6 મહિનાની મહેનત પાણીમાં…:સાબરમતી નદીમાં ધસમસતા પ્રવાહને કારણે બુલેટ ટ્રેનના બ્રિજનો નદી પરનો રોડ તૂટ્યો, બેરિકેડ્સ પણ પાણીમાં વહી ગયાં
રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું.
રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું. નદીમાં છોડવામાં આવેલા ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને અડીને બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પર અસર પડી હતી.
બ્રિજ બનાવવા માટે સાબરમતી નદીમાં માટી પાથરી દેવામાં આવી હતી. માટી પુરાણ કરી પિલર ઊભાં કરવા જમીનના ટેસ્ટિંગની કામગીરી અડધાથી વધુ જગ્યા પર પૂરી થઈ ગઈ હતી, પરંતુ સાબરમતી નદીમાં ઉપરવાસથી પાણી છોડવામાં આવતાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલો ભાગ તૂટી ગયો હતો. બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્સ પણ નદીમાં વહી ગયાં હતાં.

6 મહિના પહેલાં શરૂ કરેલું કામ ધોવાયું
અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સાબરમતી સુધી દોડવાની છે. કેશવનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રિજની બાજુમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જેના માટે સાબરમતી નદીમાં પિલર ઊભાં કરીને છ મહિના પહેલાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. નદીમાં માટીપુરાણ કરીને ટેક્નોલોજીની મદદથી જમીનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. નદીમાં રોડ અડધે સુધી બનાવી દેવામાં આવ્યો હતો. જોકે ધરોઈ ડેમમાંથી બુધવારે સાંજે મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં ધસમસતા પાણીના પ્રવાહથી બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલા માટી અને ડામર પાથરેલો રોડ ધોવાઈ ગયો હતો તેમજ બેરિકેડ્સ પણ પાણીમાં તણાઈ ગયાં હતાં. બુલેટ ટ્રેન બ્રિજ માટે છેલ્લા છ મહિનાથી બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, એ પાણીને કારણે તૂટી જતાં ફરી એકવાર કામગીરી કરવી પડશે.
રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમિનાડ ડૂબ્યા
રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે, જેથી ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ વધી હતી અને નદી બંને કાંઠે વહી હતી. સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજે રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમિનાડ પાણીમાં ડૂબી ગયા હતા. સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં લોકો નવા આવેલા પાણીને જોવા માટે ઊમટી પડ્યા હતા. વર્ષ 2017 બાદ નદીમાં રિવરફ્રન્ટ વોક-વે પાણીમાં ગરકાવ થયા છે. આજે સાબરમતી નદીનો જે નજારો છે એ પાંચ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले