देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ઇન્ટરવ્યુ:અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉ. કમલેશ ઉપાધ્યાયે કહ્યું- ગુજરાતમાં વુહાન સ્ટ્રેન એક્ટિવ થતાં કેસ વધ્યા છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ. કમલેશ ઉપાધ્યાય. હાલ રાજ્યમાં કોરોનાનો યુ.કે. કે દક્ષિણ આફ્રિકા સ્ટ્રેન આવ્યો હોવાની વાતથી ગભરાટ ફેલાયો છે.

Abhishek Raghuvanshi22 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

હાલ રાજ્યમાં કોરોનાનો યુ.કે. કે દક્ષિણ આફ્રિકા સ્ટ્રેન આવ્યો હોવાની વાતથી ગભરાટ ફેલાયો છે. આ મુદ્દે ગુજરાત સરકારની નિષ્ણાત ટીમના સભ્ય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે કે, આ મૂળભૂત રીતે વુહાન સ્ટ્રેન જ છે, જે ફરી એક્ટિવ થયો છે. આ સાઇકલ અમુક અંતરે આવતી રહે છે, એટલે ગભરાવાની નહીં, સાવચેતીની જરૂર છે. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથે કરેલી વાતચીતના અંશ…

સવાલ: હાલ આ વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તો શું તે યુ.કે. કે દક્ષિણ આફ્રિકાનો સ્ટ્રેન છે?
ડૉ. કમલેશ:
 ના, હાલ દેશમાં કે ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, એ વુહાન સ્ટ્રેન જ છે, પરંતુ વાઈરસની અમુક સાઇકલ હોય છે અને એ સાઇકલ પ્રમાણે એ ફરીથી એક્ટિવ થાય છે. વાઈરસ અમુક શરીરમાં પ્રવેશે એ વખતે એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને કારણે નબળો પડે, પણ અનુકૂલન સાધી લીધા પછી ફરી એક્ટિવ થાય. અહીં પણ આવું જ થઈ રહ્યું છે. અમુક સમય પછી આ વાઈરસ ફરી એક્ટિવ થયો છે અને જે લોકો અગાઉ ઈન્ફેક્ટ ન થયા હતા, તેમને ઈન્ફેક્ટ કરી રહ્યો છે.

સવાલ: તો, લોકોમાં જુદા પ્રકારનાં લક્ષણો કેમ જોવાં મળી રહ્યાં છે?
ડૉ. કમલેશ: 
જુઓ, કોરોનાના અનેક લક્ષણ છે. અમુક લક્ષણો જે હાલ લોકોને લાગી રહ્યાં છે તે પહેલાં પણ હતાં જ પરંતુ તે વ્યાપક ન હતાં, પણ એવું સાવ નથી કે આવાં લક્ષણો ન હતાં. શરીરમાં નબળાઈ આવવી, આંતરડા કે અન્ય અંગોમાં તકલીફો થવી જેવી બાબતો નોંધાતી હતી. આમ છતાં, ભારતમાં જે લક્ષણ છે તેમાં ન્યૂમોનિયા અને ફેફસાંમાં રક્તકણો બાઝી જવા વધુ વ્યાપક છે.

સવાલ: શું બહારના દેશનો સ્ટ્રેન ખતરનાક હોઈ શકે?
ડૉ. કમલેશ:
 વિશ્વમાં માનવવસતિ ધરાવતાં છ ખંડ છે અને દરેકમાં વાઈરસ ત્યાંની આબોહવા, લોકોના શરીરની તાસીર અને જીવનશૈલી પ્રમાણે વર્તે છે. અમેરિકા કે યુ.કે. જેવા દેશોમાં ઠંડી વધુ હોવાથી ત્યાંના લોકોની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે ઓછી હોય છે, તેથી ત્યાં વાઈરસનું ઘાતકપણું વધુ છે. હવે ત્યાંના લોકોના શરીર પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલતો વાઈરસ અન્ય ખંડો કે ભારતીય ઉપખંડમાં આવે એટલે એ ઘાતક સાબિત થઈ શકે, પરંતુ આપણે ત્યાં બહારથી આવેલાં લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ થાય જ છે. જોકે અમુક કિસ્સામાં જેમની ટ્રાવેલ હિસ્ટરી ન હતી. તેમનામાં પણ આ વાઈરસ દેખાયો છે. આ વાત થોડી આશ્ચર્યજનક છે.

સવાલ: શું એકવાર કોરોના થયો તો ચિંતાનું કારણ નથી?
ડૉ. કમલેશ:
 પુનરાવર્તન થવાના ચાન્સ ખૂબ ઓછાં છે. અથવા એવી વ્યક્તિ ફરી સંક્રમિત થાય તો વાઈરસ મુશ્કેલી નથી સર્જતો, પરંતુ આવી વ્યક્તિ સંક્રમિત થાય, તો તે કેરિયર બનીને પરિવારના કે સાથે રહેનારાં લોકોને ઈન્ફેક્શન લગાડીને મુશ્કેલી સર્જી શકે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવાં અને માસ્કનો ઉપયોગ સતત કરતાં રહેવું એ હિતાવહ છે.

સવાલ: આવા કિસ્સામાં રસી કેટલી અસરકારક છે?
ડૉ. કમલેશ: 
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો રસીમાં નબળો પાડેલો કે મૃત વાઈરસ હોય છે અને એ શરીરમાં રસી વાટે પ્રવેશે તો શરીર રોગપ્રતિકારક શક્તિ વિકસિત થાય. ત્યાર પછી જો ખરેખર વાઈરસ શરીરમાં દાખલ થાય, તો એના ગુણધર્મ પ્રમાણે શરીરમાં અમુક તકલીફો ઊભી કરી શકે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ હોવાને કારણે એ તકલીફો એટલી ગંભીર ના હોય. એટલે રસી લેવી ખૂબ જરૂરી છે અને એનાથી જ અમુક સમયે લોકો આ વાઈરસ સામે લડતા થઈ જશે.

સવાલ: વાઈરસ બદલાય તો રસી નિરર્થક થઈ જાય?
ડૉ. કમલેશ: 
એવું નથી હોતું. વાઈરસ બદલાય તેની સાથે રસીનું બંધારણ પણ બદલી શકાય છે, પરંતુ તે જે-તે વ્યક્તિએ નક્કી કરવાનું છે કે રસી લઈને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઊભી કરવી છે કે વાઈરસને શરીર પર ત્રાટકવા દઈને તેને તક આપવાની છે. એવું નથી કે રસી નહીં લેનારને વાઈરસની ગંભીર અસર થશે જ, પરંતુ એવા ચાન્સ નહીં આપવા જોઈએ. સલામતી ખાતર રસી લેવી જોઈએ. ભલે રસીની અસરકારકતા 100% નથી. એટલે તમને સંક્રમણ નહીં જ થાય તેવું નહીં બને, પરંતુ તમે વાઈરસને કારણે કોરોનાની ગંભીરતા આ રીતે ઓછી કરી શકો છો. ચોઇસ ઈઝ યોર્સ. પરંતુ રસી લેવી હિતાવહ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑