देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

વિદ્યાધામમાં પિશાચી કૃત્ય:રાજકોટની મારવાડી યુનિ.માં 5 સ્ટુડન્ટનું સાથી વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગુદામાં મધ-સેનિટાઇઝર લગાવી બ્રશ-પેન્સિલ ખોંસ્યા

રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે.

Abhishek Raghuvanshi21 अक्टूबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી 5 વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચર્યું છે. એમાં તેમણે હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

વિદ્યાર્થી નાહવા ગયો ને વીડિયો ઉતાર્યો
પોલીસે આ કૃત્ય આચરનારા 3 વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે નાહવા ગયો હતો એ સમયનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી 3 ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાં વિદ્યાર્થીને ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારી દે’નું કહેવામાં આવ્યું હતું. અગાઉ થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તો શું આ વિદ્યાર્થીને પણ આ રીતે બ્લેકમેઇલ કરાયો હતો, એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

तस्वीरों में खबर5 फोटो
તબિયત લથડતાં વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો.વિદ્યાર્થી પર સાથી 5 વિદ્યાર્થીએ ક્રૂરતા આચરી (પ્રતીકાત્મક તસવીર)અગાઉ આ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો (પ્રતીકાત્મક તસવીર)મોરબી રોડ પર આવેલી છે મારવાડી યુનિવર્સિટી.અગાઉ ક્લાસરૂમની અંદર યુવક-યુવતી લિપ કિસ કરતા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો.

અગાઉ યુવક-યુવતી કિસ કરતો વીડિયો વાઇરલ થયો હતો
થોડા સમય પહેલાં પણ આ યુનિવર્સિટીમાં ક્લાસરૂમની અંદર એક યુવક-યુવતી કિસ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. આ સિવાય બેન્ચ પર બેસવા બાબતે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલી એકબીજાને માર મારતી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો. આમ, વારંવાર મારવાડી યુનિવર્સિટી વિવાદોના ઘેરામાં સપડાયેલી રહેતી આવી છે.

બે મહિના પહેલાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો
હજુ બે મહિના પહેલાં જ મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેની જાણ થતાં કુવાડવા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું અને યુવાને ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વિદ્યાર્થીના આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ વિદ્યાર્થીના આપઘાત પાછળ પણ શું અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકમેઇલ કરાતું હતું કે શું? તેવી ચર્ચા લોકોમાં ઊઠી છે. યોગ્ય તપાસ થાય તો ચોક્કસ કારણ જાણી શકાય એવી લોકો ચર્ચા થઈ રહી છે.

અગાઉ વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે
મારવાડી યુનિવર્સિટી જાણે વિદ્યાનું ધામ નહીં, પરંતુ વિવાદોનું ધામ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ યુનિવર્સિટીના એક બાદ એક વિવાદાસ્પદ વીડિયો પણ અગાઉ વાઇરલ થઈ ચૂક્યા છે. બીભત્સ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમાજમાં પણ એની ખરાબ અસર પહોંચી રહી છે. માત્ર ચાર દિવસની અંદર જ મારવાડી યુનિવર્સિટીના બે વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

યુવક-યુવતી લિપ કિસ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો
એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તેમજ નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય એ પ્રકારનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં હતાં. બીજા વાઇરલ વીડિયોમાં યુવક અને યુવતી લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં એક વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠો હોય ત્યારે ક્લાસરૂમની બહારના ભાગમાં જે પેસેજ એરિયા આવેલો છે ત્યાં બારીની નજીક એક યુવક અનેક યુવતી બેઠા છે. યુવક અને યુવતી બન્ને એકબીજાને લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો વીડિયોમાં જોવા મળ્યાં હતાં.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑