
ભારત આજે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમી વખત લાલકિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો છે. વડાપ્રધાન મોદી દર સ્વતંત્રતા દિવસે તેમના ભાષણની સાથે સાથે તેમના ડ્રેસિંગ અને સાફાની સ્ટાઈલથી પણ દેશના લોકોનું દિલ જીતવાનો પ્રયત્ન કરે છે. આ વખતે વડાપ્રધાન મોદીએ તિરંગો સાફો બાંધ્યો હતો. તેમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ ખૂબ સુંદર રીતે દેખાતા હતા. વડાપ્રધાન મોદીએ આજે સફેદ કુર્તો, ચૂડીદાર પાયજામો અને બ્લુરંગના જેકેટ સાથે પરફેક્ટ લુક મેનેજ કર્યો હતો. વર્ષ 2014થી 2021 સુધી દર સ્વતંત્રતા દિવસે મોદીની પાઘડી અથવા સાફો હંમેશા ચર્ચામાં રહ્યા છે.
2021- વર્ષ 2021 એટલે કોરોનાના સંકટકાળમાં વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે 8મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. તે દિવસે મોદીએ સફેદ કુર્તો, સ્કાયબ્લુ જેકેટ, ગળામાં લાલ કિનારી વાળો સફેદ ખેસ અને કેસરી રંગનો સાફો બાંધ્યો હતો.

2020- વર્ષ 2020માં વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે ક્રિમ કલરનો ટ્રેડિશનલ કુર્તો પહેર્યો હતો અને તેના સાથે ક્રિમ-ભગવા કલકનો સાફો અને ગળામાં સફેદ કલરનો કેસરી કિનારવાળો ખેસ પહેર્યો હતો.

2019- વાત 2019ની કરીએ તો તે સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક દિવસે વડાપ્રધાન મોદીએ વ્હાઈટ કુર્તો, ગળામાં વ્હાઈટ ખેસમાં પીળા રંગની કિનાર હતી. તે સાથે પીળા-લાલ અને લીલા રંગની કિનારવાળો સાફો પહેર્યો હતો.

2018- વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ સફેદ કુર્તા-પાયજામા સાથે લાલ બાંધણીની કિનારવાળો સાફો પહેર્યો હતો. ગળામાં કિનિરાવાળો સફેદ ખેસ પહેર્યો હતો.

2017- વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ ચોથી વાર લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે તેમણે બદામી રંગના કુર્તા પર લાલ અને પીળા રંગનો ચેક્સવાળો સાફો પહેર્યો હતો. તે સમયે પણ વડાપ્રધાનના લુકની ખૂબ પ્રશંસા થઈ હતી.

2016- 2016માં સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ તેમના શાનદાર લુકથી દેશનું દિલ જીત્યું હતું. આ દિવસે તેમણે હાફ સ્લીવ કોટન કુર્તા સાથે સતરંગી રાજસ્થાની સ્ટાઈલમાં પાઘડી બાંધી હતી.

2015- 2015માં વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર ક્રિમ રંગનો કુર્તો અને સફેદ રંગનો ચૂડીદાર પાયજામો પહેર્યો હતો. તેની સાથે વડાપ્રધાને ખાદી ક્રિમ કલરનું જેકેટ પણ પહેર્યું હતું. આ દિવસે તેમની પાઘડી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ દિવસે મોદીએ કેસરીયો સાફો બાંધ્યો હતો અને તેના પર લાલ અને લીલા રંગની પટ્ટીઓ હતી.

2014- વર્ષ 2014માં વડાપ્રધાન મોદી સ્વતંત્રતા દિવસે સફેદ રંગનો અડધી સ્લીવનો ખાદીનો કુર્તો પહેર્યો હતો. તેની સાથે તેમણે ભગવા અને ગ્રીન રંગનો જોધપુરી સાફો પહેર્યો હતો.


