ગોંડલ-જેતપુર હાઇવે પર 2 અકસ્માત:ગુંદાળા ચોકડી નજીક ટેમ્પો પાછળ ટક્કર લાગતાં કાર સળગી ઊઠી, ડુંગળી ભરેલું ટ્રેક્ટર કાર પર પલટી મારી ગયું, કોઈ જાનહાનિ નહીં
અકસ્માત થતાં કાર સળગી ઊઠી હતી. અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે યાર્ડ પાસે ડુંગળી ભરેલું ટ્રેક્ટર વેગનઆર કાર પર પલટી મારી જતાં અકસ્માત થયો હતો.
- અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે યાર્ડ પાસે ડુંગળી ભરેલું ટ્રેક્ટર વેગનઆર કાર પર પલટી મારી જતાં અકસ્માત થયો હતો. જોકે કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અન્ય અકસ્માતમાં કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં કાર સળગી ઊઠી હતી. જોકે કારચાલક સમય સૂચકતાથી બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ગોંડલ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી
ગુંદાળા ચોકડીથી થોડે દૂર કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત થતાં જ કાર સળગી ઊઠી હતી અને કારચાલક સમય સૂચકતાથી બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકને લઈને વાહનોની લાંબી કતારો હાઇવે પર લાગી રહી છે. ત્યારે ડુંગળી ભરેલો ટેમ્પો લાઈનમાંથી સાઈડમાં બહાર નીકળતાં કાર સાથે અથડાયો હતો અને કારમાં આગ ભભૂકી ઊઠતાં બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે ડુંગળી ભરેલું ટ્રેક્ટર કાર પર પલટી મારી જતાં અકસ્માત થયો હતો. જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં ગોંડલ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે..
હાઇવે ઓથોરિટીની સતત બેદરકારી
ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઈને પીઠડિયા ટોલ ટેક્સ સુધીની હાઇવે પર લાઈટોના ટાવરો વધુપડતા બંધ હાલતમાં છે. અનેક લોકો એની રજૂઆત પણ કરી ચૂક્યા છે, પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.
યાર્ડમાં જણસની આવક સમયે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ
ગોંડલ માર્કેટયાર્ડમાં કોઈપણ જણસની આવક શરૂ થાય ત્યારે યાર્ડની બહાર વાહનોની કતારો કરી દેવામાં આવે છે, જેના પરિણામે ગુંદાળા ચોકડીથી યાર્ડ પાસેના હાઇવે પર કેટલાંક આડેધડ વાહનો ખડકાઈ જાય છે. પરિણામે, લાંબો ટ્રાફિકજામ, ઇમર્જન્સી વાહનો પણ ફસાઈ રહ્યાં છે. યાર્ડમાં જણસની આવક સમયે ટ્રાફિક-પોલીસ રાખવામાં આવે એવી લોકોમાં માગ ઊઠી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले