ઈસુદાને BJPને લુખ્ખા-લફંગાની પાર્ટી ગણાવી:કહ્યું- AAP મંત્રી મનોજ સોરઠીયાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો, મારી અને ઇટાલિયાની હત્યા પણ થઈ શકે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) જોરશોરથી પોતાનું કદ વધારવા તરફ આગળ વધારી રહી છે, એની સાથે રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ જંગ લોહિયાળ બનવા લાગ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) જોરશોરથી પોતાનું કદ વધારવા તરફ આગળ વધારી રહી છે, એની સાથે રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ જંગ લોહિયાળ બનવા લાગ્યો છે. સુરતમાં મંગળવારે રાત્રે AAP દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે
મનોજ સોરઠિયા પરના હુમલાને અરવિંદ કેજરીવાલે વખોડ્યો
આ હુમલાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે આ રીતે વિપક્ષ પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત તો થયા કરે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડવો, આ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને જનતા એને પસંદ કરતી નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે દોષિતોને કડકમાં કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે.
‘ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો’
ઇસુદાન ગઢવીએ વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે સુરતમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા આપ કા રાજા નામના અમારા પંડાલ પર ગયા ત્યારે ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો. મનોજભાઈ સમજે એ પહેલાં જ માથામાં પાઇપ મારી છે. અત્યારસુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.
‘ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ’
ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું આપે. ગુજરાતની સંસ્કૃતિને ક્યાં પહોંચાડી છે. ભાજપની આ હિન્દુવિરોધી નીતિ છે. ચૂંટણી લોહિયાળ બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડીજીપી અને સુરત પોલીસ કમિશનર પણ નિષ્ફળ ગયા છે. તમારે પણ તપાસ કરવી જોઈએ, નહીં તો રાજીનામું આપી દેવું જોઈએ. મનોજ સોરઠિયા પર નહિ, પણ ગુજરાતની જનતા અને શાંતિ પર હુમલો કર્યો છે.
‘નરેન્દ્ર મોદી પણ ટ્વીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી છે’
ભાજપની નીતિને વખોડવા અપીલ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે તેઓ પણ ટ્વીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. AAPથી ભાજપ ડરી ગયો છે. અમારા પર 7 વખત હુમલા થયા છે તેના ફોટો સહિતના પુરાવા આપ્યા છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. પોલીસ હવે પપેટ બની ગઈ છે. કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવે એવી અમારી માગ છે અને બહારના રાજ્યની પોલીસને ચૂંટણીમાં બંદોબસ્તમાં બોલાવવામાં આવે એવી માગ છે.
રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક મનોજ સોરઠિયાના ખબર પૂછવા જશે
ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ડો. સંદીપ પાઠક અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે બપોરે સુરત પહોંચશે અને હોસ્પિટલ ખાતે તેમની મુલાકાત લેશે.
ગત રાત્રે બામ્બુ અને લોખંડની પાઇપથી હુમલો કર્યો
આમ આદમી પાર્ટી દ્વારા સુરતની સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. એ મુજબ આ વખતે પણ મંડપનું આયોજન થઈ રહ્યું હતું, જેને જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પહોંચ્યા હતાં. આ દરમિયાન જ કેટલીક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં મનોજ સોરઠિયાનું માથું ફૂટી ગયું હતું.
ગણપતિની શુભેચ્છા આપતાં બેનરો આપે ફાડ્યા: કુમાર કાનાણી
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જણાવ્યું હતું કે અમારે સીમાડા નાકા પર ગણપતિ ઉત્સવના શુભેચ્છાનાં બેનર લગાડવામાં આવ્યાં હતાં, ત્યાં જ અન્ય કોંગ્રેસ પાર્ટીના પણ બેનર લગાડવામાં આવ્યાં છે, એ પણ એસએમસીની ગ્રિલ ઉપર લગાડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં આવીને એકાએક જ અમારા શુભેચ્છાનાં બેનરો ફાડવાના શરૂ કરી દીધું હતું અને હુમલો કરી દીધો હતો. મંડપ પાસે જે પાઇપ પડેલી હતી એનાથી જ અમારા કાર્યકર્તા પર પણ હુમલો કરી દીધો હતો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
