુજરાત દેશના કુલ વિસ્તારના 5.97 ટકા વિસ્તાર અને દેશની કુલ વસતીના 4.99 ટકા વસતી ધરાવે છે. રાજ્યની કુલ વસતીના 29 ટકા વસતી અમદાવાદ, સુરત અને વડોદરા મળી ત્રણ જિલ્લાઓમાં છે. કુલ વસતીના 50 ટકા વસતી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, ભાવનગર અને જૂનાગઢ મળી કુલ 7 જિલ્લાઓમાં છે. અમદાવાદમાં રાજ્યની સૌથી વધારે વસતી છે. બીજા નંબરે સુરત છે તો ડાંગ જિલ્લો સૌથી ઓછી વસતી ધરાવે છે. રાજ્યનો કુલ વિસ્તાર 1.96 લાખ ચોરસ કિલોમીટર છે. (સામાજિક-આર્થિક સમીક્ષા, 2021-22, ગુજરાતમાંથી)

