देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

ખંડણીખોરોનો ત્રાસ:માર્કેટ ચાલુ રાખવું હોય તો રોજ રૂ.15 હજાર હપતો આપવો પડશે, વડોદરાના 12 વેપારી પાસેથી 6.30 લાખની ખંડણી વસૂલનારા 3 સામે ફરિયાદ

કલાભવન મેદાન ખાતે વુલન માર્કેટની ફાઇલ તસવીર માર્કેટ ચાલુ રાખવા માટે ખંડણીખોરોએ રોજનો 15 હજાર રૂપિયાનો હપતો નક્કી કર્યો હતોગર્ભિત ધમકીઓ આપીને ખંડણી માગવાનું ચાલુ રાખતાં છેવટે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા સરદાર વૂલન માર્કેટ બંધ કરાવવાની ધમકી ખાંડણીખોરો દ્વારા અપાઈ રહી છે.

Abhishek Raghuvanshi27 जनवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • માર્કેટ ચાલુ રાખવા માટે ખંડણીખોરોએ રોજનો 15 હજાર રૂપિયાનો હપતો નક્કી કર્યો હતો
  • ગર્ભિત ધમકીઓ આપીને ખંડણી માગવાનું ચાલુ રાખતાં છેવટે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા સરદાર વૂલન માર્કેટ બંધ કરાવવાની ધમકી ખાંડણીખોરો દ્વારા અપાઈ રહી છે. વૂલન માર્કેટ ચાલુ રાખવા 3 ખંડણીખોરોએ 12 વેપારી પાસેથી 6.30 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. એ તો ઠીક, ખાંડણીખોરે વેપારીઓ પાસેથી કોરા ચેક પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

કલાભવન મેદાન ખાતે 110 જેટલી દુકાનોમાં વૂલન માર્કેટનો વ્યવસાય કરે છે
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી મહાવીર વાટિકામાં પરવીન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે અને રાજમહેલ રોડ પરના કલાભવન મેદાન ખાતે ગરમ કપડાંનો છેલ્લાં 15 વર્ષથી વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કલાભવન મેદાન ખાતે જુદા-જુદા નામે 110 જેટલી દુકાનો વૂલન માર્કેટનો વ્યવસાય કરે છે. જોકે કલાભવન મેદાનની જગ્યાના માલિક સમરજિતસિંહ ગાયકવાડ છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી જુદા-જુદા સંચાલકો એનું સંચાલન કરી વહીવટ કરતા હોય છે, ત્યારે વર્ષ 2016-17માં સયાજીગંજમાં રહેતા રાજેશ રમણભાઈ શાહે વૂલન માર્કેટનું સંચાલન કરીને વહીવટ કર્યો હતો.

ફરિયાદીએ વૂલન માર્કેટ શરૂ કરવા એનઓસી લીધી હતી
વર્ષ 2020-21માં કલાભુવન મેદાન ખાતે વૂલન માર્કેટનું કોઈએ આયોજન કર્યું ન હોવાથી પરવીન્દ્રસિંહ રાઠોડે આયોજન કરવાનો વિચાર કર્યો હતો. તેમણે જમીનમાલિકની એનઓસી લેવાની કાર્યવાહી કરીને 15 ઓક્ટોબર 2020થી 15 ફેબ્રુઆરી 2021 સુધીની જમીનમાલિક સમરજિતસિંહ ગાયકવાડ પાસેથી એનઓસી મેળવી હતી. દરમિયાન રાજેશ રમણલાલ શાહ અને તેના સાગરીતોએ કોઈપણ પ્રકારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં RTI હેઠળ માહિતી મેળવી સરકારી કચેરીઓમાં શરતોનો ભંગ કર્યો છે, એમ જણાવી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી 115 દિવસ માટે વૂલન માર્કેટ અને ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યાં હતાં.

વૂલન માર્કેટ શરૂ કરવા માટે રોજનો 15 હજારનો હપતો માગ્યો
થોડા સમય બાદ ફરી વાર વૂલન માર્કેટ શરૂ કરવાના આશય સાથે પરવીન્દ્રસિંહ અને આશિષ અશોકકુમાર જૈન રાજેશ શાહને મળ્યા હતા અને વૂલન માર્કેટ ચલાવે તો તમને કોઈ વાંધો ખરો એ બાબતે વાત કરી હતી. ત્યારે મારી શરતોએ વૂલન માર્કેટ ચાલુ કરવાનું રહેશે, જેમાં 1 દિવસનો 15000નો હપતો આપવાનો રહેશે અને ે શક્ય ન હોય તો 1122 દિવસના ઉચ્ચક 11 લાખ રૂપિયા આપવા પડશે, એમ રાજેશ શાહે જણાવ્યું હતું.

એડવાન્સ પેટે 3.22 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા
આ ઉપરાંત વૂલન માર્કેટની ફાઈલ સરકારી કચેરીમાં મૂકતાં પહેલાં એડવાન્સમાં રૂપિયા આપવા પડશે, તેમ રાજેશ શાહે જણાવતાં પરવીન્દ્રસિંહે રાજેશ શાહને એડવાન્સ પેટે 3.22 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ પરવીન્દ્રસિંહએ સરકારી કચેરીમાં ફાઈલ મૂકી મંજૂરી મેળવ્યા બાદ સરકારની શરતોનું ચુસ્તપણે પાલન કરી વૂલન માર્કેટ ચાલુ કર્યું હતું.

પોતાના માણસો દુકાન પર મોકલીને ખંડણીની માગણી કરતો
વૂલન માર્કેટ ચાલુ થયા બાદ રાજેશ શાહ પોતાના માણસ મહંમદ નૂરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લને પરવીન્દ્રસિંહની દુકાન પર મોકલી ખંડણીની માગણી કરતો હતો.

ગર્ભિત ધમકીઓ આપી રૂ.6.30 લાખ પડાવી લીધા
આમ, રાજેશ શાહે તબક્કાવાર ગર્ભિત ધમકીઓ આપી રૂ.6.30 લાખ પડાવી લીધા હતા. જોકે આટલી મોટી રકમ પરવીન્દ્રસિંહ પાસે ન હોવાથી તેમણે વૂલન માર્કેટના જુદા-જુદા 12 વેપારી પાસેથી દુકાનના ભાડા પેટે રુપિયા લઇ રાજેશ શાહને આપ્યા હતા. તેમ છતાં પણ રાજેશ શાહે ગર્ભિત ધમકીઓ આપી ખંડણી માગવાનું ચાલુ રાખતાં પરવીન્દ્રરસિંહે પોલીસનો શહારો લીધો હતો અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. રાવપુરા પોલીસે ખંડણીની કલમ હેઠળ રાજેશ રમણલાલ શાહ, મહંમદ નૂરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑