देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 14 बार पढ़ी गई

પતંગબજાર ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં પતંગના વેપારીઓની કિન્ના ટૂંકી પડશે, બજારમાં પતંગો ઓછી બની હોવાથી મંદીનો માહોલ

વેપારીઓએ દર વર્ષ કરતાં અડધો જ માલ ભર્યો, ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય એવા ઉત્તરાયણના તહેવારમાં આ વર્ષે કોરોનાની મહામારીએ વેપારીઓના ધંધાને પણ અસર કરી છે.

Abhishek Raghuvanshi5 जनवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વેપારીઓએ દર વર્ષ કરતાં અડધો જ માલ ભર્યો, ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો

રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય એવા ઉત્તરાયણના તહેવારમાં આ વર્ષે કોરોનાની મહામારીએ વેપારીઓના ધંધાને પણ અસર કરી છે. ઉત્તરાયણના તહેવારમાં કરોડો રૂપિયાની પતંગો અને ફિરકીનું વેચાણ થતું હોય છે, જોકે અમદાવાદમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનથી પતંગો ઓછી બની છે અને બજારમાં પતંગો પણ ઓછી આવી છે, જેને કારણે વેપારીઓને ભાવવધારો કરવાની ફરજ પડી છે.

દિવાળી બાદ તરત જ કેટલાક વેપારીઓ પતંગો હોલસેલમાં ખરીદી લેતા હોય છે, જોકે આ વર્ષે બજારમાં પતંગો જ ઓછી આવી છે, જેને કારણે બજારમાં પણ મંદી રહેશે.

तस्वीरों में खबर3 फोटो
ગત વર્ષે 1000 પતંગનું બંડલ રૂ. 2600થી 2800માં મળતું હતું, જેના આ વર્ષે રૂ. 3500 થઈ ગયા.આ વર્ષે ઉત્તરપ્રદેશની બરેલીની ફિરકીઓ ખૂબ જ ઓછી આવી છે.પિપૂડાં અને અવાજ કરતાં રમકડાંની તો કોઈ ખરીદી કરવા આવતું જ નથી.

આ વર્ષે ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરવો પડ્યો
રાયપુરમાં પતંગ અને ફિરકીના હોલસેલ તેમજ રિટેલ વેપારી કાર્તિકભાઈ મોદીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ વર્ષે કોરોના મહામારીને કારણે પતંગો ઓછી બની છે અને અત્યારથી જ હોલસેલના વેપારીઓ હોય કે નાના રિટેલ વેપારી હોય, તેમણે પતંગોની ખરીદી કરી લીધી છે. આ વખતની ઉત્તરાયણ વખતે પતંગ-ફિરકીબજારમાં બહુ ભીડ જોવા મળવાની શક્યતા ઓછી છે. આ વર્ષે ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો કરવો પડ્યો છે. રેગ્યુલર પતંગ આવે છે એવા 1000 પતંગનું બંડલ રૂ. 2600થી 2800માં ગત વર્ષે મળતું હતું, જેના આ વર્ષે રૂ. 3500 થઈ ગયા છે. ઉપરાંત આ વર્ષે ઉત્તરપ્રદેશની બરેલીની જે ફિરકીઓ આવતી હોય છે એ ખૂબ જ ઓછી આવી છે, જેને કારણે બરેલી દોરીનું વેચાણ પણ ઓછું છે. ફિરકીના ભાવ પણ વધ્યા છે.

5000 વાર દોરીની ફિરકીના ભાવ 600થી 700 રૂપિયા
જ્યારે પતંગબજારના રિટેલ વેપારી એવાં પ્રીતિબેને DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ વર્ષે રિટેલમાં ગ્રાહકોની ખરીદી હજી દર વર્ષે જોઈએ એવી નથી. આ વર્ષે કોરોનાને કારણે બજારમાં પતંગો ઓછી છે અને ભાવ વધુ છે. હોલસેલમાં પણ વધુ ભાવ હોવાથી પતંગો મોંઘી થઈ ગઈ છે. 5000 વાર દોરીની ફિરકીના ભાવ 600થી 700 રૂપિયા છે. પિપૂડાં અને અવાજ કરતાં રમકડાંની તો કોઈ ખરીદી જ નથી થતી.

રાત્રિ કર્ફ્યૂને કારણે પણ વેપારને મોટી અસર પડી છે
પતંગ માટે જાણીતા એવા રાયપુરબજાર અને જમાલપુરબજારમાં આ વર્ષે મંદી જોવા મળી રહી છે. કોઈ વેપારીઓએ જોખમ લીધું નથી. કોરોનાને કારણે પતંગ અને ફિરકીના ઓર્ડર પણ ઓછા જ બુક કરાવ્યા છે. લોકો ખરીદી જ ઓછી કરશે એવી શક્યતાને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પતંગ-ફિરકીના ઓછા માલ મગાવ્યા છે, બજારમાં આ વર્ષે દર વર્ષ જેવી રોનક નહિ રહે. રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી અમલમાં આવી જશે, માટે રાતે 9 કે 9.30 સુધી જ દુકાનો-બજાર ચાલુ રહેશે.

પતંગની એક કોડીનો ભાવ

કોડીભાવ
વ્હાઇટ ચિલરૂ.80
રંગીન ચિલરૂ.80
રંગીન ચાંદરૂ.90-100
ખંભાતી રોકેટરૂ.100
ખંભાતી કાટ(ડિઝાઇન)રૂ.100
અડધિયા ચિલરૂ.150-160
કોણિયા ચિલ- પાવલારૂ.200
આખિયા પતંગરૂ.150 (5 નંગ)
મોટી ઢાલ (તવા- દોઢ તવા)રૂ.250 (1 નંગ)

ફિરકીના ભાવ

1000 વારરૂ.200
2000 વારરૂ.350- 380
5000 વારરૂ.600-750
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑