અકસ્માત થતાં આગ ભભૂકી:ડીસાના ભોંયણ નજીક ચાર વાહન વચ્ચે અકસ્માત, બે ટ્રક વચ્ચે રિક્ષા આવી જતાં કુચ્ચો વળી ગયો, ત્રણ જીવતા ભૂંજાયાની આશંકા
અકસ્માતમાં વાહનચાલકો અને પેસેન્જર વાહનોમાં ફસાયા હોવાની આશંકારિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ હજુ જાણી શકાયું નથી બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે.
- અકસ્માતમાં વાહનચાલકો અને પેસેન્જર વાહનોમાં ફસાયા હોવાની આશંકા
- રિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ હજુ જાણી શકાયું નથી
બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી, જેમાં ડ્રાઇવર અને પેસેન્જર વાહનોમાં ફસાયા હોવાની આશંકા છે.
રાજ્યભરમાં અકસ્માતોની વણઝાર વણથંભી છે. જેમ જેમ વાહનો વધતાં જાય છે તેમ તેમ અકસ્માતોની ઘટનામાં પણ વધારો થતો જાય છે. ગઈકાલે રાત્રે થરાદના રાહ પાસે ટેન્કર પલટી મારતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જે બાદ આજે ત્યારે વઘુ એક ઘટના બનાસકાંઠાના ડીસાથી સામે આવી છે. એમાં બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી ગઈ હતી.
અકસ્માતની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં વાહનચાલકો અને પેસેન્જર વાહનોમાં જ ફસાયા છે. અકસ્માતમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવ્યા હોય એવી આશંકા સેવાઈ રહી છે. જોકે રિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ હજુ જાણી શકાયું નથી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 464 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 464 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 522 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 571 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 795 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 796 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 796 दिन पहले
