देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

AAP ઝૂક્યું, સરકાર નહીં:ગઈકાલ સુધી આમરણાંત ઉપવાસના નિર્ણય પર અડગ રહેલા ‘આપ’ના નેતા મહેશ સવાણીએ આજે પારણાં કર્યાં

નરોત્તમ સ્વામીના આદેશથી મહેશ સવાણીએ આજે પારણાં કર્યાં.

Abhishek Raghuvanshi29 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • યુવરાજસિંહે અસિત વોરાના રાજીનામા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું
  • મહેશ સવાણી અને ગુલાબસિંહ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા

હેડ ક્લાર્ક ભરતીકૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાસ મામલે સરકારે મચક નહીં આપતાં આખરે ‘આપ’એ ઝૂકવું પડ્યું છે. મહેશ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણાં કર્યાં હતાં. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં. ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યાં હતાં.

મહેશ સવાણીએ કહ્યું હતું કે અસિત વોરાના રાજીનામાની માગ સાથે અમે આમરણાંત ઉપવાસ પર ઊતર્યા હતા. ભાજપની આંદોલન તોડવાની નીતિ રહી છે અને એ રીતે પંજાબમાં પણ ખેડૂતોએ એક વર્ષ સુધી આંદોલન કર્યું છતાં નેતાઓએ કોઈ ધ્યાન ન આપ્યું. આમ આદમી પાર્ટીના યુથ વિંગના નેતા યુવરાજસિંહ અને પાલક દીકરીઓએ અમને કહ્યું હતું કે જો તમે જીવશો તો આ આંદોલન કરીને આગળ યુવાનોનો અવાજ ઉઠાવી શકશો. આ આંદોલન કરવું હવે તમારું કામ નથી, એવું યુવરાજસિંહે અમને કહ્યું હતું. યુવાનો આંદોલન ચલાવે, જેથી આજે પારણાં કરી દેવામાં આવ્યાં છે. હવે આગામી દિવસોમાં યુવરાજસિંહ સહિતના યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે. જ્યાં સુધી અસિત વોરા પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જંપીને બેસવાની નથી. હવે નેતાઓ અને યુવાનો આંદોલન કરશે.

तस्वीरों में खबर2 फोटो
મહેશ સવાણીને PAAS અને SPGના નેતાઓ મળતાં રાજનીતિ તેજ.ઉપવાસ દરમિયાન.

આ અંગે SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે, અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. અમે માત્ર મહેશભાઈ અમારા સમાજના અગ્રણી હોવાથી તેમની પાસે આવ્યા હતાં. અમે એક સંસ્થા સાથે જોડાયેલા છીએ. સરકાર ચાહે કોઈ પણ પક્ષની હોય વિદ્યાર્થીઓ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને અમે લડાઈમાં સમર્થન આપીશું.

યુવરાજસિંહે અસિત વોરાના રાજીનામા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું
ગઈકાલે આપ પાર્ટીના યુથ વિંગના ઉપ-પ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ-કોન્ફરન્સ કરીને મહેશ સવાણીના ઉપવાસ અંગે જાણકારી આપી હતી. યુવરાજસિંહે કહ્યું હતું કે મહેશ સવાણી અમારી વેદનાને વાચા આપી પોતાનું અનશન તોડી રહ્યા છે. તેઓ નરોત્તમ સ્વામીના આદેશથી પારણાં કરશે. યુવરાજસિંહે અસિત વોરા બે દિવસમાં રાજીનામું નહીં આપે તો ફરીવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અગાઉ પણ યુવરાજસિંહે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટિમેટમનું સુરસુરિયું થઈ ગયું હતું.

મહેશ સવાણીને પારણાં કરવા સમજાવી લેવાયા
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ગુલાબસિંહ યાદવ છેલ્લા એક સપ્તાહથી આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતાં. આ દરમિયાન મહેશ સવાણીની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ તેમને ઉપવાસ તોડવા માટે સલાહ આપી હતી, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ હતા. દીકરીઓ અને સામાજિક આગેવાનોની સમજાવટ બાદ તેઓ ઉપવાસ તોડવા તૈયાર થયા છે.

સરકારે મચક નહીં આપતાં ‘આપ’ના નેતાઓને ઝૂકવું પડ્યું
એક સપ્તાહના ઉપવાસ દરમિયાન સરકારે મચક નહીં આપતાં આખરે ‘આપ’ના નેતાઓને ઝૂકવું પડ્યું છે. ગઈકાલે આપ પાર્ટીના યુથ વિંગના ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ હવે વધુ મજબૂતાઈથી લડત લડવાની વાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે અત્યારસુધી વડીલો લડાઈ લડતા હતા, હવે યુવાનો અને વિદ્યાર્થીઓ આ લડાઈમાં સામેલ થશે. તેમણે અસિત વોરા રાજીનામું નહીં આપે તો ફરીવાર રસ્તા પર ઊતરવાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. આ ઉપરથી એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે ઉપવાસથી નહીં, પણ આક્રમક બનીને આગળ વધશે.

મહેશ સવાણીને PAAS અને SPGના નેતાઓ મળતાં રાજનીતિ તેજ
ઉપવાસ પર બેસેલા મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા, ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિક માલવિયાએ મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. એ ઉપરાંત આજે SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ પણ તેમની મુલાકાત લેવાના છે. ત્યારે મહેશ સવાણીને PAAS અને SPGના નેતાઓ મળતાં રાજનીતિ તેજ થઈ ગઈ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑