देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 13 बार पढ़ी गई

ગુજરાતમાં ‘પાણી’:ગુજરાતનાં 50 ટકા ગામો નર્મદાના પાણીથી વચિંત, 797 ગામો કૂવા અને 394 ગામો હજુ પણ હેન્ડપંપના સહારે

ગુજરાતમાં નલ સે જલ યોજના 2022 શરૂ કરવામાં આવી છે ( પ્રતીકાત્મક તસવીર). 2691 ગામોને પાઇપલાઇનથી પાણી મળે છે, 797 ગામો તો હજુ કૂવાના પાણી પર નિર્ભર છે ગુજરાતમાં નલ સે જલ યોજના 2022 શરૂ કરવામાં આવી છે.

Abhishek Raghuvanshi22 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 2691 ગામોને પાઇપલાઇનથી પાણી મળે છે, 797 ગામો તો હજુ કૂવાના પાણી પર નિર્ભર છે

ગુજરાતમાં નલ સે જલ યોજના 2022 શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ રાજ્યનાં 17843 ગામો પૈકી નર્મદા યોજનાથી જોડાયેલાં ગામોની સંખ્યા વધીને 9360 થઇ છે, એટલે કે 50 ટકા ગામોને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે, જ્યારે આજે પણ રાજ્યનાં 797 ગામો કૂવાના પાણી પી રહ્યા છે.

હેન્ડપમ્પથી પાણી પીતાં ગામોની સંખ્યા 394
રાજ્યના પાણીપુરવઠા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી વિસ્તારમાં હેન્ડપમ્પથી પાણી પીતાં ગામોની સંખ્યા 394 છે, નર્મદા સિવાયના જળસ્ત્રોતની જૂથ યોજના હેઠળ રાજ્યમાં 4039 ગામડાંને પાણી મળે છે. મિની પાઇપલાઇન યોજના મારફત કુલ 562 ગામડાં પાણી મેળવી રહ્યાં છે.

तस्वीरों में खबर3 फोटो
આદિવાસી વિસ્તારમાં હેન્ડપમ્પથી પાણી પીતાં ગામોની સંખ્યા 394 છે (પ્રતીકાત્મક તસવીર)નલ સે જલ યોજનામાં રાજ્યના ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે.વર્ષ 2020માં 2067 નળ-કનેક્શન આપવામાં આવ્યાં.

પાઇપલાઇનથી પાણી મેળવતાં ગામડાંની સંખ્યા 2691
રાજ્યમાં વ્યક્તિગત યોજના હેઠળ પાઇપલાઇનથી પાણી મેળવતાં ગામડાંની સંખ્યા 2691 છે. જૂથ યોજના હેઠળ કુલ 13399 ગામડાંને પાણી મળી રહ્યું છે. પીવાના પાણીની સમસ્યા સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળતી હોય છે, પરંતુ સારો વરસાદ થાય તો સૌરાષ્ટ્રમાં ચેકડેમથી પાણી જમીનમાં ઊતરે છે, જ્યારે નર્મદા યોજનાની પાઇપલાઇનથી મોટા ભાગનાં ગામડાંને પાણી આપવામાં આવે છે.

દર મહિને એક લાખ નળ કનેક્શન આપવાનો લક્ષ્યાંક
PM નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં શુદ્ધ પાણી મળી રહે અને ઘરે ઘરે નળમાંથી પાણી પ્રાપ્ત થાય તેવા સંકલ્પ સાથે ‘નલ સે જલ’ યોજના શરૂ કરી છે. આ યોજનાને વર્ષ 2022 સુધીમાં જ ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરી દેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે એમ જણાવી CMએ ઉમેર્યું કે હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ-કનેક્શન બાકી રહ્યાં છે, એ માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને એક લાખ નળ-કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, એટલે 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે.

ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યના ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. સૌરાષ્ટ્ર પંથકમાં ક્ષારયુક્ત પાણીને કારણે પથરી, ઉત્તર ગુજરાત વિસ્તારમાં ક્લોરાઈડયુક્ત પાણીને કારણે હાથીપગો કે દાંત પીળા પડી જવા સહિતના રોગોનો સતત સામનો કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યને 100 ટકા ફિલ્ટર્ડ પાણી મળી રહે એ દિશામાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે, જે અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાની ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

વર્ષ-2022ના અંત સુધીમાં કામગીરી પૂર્ણ
CMએ વધુમાં ઉમેર્યુ કે રાજ્યના પાંચ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ-2022ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવો અમારો મક્કમ નિર્ધાર છે.

વર્ષ 2020માં 2067 નળ-કનેક્શન આપવામાં આવ્યાં
ગૃહમાં પુછાયેલા જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અપાયેલાં કનેક્શન સંદર્ભે જવાબ આપતાં પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019માં 94 અને વર્ષ 2020માં 2067 નળ-કનેક્શન આપવામાં આવ્યાં. એ અંતર્ગત કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો, જ્યારે ભાવનગર જિલ્લામાં વર્ષ 2019માં 4894 અને વર્ષ 2020માં 20364 નળ-કનેક્શન અપાયાં. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑