देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 17 बार पढ़ी गई

કુખ્યાત આરોપીઓની કાર આવતાં જ દંડાઓ લઈને 12 પોલીસકર્મી તૂટી પડ્યા, બે આરોપી મહામહેનતે હાથમાં આવ્યા

સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તેઓ હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે.

Abhishek Raghuvanshi28 जून 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તેઓ હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે. જોકે આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે બારડોલી નજીક ઓપરેશન કર્યું હતું, જેમાં ચીકલીગર ગેંગના બે કુખ્યાત સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાતમી આધારે રોડ પર જ વોચ ગોઠવી હતી. ઈકો કારમાં આરોપીઓ આવતાં જ દંડાઓ લઈને 12 જેટલા પોલીસકર્મી તૂટી પડ્યા હતા છતાં તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંતે મહામહેનતે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

બાતમી આધારે ઓપરેશન કર્યું
સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ઈકો કારમાં ચીકલીગર ગેંગના સાગરીતો બારડોલી નજીકથી પસાર થવાના છે. જે ઈકો કારમાં તેઓ પસાર થવાના હતા એ આવતાંની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ કાર ઊભી રખાવી તેમના ઉપર દંડા લઈને તૂટી પડ્યા હતા. 12 જેટલા પોલીસકર્મીઓ લાકડાના ફટકા વડે કાર પર મારવાનું શરૂ કરી દીધું હતું.

तस्वीरों में खबर5 फोटो
આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો.આરોપીઓની કાર જેસીબીમાં અથડાઈ.આરોપીઓની કારને બંને તરફથી બ્લોક કરી દીધી.આરોપીઓને મહામહેનતે કારમાંથી બહાર કાઢ્યા.કુખ્યાત બંને આરોપીની ધરપકડ કરાઈ.

એક સાઈડ કારનો કાફલો અને એક સાઈડ જેસીબી ઊંભું કરી દીધું
ઈકો કારમાં બેઠેલા ચીકલીગર ગેંગના બે સાગરીતે પોલીસના દંડાના વરસાદ વચ્ચે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રોડ પર એક સાઈડ કારનો કાફલો અને એક સાઈડ જેસીબી ઊભું કરી દીધું હતું. ઈકો કાર ભગાવતાં કાર જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યાં જ ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસે ચીકલીગર ગેંગના બે સાગરીતને કારમાંથી ઉતારી ધરપકડ કરી હતી.

ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી
ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કારની ચોરી કરતા હતા અને એ જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ સાથે તેઓ વાહનચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગુના આચરતા
ચીકલીગર ગેંગના સાગરીતો સુરત શહેર સહિત સુરત જિલ્લામાં રાત્રિ ઘરફોડ, ધાડની કોશિશ અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા છે. જોકે આરોપીની ધરપકડ બાદ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. ચીકલીગર ગેંગમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના શખસો હોવાથી આ વિસ્તારોમાં પણ આ લોકોએ ગુના કર્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી.

3 મહિના પહેલાં જનરલસિંગ ઝડપાયો હતો
2014થી નાસતાફરતા વોન્ટેડ આરોપી અંગે બાતમી મળતાં ડિંડોલી ભેસ્તાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીર ઉર્ફે જનરલસિંગ ઝડપાઈ ગયો હતો. આ ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલકત અને શરીર સંબંધી 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક જોવા મળતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑