કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરની હેરાનગતિ:’અસામાજિક તત્ત્વો મને જોઈ થૂંકે છે, રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પોલીસે પણ ફરિયાદ ન લીધી’
મારી રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છેઃ કોર્પોરેટર કમળાબેન અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાને કેટલાંક અસામાજિક તત્ત્વો પરેશાન કરતાં હોવાને પગલે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં, પરંતુ પોલીસે ફરિયાદ નહીં લીધી હોવાનો કમળાબેન ચાવડાએ આક્ષેપ કર્યો છે.
- મારી રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છેઃ કોર્પોરેટર કમળાબેન
અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાને કેટલાંક અસામાજિક તત્ત્વો પરેશાન કરતાં હોવાને પગલે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં, પરંતુ પોલીસે ફરિયાદ નહીં લીધી હોવાનો કમળાબેન ચાવડાએ આક્ષેપ કર્યો છે. તેઓ બુધવારે બપોરે એક વાગ્યે ફરિયાદ નોંધાવવા ગયાં હતાં. પોલીસ ફરિયાદ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ કોઇ વ્યક્તિનો ફોન આવતાં PIએ ફરિયાદ લખવાનું બંધ કરી દીધું હતું. મોડી રાતના બે વાગ્યા સુધી ફરિયાદ ન લેવાતાં કમળાબેન ચાવડાના સમર્થનમાં અન્ય કોર્પોરેટરો અને દલિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
અસામાજિક તત્ત્વો પરેશાન કરે છે એવી ફરિયાદ કરવા ગયાં હતાં
કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઇમરાન નામની વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી પરેશાન કરે છે. ફેસબુક પર પોસ્ટ કરે છે અને જ્યારે વિસ્તારમાં હું નીકળું છું ત્યારે આંખો કાઢે છે અને તેરે કો દેખ લેંગે કહીને થૂંકે છે. આ બાબતે DGPથી લઈ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ફોન કર્યા છતાં દાણીલીમડા પોલીસ દ્વારા મારી ફરિયાદ લેવામાં આવી નથી. આજે શહેર કોંગ્રેસ-પ્રમુખ સહિતના નેતાઓ પણ પોલીસ સ્ટેશન આવીને રજૂઆત કરશે.
ઇમરાન ખાન નામની વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો
કોંગ્રેસનાં કોર્પોરેટર કમળાબેન ચાવડા પર આક્ષેપ કરતી ઇમરાન ખાન નામની વ્યક્તિનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે કહે છે, છેલ્લાં 22 વર્ષથી કમળાબેન ચાવડા કોર્પોરેટર છે અને ચાલીઓમાં ગંદું પાણી આવે છે. તેમણે વોર્ડનું કામ નહીં, પરંતુ પોતાનાં કામ કર્યાં છે અને બંગલા-ગાડી બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત મહિને મળેલી સામાન્ય સભામાં જે રીતે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો એ એક મિનિટનો જે વીડિયો છે એમાં કમળાબેન ચાવડા ક્યાંય દેખાતાં નથી એવું કહ્યું છે.
મારી રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે
મોડી રાત્રે કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાએ સોશિયલ મીડિયા ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે હું બહેરામપુરમાં મહિલા કોર્પોરેટર તરીકે છું અને છેલ્લા એક વર્ષથી કેટલાંક અસામાજિક ત તત્ત્વો મારી પાછળ પડ્યાં છે. મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ પદ પરથી રાજીનામું આપી દો તેવા પ્રયત્નો કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં જેમ ફાવે તેમ લખે છે. હું વિસ્તારમાં ફરું છું તો તેઓ મને જોઈને થૂંકે છે અને તેરે કો દેખ લેંગે જેવી વાતો કરે છે.
મારી ફરિયાદ નથી લેવાતી તો બીજાની શી હાલત થતી હશે
હું બુધવારે સવારે એક વાગ્યાથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી, પણ મારી ફરિયાદ લેવામાં આવી નથી. મહિલા હેલ્પલાઇન પર ઘણાબધા ફોન કર્યા. 40 ફોન 100 નંબર પર પણ કર્યા છતાં મારી ફરિયાદ લેવાતી નથી. તેમણે સ્ટાફને બોલાવીને પોલીસ ફરિયાદ લખવાનું શરૂ કર્યું, પરંતુ 15 મિનિટમાં કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને ફરિયાદ લખવાની બંધ કરી દેવામાં આવી. મને સમજાતું નથી કે એવો તો કોનો ફોન આવ્યો કે મારી ફરિયાદ લખવાનું બંધ કરી દીધું. એક કોર્પોરેટર તરીકે જો મારી ફરિયાદ ન લેવાથી હોય તો સામાન્ય મહિલાની શી હાલત થતી હશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले