देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

તપાસનો ધમધમાટ શરૂ:બરફ નીચે થીજી જનારાં ગાંધીનગરનાં મૃતકોની પુષ્ટિ કરવા પરિવારના ડીએનએ ટેસ્ટ કરાશે, પોલીસ વડાએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી

મૃતકો ડીંગુચાના પટેલ પરિવારનાં જ હોવાની પુષ્ટિ કરવા માટે પરિવારનો ડીએનએ ટેસ્ટ કરાશેપોલીસ ડીંગુચાના તલાટી પાસેથી મૃતક દંપતિનાં મતદાર યાદીમાં નામ સહિતની વિગતો લઈ ગઈ કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમ વર્ષાનાં કારણે માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં બરફની મોતની ચાદર નીચે પોઢી ગયેલા મૃતકોની પુષ્ટિ કરવા તેમના પરિવારના ડિએનએ ટેસ્ટ કરાશે.

Abhishek Raghuvanshi25 जनवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મૃતકો ડીંગુચાના પટેલ પરિવારનાં જ હોવાની પુષ્ટિ કરવા માટે પરિવારનો ડીએનએ ટેસ્ટ કરાશે
  • પોલીસ ડીંગુચાના તલાટી પાસેથી મૃતક દંપતિનાં મતદાર યાદીમાં નામ સહિતની વિગતો લઈ ગઈ

કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમ વર્ષાનાં કારણે માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં બરફની મોતની ચાદર નીચે પોઢી ગયેલા મૃતકોની પુષ્ટિ કરવા તેમના પરિવારના ડિએનએ ટેસ્ટ કરાશે. મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામનાં પટેલ પરિવારનાં જ હોવાની પુષ્ટિ કરવા માટે મૃતકના પરિવારના ડીએનએ ટેસ્ટ કરાવવાની દિશામાં હિલચાલ શરૂ કરાઈ છે. જ્યારે સમગ્ર પ્રકરણમાં રાજ્ય પોલીસ વડાએ સીઆઇડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દેતા પોલીસ ગામના તલાટી પાસેથી મૃત દંપતિનાં મતદાર યાદીમાં નામ સહિતની વિગતો પણ મેળવી લેવામાં આવી છે.

કેનેડામા બરફના થર જામ્યા

तस्वीरों में खबर2 फोटो
કેનેડામા બરફના થર જામ્યા

કેનેડા યુએસ બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે માનવ તસ્કરીનાં રેકેટનો સ્કોટયાર્ડ પોલીસ દ્વારા પર્દાફાશ કરી બરફ નીચે દટાઈને મોતને ભેટેલા ગાંધીનગરના કલોલના ડીંગુચા ગામના જગદીશ પટેલ (35), તેમની પત્ની વૈશાલી (33), પુત્રી વિહંગા (12) અને ધાર્મિક (3) હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈને સીઆઈડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. જેનાં પગલે મૃતકો કાયદેસરના વિઝા લઇને ગયા હતા કે નહીં તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

11 લોકો બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરી રહ્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર પટેલ પરિવારની સાથે 11 લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરી રહ્યા હતા. જે પૈકીના સાત લોકોની ત્યાંની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ હતી. અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પકડાયેલા સાત પૈકીના કોઈ શખ્સ દ્વારા ડીંગુચા રહેતા મૃતકોના સ્વજનોને ચારેય જણા વિખૂટા પડી ગયા હોવાની જાણ કરી દેવાઈ હતી. જેનાં પગલે અહીંથી પટેલ પરિવારે એમ્બેસીમાં ઈમેલ કરીને મૃતકોની ભાળ માટે વિનંતી કરી હતી. જે પછીથી ચારેય મૃતકો કલોલના ડિંગુચાનાં હોવાનું જાહેર થયું છે.

પુત્ર જયેશ વિઝા લઈને જ ગયો હતો : પિતા
આ અંગે જયેશ પટેલના પિતા બળદેવભાઈએ ચોધાર આસું સારીને કહ્યું હતું કે, “સગા સંબંધીઓ દ્વારા એમ્બેસીમાં સંપર્ક કરેલો છે. પરંતુ હજી સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. પુત્ર જયેશ વિઝા લઈને જ ગયેલો હતો. જે શિક્ષિત હોવાથી આ વિશે વધુ પૂછતાંછ પણ મેં કરી ન હતી. અમે ગામડે રહીએ છીએ અને તે તેના પરિવાર સાથે કલોલ રહેતો હતો. અમે બધા ચિંતામાં છીએ.”

મૃતદેહો ડી કમ્પોઝ થઈ ગયાનું સામે આવ્યું
બાકીના પકડાયેલા સાત લોકો કયા ગામના વતની છે તે હજી સુધી જાહેર થઈ શક્યું નથી. અહીંથી ઈમેલ કરીને પાસપોર્ટ સહિતની પટેલ પરિવારની ડિટેઇલ્સ મોકલી આપવામાં આવી હોવાથી તેમનાં નામ-સરનામા જાહેર થયા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં બોર્ડર પરથી મૃતકોની લાશ પરત લાવવા માટે એક વ્યક્તિ દીઠ 40 લાખનો ખર્ચ થાય એમ છે. જેથી તેમના મૃતદેહ ચોવીસ કલાક વધુ સમય પછી મળ્યા હોવાથી બોડી ડી કમ્પોઝ થઈ ગયાનું પણ બિનસત્તાવાર રીતે સામે આવી રહ્યું છે.

ત્યારે હજી પણ ત્યાંની તપાસ એજન્સી મૃતકો ગાંધીનગરના જ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવા ડિંગુચા રહેતા મૃતકોના પરિવારના ડીએનએ ટેસ્ટ કરાવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. જો કે ગુજરાત સીઆઈડી ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હોવાથી ગામના તલાટી પાસેથી મૃત પટેલ પરિવારનાં મતદાર યાદીમાં નામ તેમજ આધાર કાર્ડ સહિતની વિગતો એકઠી કરી લેવાઈ છે. ઉપરાંત સમગ્ર પ્રકરણમાં સ્થાનિક એજન્ટની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑