देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 17 बार पढ़ी गई

માતા-પિતા ચેતી જાઓ:ઓનલાઇન કલાસ માટે આપેલા મોબાઇલમાં 16 વર્ષનો સગીર પોર્ન વીડિયો જોવા લાગ્યો, ફોન લઇ લેતાં આત્મહત્યા કરવાની ધમકી આપી

શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ પુત્રની હરકતોથી કંટાળી મહિલા હેલ્પલાઇનની મદદ લીધીઓનલાઇન કલાસ માટે આપેલો મોબાઇલ ફોન યુવક માટે લત સમાન બની ગયો કોરોનાને કારણે દોઢ વર્ષથી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી, જેને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે.

Abhishek Raghuvanshi31 मई 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ પુત્રની હરકતોથી કંટાળી મહિલા હેલ્પલાઇનની મદદ લીધી
  • ઓનલાઇન કલાસ માટે આપેલો મોબાઇલ ફોન યુવક માટે લત સમાન બની ગયો

કોરોનાને કારણે દોઢ વર્ષથી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી, જેને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણને કારણે અનેક બાળકો હવે મોબાઈલથી ટેવાઈ ગયા છે. ઓનલાઇન શિક્ષણની જગ્યાએ મોબાઈલમાં ગેમ અને પોર્ન વીડિયો જોતાં થઈ જતાં વાલીઓમાં ચિંતા છે, જેની વચ્ચે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં 16 વર્ષના સગીરને ઓનલાઇન શિક્ષણને કારણે મોબાઇલની એટલી લત લાગી ગઈ હતી કે મોબાઈલમાં આખો દિવસ ગેમ અને પોર્ન વીડિયો જોતો હતો. આ હરકતોથી સગીરની માતાએ ફોન લઈ લીધો હતો. સગીરે ફોન નહિ આપે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ મામલે સગીરની માતાએ મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરને સમજાવ્યો હતો કે બે- ચાર વર્ષ બાદ ઘરની જવાબદારી તારા પર આવશે અને મનમાં આત્મહત્યા કરવાનો વિચાર લાવવાનો નહિ.

સગીર ઘરમાં ગંદી ગાળો બોલતો અને કોઈનું કહ્યું માનતો ન હતો
મહિલા હેલ્પલાઇન અભયમ 181ને શાહીબાગ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે મારા 16 વર્ષના બાળકને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ આપ્યો હતો, પરંતુ તેમાં પોર્ન વીડિયો અને સતત ગેમ રમે છે. મોબાઈલ લઈ લેતાં આત્મહત્યાની ધમકીઓ આપે છે, જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ બાળકને સમજાવવા તાત્કાલિક પહોંચી ગઈ હતી. 16 વર્ષનો સગીર મોબાઈલમાં સતત ગેમ રમતો હતો. ઘરમાં ગંદી ગાળો બોલતો અને કોઈનું કહ્યું માનતો ન હતો. મોબાઈલ બળજબરીથી લઈ લેતાં સગીરે ધમકી આપી હતી કે હું મોબાઈલ વગર નહિ રહી શકું, ફોન નહિ આપો તો આત્મહત્યા કરી લઈશ.

तस्वीरों में खबर2 फोटो
તસવીર પ્રતીકાત્મક છે.મહિલા હેલ્પલાઇનની ટીમ બાળકને સમજાવવા તાત્કાલિક પહોંચી ગઈ હતી.

સગીરને પ્રેમથી સમજાવવા જણાવી સુખદ સમાધાન થયું
મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરને સમજાવ્યો હતો કે તારા પિતા નથી. બે ચાર વર્ષ પછી ઘરની જવાબદારી તારા પર આવશે. ફોનમાં ગેમ રમવાથી તારું કરિયર નહિ બને, જ્યાં સુધી ઓનલાઇન કલાસ ચાલુ હોય ત્યાં સુધી ફોન લેવાનો પછી પાછો આપી દેવાનો. ફોનમાંથી બધી ગેમો ડિલિટ કરી સમજાવ્યો હતો કે ઘરના સભ્યો તારું સારું ઇચ્છે એટલે ના પાડે છે અને મનમાં આત્મહત્યા કરવાનો ક્યારેય વિચાર નહિ કરવાનો. ઘરના સભ્યોને પણ સગીરને પ્રેમથી સમજાવવા જણાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑