देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

​​​​​​​હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી LIVE:હાઈકોર્ટે સરકારને ખખડાવી કહ્યું, લગ્ન, અંતિમવિધિ સિવાય તમામ કાર્યક્રમો બંધ કરો, સોસાયટીમાં નાની મિટિંગ પણ ન થવી જોઈએ

પેરાસિટામોલની જેમ ઈન્જેક્શન પણ સરળતાથી મળવું જોઈએઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે: ચીફ જસ્ટિસ કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી.

Abhishek Raghuvanshi12 अप्रैल 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પેરાસિટામોલની જેમ ઈન્જેક્શન પણ સરળતાથી મળવું જોઈએ
  • ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે: ચીફ જસ્ટિસ

કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી છે.ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. જેમા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે.

ઓનલાઈન સુનાવણીમાં હાઈકોર્ટ આકરાપાણીએ

* ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે: કોર્ટ

* સામાન્ય માણસો માટે ટેસ્ટ કરવામાં 5 દિવસ થાય છે તમને ખબર છે?: કોર્ટ

* કોમન મેનને 5-7 દિવસે આરટીપીસીઆરમાં વારો આવે છેઃ કોર્ટ

* અમુક લોકો માત્ર ડર દૂર કરવા ટેસ્ટ કરાવે છે ‘: જનરલ

* અરે ગમે તે હોય કોઈને ટેસ્ટ કરવમાં મજા નથી આવતી: કોર્ટ

* રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહિ?

* એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિક ના હિતમાં નથી. પબ્લિકએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે?

* હોમ આઇસોલેશનની સરકારે હિમાયત કરી હવે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાં જ આપો છો? ઘરે કેમ નહી?

* કેમ એક જ જગ્યાએ ઇન્જેક્શન મળે છે? મેડિકલ સ્ટોર અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં..??

* કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે?

* રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે…બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.

* મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે, તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે.

* ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે ત્રિવેદીજી મારી મદદ કરો મારે ઇન્જેક્શન જોઈએ?

* મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમા છે એવુ નથી

* પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.

* અન્ય રાજ્યમાં શું થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી,અમને ગુજરાતથી મતલબ છે.

સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, ​​​​​​​જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.

“કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”, “ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.”

“આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?”

“ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે”

“VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?”​​​​​​​

હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છેકે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દીધી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે.141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડૈઝીગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે. રાજયમા ઉપલબ્ધ ઓક્સિઝનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનું એક માત્ર રાજય ગુજરાત છે. આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલોને ફાળવાય છે.ગઈકાલ સુધીમાં 1262 પથારીઓ ઉપલબ્ધ છે અને નવી 956 વધારી રહ્યા છીએ એટલું જ નહીં કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ. રાજ્યમાં કુલ 71021 પથારીઓ ઉપલબ્ધ છે. સાથે જ 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીતક કરાયા હતા. જેમા લોકોને મદદરૂપ થવાનો આશય હતો. જેનો ઉપયોગ રૂરિયાત મંદ લોકો માટેજ કરાયો હતો.ટેસ્ટીંગ ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટમાં લોકોને અવેરનેસ માટે વિશેષ ભાર અપાઈ રહ્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 796 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 800 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 800 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 801 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 801 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 802 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 802 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 815 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 821 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहले
↑