નશીલા પદાર્થોની હેરાફેરી:વિશ્વમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની રહ્યો છેઃ માફિયાઓ કન્ટેનરમાં સામાન સાથે ડ્રગ્સ સપ્લાય કરે છે
ગુજરાત એટીએસ દ્વારા ઈરાનિયન બોટ ઝડપી પાડવામાં આવી હતી.
- ગુજરાતનાં 42 બંદરમાંથી 17 નોન મેજર પોર્ટ કાર્ગો હેન્ડલ કરે છે
- મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે
મુંદ્રા બંદરેથી પકડાયેલું 21 હજાર કરોડનું 30 હજાર કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઊતરવાનું હતું એવી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ સત્તાવાર સૂત્રો સ્પષ્ટપણે જણાવે છે કે વિશ્વ સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે. આ બાબતથી દેશની એજન્સીઓ અને ગુજરાત ATS સતર્ક હોવાથી છેલ્લાં પાંચ જ વર્ષમાં 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સમાફિયા આયોજનબદ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતનાં બંદરો પર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફત આ જથ્થો દેશના બીજા ખૂણામાં પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. એમાં રાજ્યના એક કે બે બંદર નહીં પણ કુલ 42 બંદરમાંથી કોઈપણ બંદરનો ઉપયોગ થઈ શકે છે, એવું જાણકારોનું માનવું છે.
મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે
અત્યારસુધીમાં મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ જથ્થો ગુજરાત માટે દિલ્હી કે મુંબઈ કે દેશના અન્ય રાજ્ય માટે હોવાની વાતો થઈ રહી છે. સત્તાવાર સુત્રો નામ નહીં જણાવવાની શરતે કહે છે કે, ડ્રગ્સનો આ જથ્થો દેશના અન્ય રાજ્યમાં જવાનો હતો એ ચોક્કસ છે. પણ ગુજરાત કે દેશના બીજા રાજ્યમાં જ આ ડ્રગ્સનો ઉપયોગ થવાનો હતો તે ચોક્કસપણે કહી ના શકાય. કારણ કે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના બંદરોનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરતાં થયાં છે. 90 ટકા ડ્રગ્સનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. અફઘાનિસ્તાનમાં દરિયો ન હોવાથી ઈરાન સહિતના અરેબિયન કન્ટ્રીના બંદર અને પેઢીઓમાંથી ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી થાય છે.
17 નોન-મેજર પોર્ટ કાર્ગો હેન્ડલ કરે છે
તાજેતરમાં જ ગુજરાતના મુંદ્રાથી પકડાયેલું ડ્રગ્સ હોય કે પોરબંદરમાંથી પકડી પડાયેલો ડ્રગ્સનો જથ્થો હોય, આ તમામ જથ્થો ગુજરાતમાં આવ્યો પણ ખપત થવાની નહોતી. અધિકારી સૂત્રો કહે છે કે, ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરી રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા 42 બંદરોમાંથી 17 નોન-મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન કન્ટ્રીમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે.
કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે
ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે. આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે. ભારતથી સામાન એક્પોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે – તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એકસ્પોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકીંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.
12 મેજર પોર્ટ ઉપર જ 60 ટકાથી વધુ ટ્રાફિક
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત એટીએસ સતર્ક બની છે. આ પછી એટીએસ સાથે કોસ્ટ ગાર્ડ, નેવી સહિતની એજન્સીઓ સંકલિત કામગીરી કરવા લાગી છે. હવે, ડીઆરઆઈ અને કસ્ટમ્સ જેવી એજન્સીઓ પણ સક્રિય બની છે. ભારત 7500 કિલોમીટરની કોસ્ટલાઈન ધરાવે છે અને 200 મેજર- નોનમેજર પોર્ટ છે. આ પૈકીના 12 મેજર પોર્ટ ઉપર જ 60 ટકાથી વધુ ટ્રાફિક છે. જો ગુજરાત અને દેશની એજન્સીઓ સંયુક્ત કાર્યવાહી કરશે તો વિશ્વને ડ્રગ્સના દુષણમાંથી મુક્તિનો નવો અધ્યાય આલેખાઈ શકે છે.
પાંચ જ વર્ષમાં 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
- 15 સપ્ટેમ્બર 2021 – મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડની કિંમતનું 3 હજાર કિલો હેરોઈન ઝડપાયુ
- ૬ જાન્યુઆરી 2021: જખૌ પાસેથી 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે છ આરોપી પકડાયા
- એપ્રિલ-2021- મુંદ્રા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની ૩ હજાર કરોડના હેરોઈન સાથે પકડાયા હતા.
- મે 2019- જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ સાથે 6 પાકિસ્તાની પકડાયા હતા
- 27 માર્ચ 2019 : પોરબંદરના દરિયા કિનારેથી 100 કિલો હેરોઈન અને 25 કરોડનું મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ ઝડપાયું હતું
- 12 ઓગસ્ટ 2018: સલાયા નજીક બોટમાંથી 15 કરોડની કિંમતનું 8 કિલો હેરોઈન કબજે કરાયું હતું.
- જુલાઈ-2017: બ્લુચિસ્તાનમાંથી ગુજરાત આવવા નિકળેલ જહાજમાંથી કોસ્ટગાર્ડે 1500 કિલો હેરોઈન ઝડપાયું હતું
- 20 ડિસે. 2016: મુંદ્રા અદાણી પોર્ટ ઉપરથી નિકળેલા જહાજમાંથી શ્રીલંકામાં 800 કિલો કોકેન પકડાયું હતું

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreमुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पण 5 घंटे पहले
Indoreवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजित 5 घंटे पहले
Indoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 1 दिन पहले
Indoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 1 दिन पहले
Indoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 1 दिन पहले
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 5 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 5 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 7 दिन पहले
Indoreमध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेश 8 दिन पहले
Indoreभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्रा 8 दिन पहले
Indoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 9 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 9 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 9 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 9 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 11 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 11 दिन पहले
India News26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथा 15 दिन पहले
Indoreविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौर 19 दिन पहले
Indoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 21 दिन पहले
Indoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 21 दिन पहले
Indoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 21 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 23 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 23 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 23 दिन पहले
