સોરઠમાં સાવજ ગરજે:જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર, દૃશ્યો કેમેરામાં કેદ થયાં
આ સિંહ પરિવાર એક દિવસ પહેલાં ગાંધીગ્રામ રોડ પર જોવા મળ્યો હતોબે બચ્ચાં અને બે સિંહણ મેઇન રોડ પર બેઠેલાં જોવા મળ્યાં જંગલ છોડીને સિંહો હવે ગામડાં અને શહેર તરફ વળતા થયા છે.
- આ સિંહ પરિવાર એક દિવસ પહેલાં ગાંધીગ્રામ રોડ પર જોવા મળ્યો હતો
- બે બચ્ચાં અને બે સિંહણ મેઇન રોડ પર બેઠેલાં જોવા મળ્યાં
જંગલ છોડીને સિંહો હવે ગામડાં અને શહેર તરફ વળતા થયા છે. એક દિવસ પહેલાં જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રિના સિંહ પરિવાર રોડ પર જોવા મળ્યો હતો. એ જ ચાર સિંહોનું ટોળું ફરી આજે રાત્રે બિલખા રોડ રાજીવનગરના ગેટ પર જોવા મળ્યું હતું. મધરાતે સિંહ પરિવારના આંટાફેરાનાં દૃશ્યો કેમરામાં કેદ થયાં છે.
એકસાથે ચાર સિંહનું ટોળું
જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવવસતિના વસવાટવાળા વિસ્તારોમાં આવી જાય છે. એક દિવસ પહેલાં સિંહો ગાંધીગ્રામ વિસ્તારમાં ફરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં વન વિભાગે સ્ટાફને એલર્ટ કર્યો હતો. એ જ સિંહ પરિવાર આજે રાત્રે ફરી જોવા મળ્યો હતો. બીલખા રોડ રાજીવનગરના ગેટ પાસે, જ્યાં મેંદરડા, વિસાવદર જવાનો રોડ છે ત્યાં મેઈન રોડ પર એકસાથે ચાર સિંહે મધરાતે પોતાની મસ્તીમાં બિનધાસ્ત મોજ માણી હતી.
કારચાલકે દૃશ્યો કેમરામાં કેદ કર્યા
બે બચ્ચાં અને બે સિંહણ ચારેય મેઈન રોડ પર બેઠેલા જોવા મળ્યાં હતાં. બાદમાં આ સિંહોનું ટોળું જંગલ તરફ જતું રહ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા એક કારચાલકે આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો સ્ટાફ પણ એલર્ટ થયો હતો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले


