બાર ગર્લ્સનું એક દો તીન…:સુરતમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટી ઊજવાઈ, બાર ડાન્સરે ઠૂમકા લગાવ્યા, નોટોનો વરસાદ કરાયો
બાળકોની હાજરીમાં સમગ્ર પાર્ટી યોજાઈ હતી, જેમાં કોઈએ માસ્ક પહેર્યું નહોતું.
- બોલિવૂડનાં ગીતો પર ડાન્સ કરીને ઊજવાયેલા જન્મદિવસનો વીડિયો વાઇરલ થયો
સુરતમાં રાત્રિ કર્ફ્યૂ અને પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ભાગાતળાવ ખાતે બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ટપોરી તત્ત્વોએ ઠૂમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઊડ્યા હતા. હાલ કથિત રીતે પાંચેક દિવસ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.જેથી તપાસ કરી પોલીસે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ
કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કર્ફ્યૂ જાહેર કરાયો છે. નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, સાથે જ જાહેરમાં જન્મદિવસ ઊજવવાની મનાઈ છે. જોકે પોલીસના આ જાહેરનામાનો કેટલાંક અસામાજિક તત્ત્વો જ સરેઆમ ભંગ કરે છે. બર્થ ડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી જાહેરનામાના લીરેલીરા ઉડાવાયા છે. સોશિયલ મીડિયામાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરાયો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં મૈં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં બોલિવૂડનાં ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠૂમકા લગાવતા નજરે પડે છે. શરમ નેવે મૂકી યુવકો બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવતા પણ વીડિયોમાં નજરે પડે છે.
સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજાયો
આ વીડિયો કથિત રીતે ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠૂમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે. કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાયફાનો વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.
કાયદેસરની કાર્યવાહી કરાશે-પોલીસ
વાઈરલ થઈ રહેલા ડાન્સબારના વીડિયો અંગે અઠવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એસ. બી. ભરવાડે કહ્યું હતું કે, વાઈરલ થઈ રહેલા વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યાં છે. સમગ્ર મામલ તપાસ કરીને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 464 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 464 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 522 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 571 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 795 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 796 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 796 दिन पहले
