देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

નવી આફતે મોઢું ફાડ્યું:મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગનું આક્રમણ, રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ, કોરોના બાદ 20થી 40 દિવસ પછી આ ફૂગ થવાની શક્યતા

રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ કોરોનારૂપી વૈશ્વિક મહામારીએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે.

Abhishek Raghuvanshi31 मई 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ

કોરોનારૂપી વૈશ્વિક મહામારીએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો છે. રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડો.નીરજ મહેતાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફૂગના 100થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફૂગ થવાની શક્યતા રહે છે.

કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા થયા
ફેફસાંના નિષ્ણાત તબીબ ડો. નીરજ મહેતાએ જણાવ્યું હતું કે સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા સામે આવી રહ્યા છે, સાથે સાથે એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનના પ્રમાણમાં પણ બે ગણો વધારો થયો છે.

ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસ જેટલું ઘાતક નથી, પરંતુ એની વહેલી તકે સારવાર કરાવવી જરૂરી છે, નહિ તો એસ્પરઝિલસ પણ ઘાતક સાબિત થઇ શકે છે. ફૂગના ફૂંફાડા સામે હવે કોરોના વિષાણુ પણ વામણો લાગવા માંડ્યા છે. કોરોના રિકવર થયા બાદ 20થી 40 દિવસની અંદર એસ્પરઝિલસ ફૂગ થવાની શક્યતાઓ રહેલી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આવા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મ્યુકોરમાઇકોસિસ કરતાં ખર્ચ ઓછો થાય છે
એસ્પરઝિલર ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. એની એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ટેબ્લેટ દિવસમાં બે વખત લેવાની રહે છે. સામાન્ય રીતે એસ્પરઝિલસની સારવાર 21 દિવસ સુધી ચાલે છે. ઉલ્લેખનીય છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર કરતાં એસ્પરઝિલસ સારવારમાં ખર્ચ ઓછો રહે છે.

આ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન ફેલાય છે.
આ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન ફેલાય છે.

શું છે એસ્પરઝિલસનાં લક્ષણો?
એસ્પરઝિલસની અંદર ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળતાં હોય છે. જેમાં દર્દીને તાવ આવવો, કફ ભરાય જવો અને કફમાં લોહી આવવું જેવાં લક્ષણો જણાતાં હોય છે તેમજ કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે અને એસ્પરઝિલસ છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે હોય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑