देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

વિકાસ એકદમ યાદ આવ્યો:પહેલાં UP હવે ગુજરાત, વિધાનસભા ચૂંટણી પહેલા જ મેટ્રો દોડાવશે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા બુલેટ ટ્રેનનો ફેઝ-1ને પૂરો કરી દેવાશે

કેટલાક પ્રોજેક્ટો ફાસ્ટટ્રેક મોડ પર પૂર્ણ કરવા માટે ગુજરાત સરકારનું આયોજન28 ડિસેમ્બરે PM મોદીએ કાનપુર મેટ્રોને લીલીઝંડી બતાવી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીનાં અઠવાડિયાં જ બાકી રહ્યાં છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા છે.

Abhishek Raghuvanshi29 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • કેટલાક પ્રોજેક્ટો ફાસ્ટટ્રેક મોડ પર પૂર્ણ કરવા માટે ગુજરાત સરકારનું આયોજન
  • 28 ડિસેમ્બરે PM મોદીએ કાનપુર મેટ્રોને લીલીઝંડી બતાવી

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીનાં અઠવાડિયાં જ બાકી રહ્યાં છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા છે. 28 ડિસેમ્બરના રોજ PM મોદીએ કાનપુર મેટ્રોને લીલી ઝંડી બતાવી હતી. ઉત્તરપ્રદેશ બાદ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ યોજાશે, જેને પગલે ગુજરાતમાં પણ વિકાસ યાદ આવ્યો હોય એ રીતે કેટલાક પ્રોજેક્ટો ફાસ્ટટ્રેક મોડ પર પૂર્ણ કરવા માટે ગુજરાત સરકારે આયોજનો કર્યાં છે, જેમાં PM મોદીના બે ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો અને મુંબઇ–અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય કર્યેા છે.

આ બન્ને પ્રોજેક્ટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા ચૂંટણી સુધીમાં 2014થી ચાલતો મેટ્રોનો ફેઝ-1 તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં બુલેટ ટ્રેનનો એક ફેઝ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

तस्वीरों में खबर3 फोटो
મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રથમ ફેઝનું કામ મોટાભાગે પૂર્ણ થવાના આરે છે ( ફાઈલ ફોટો)25 નવેમ્બરે બુલેટ ટ્રેનના ટ્રેક પર ગર્ડરિંગની કામગીરી ચાલુ કરાઈ હતી

સાબરમતી સ્ટેશનની ડિઝાઇન મંજૂર કરવાની પ્રક્રિયા શરૂ
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પેારેશને અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન કમ કોરિડોરના બાંધકામ માટે કોન્ટ્રેક્ટ આપી દીધો છે. હવે સ્ટેશન તેમજ એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન માટેનો કોરિડોર હાલના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 11 અને 12 પર રહેશે. આ સાથે સાબરમતી સ્ટેશનની પણ ડિઝાઇન મંજૂર કરવામાં આવી રહી હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.

કોરિડોરનું કામ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
આ ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશને અમદાવાદ મેટ્રોનું અંડરગ્રાઉન્ડ, હાલના રેલવે સ્ટેશનનું ગ્રાઉન્ડ લેવલ અને બુલેટ ટ્રેનનું એલિવેટેડ સ્ટેશન એકસાથે રહેશે, જ્યારે સાબરમતી ખાતે હાલનું રેલવે સ્ટેશન અને મેટ્રો એકસાથે હશે. આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભની ચૂંટણી પહેલાં અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં 13 વર્ષથી વિલંબમાં પડેલા મેટ્રો પ્રોજેક્ટનું અમદાવાદના પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર–દક્ષિણ કોરિડોરનું કામ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ જાપાનની લોન સાથે શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈના 508 કિલોમીટરના વિસ્તારને આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને પહેલાં 2023 સુધીમાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ જમીન સંપાદનની અડચણો આવતાં એમાં વિલંબ થયો છે. પહેલાં આ પ્રોજેક્ટ માટે 98 હજાર કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, પરંતુ વિલબં થતાં હવે 1.08 લાખ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

અમદાવાદ મેટ્રોના બીજા ફેઝમાં 28.05 કિ.મી. વિસ્તાર આવરી લેવાશે
જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 40.03 કિલોમીટરનું અંતર છે, જે બીજા ફેઝમાં ગાંધીનગર પહોંચશે ત્યારે વધુ 28.05 કિલોમીટરનો વિસ્તાર આવરી લેશે. મેટ્રોની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 2006માં પ્રોજેકટ ખર્ચ 5000 કરોડ, 2014માં 9000 કરોડ અને હવે 12000 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

ફેઝ-2ની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડતી થશે
અમદાવાદમાં ફેઝ-1નું કામ 80.50 ટકા પૂર્ણ થયું છે, જ્યારે ફેઝ-2ની કામગીરી હજી 6.50 ટકા પૂર્ણ થયેલી છે, જેથી ફેઝ-2ની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડતી થઈ જશે, એવું સરકારે લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં જણાવ્યું હતું.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑